Western Times News

Gujarati News

ઇન્વેસ્કો મ્યુચ્યુઅલ ફંડે ઇન્વેસ્કો ઇન્ડિયા ટેક્નોલોજી ફંડ લોંચ કર્યું

એનએફઓ ખૂલ્યો – 03 સપ્ટેમ્બર2024બંધ થશે – 17 સપ્ટેમ્બર2024

 

 

મુંબઇ03 સપ્ટેમ્બર2024: ઇન્વેસ્કો મ્યુચ્યુઅલ ફંડે આજે તેના નવા ફંડ ઇન્વેસ્કો ઇન્ડિયા ટેક્નોલોજી ફંડ (ટેક્નોલોજી અને ટેક્નોલોજી સંબંધિત ક્ષેત્રોમાં રોકાણ કરતી ઓપન એન્ડેડ ઇક્વિટી સ્કીમ) લોંચ કરવાની જાહેરાત કરી છે.

ઇન્વેસ્કો ઇન્ડિયા ટેક્નોલોજી ફંડ ટેક્નોલોજી અને ટેક્નોલોજી સંબંધિત ક્ષેત્રો તથા ઓટોમેશન, રોબોટિક્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ક્લાઉડ કમ્પ્યુટિંગમાં પરિવર્તનકારી ઇનોવેશનને આગળ ધપાવવા ઉપર કેન્દ્રિત કંપનીઓ તેમજ ડિજિટલ અપનાવવાથી લાભ થનાર બીજી ટેક્નોલોજી કંપનીઓના ઇક્વિટી અને ઇક્વિટી સંલગ્ન ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં 80 ટકાથી 100 ટકા રોકાણ કરીને મૂડી સર્જન કરવા માગે છે. Invesco Mutual Fund launches Invesco India Technology Fund.

આ ફંડટોપ ડાઉન અને બોટમ-અપ અભિગમને અપનાવશે તેમજ લાર્જ કેપની સ્થિરતા સાથે મીડકેપની વૃદ્ધિ અને સ્મોલ કેપની સંભાવિતતાને સંતુલિત કરતાં વિવિધ માર્કેટ કેપિટલાઇઝેશનમાં રોકાણ કરશે. આ ફંડ ભારતીય ટેક્નોલોજી કંપનીઓની સાથે સાથે વૈશ્વિક ટેક્નોલોજી લીડર્સ અને ઇનોવેટર્સમાં* રોકાણને લક્ષ્યમાં રાખશે. આ ફંડ માટે નિફ્ટી આઇટી ટીઆરઆઇને બેંચમાર્ક રહેશે તથા ફંડ મેનેજર્સ હિતેન જૈન અને આદિત્ય ખેમાણી તેને મેનેજ કરશે.

આ લોંચ અંગે પ્રતિક્રિયા આપતાં ઇન્વેસ્કો મ્યુચ્યુઅલ ફંડના ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર તાહેર બાદશાહે કહ્યું હતું કે, “ધીમી વૃદ્ધિના એક તબક્કા બાદ વૈશ્વિક આઇટી સર્વિસિસ સેક્ટર સુધારા માટે સજ્જ જોવા મળી રહ્યું છે કારણકે વૈશ્વિક આર્થિક માહોલ સ્થિર થઇ રહ્યો છે તેમજ અત્યાર સુધી વૈશ્વિક સ્તરે વ્યાજદરોમાં વધારાની સાઇકલમાં સંભવિત ફેરફારની સંભાવના જોવા મળી રહી છે.

આ સમયગાળામાં ભારતીય આઇટી સર્વિસિસ સેક્ટરે વૈશ્વિક કંપનીઓને ખર્ચને મેનેજ કરવામાં મદદરૂપ બનવામાં હિસ્સેદારી હાંસલ કરવાની સાથે સાથે આગળ વધીને વિકાસને ગતિ આપવા માટે આદર્શ સ્થિતિમાં પણ છે કારણકે નવી ટેક્નોલોજી અપનાવવાથી વૈશ્વિક સ્તરે ટેક્નોલોજી માટેના ખર્ચમાં ફરીથી વૃદ્ધિ થશે.”

ઇન્વેસ્કો મ્યુચ્યુઅલ ફંડના ફંડ મેનેજર હિતેન જૈને કહ્યું હતું કે, “આજનું વિશ્વ ટેક્નોલોજી સંચાલિત છે અને વ્યવસાયો નવી ટેક્નોલોજી અપનાવી રહ્યાં છે, જે આઇટી કંપનીઓ માટે વિકાસની નવી તકો ઊભી કરી રહ્યા છે. ડિજીટલાઇઝેશન, સરકારી પહેલો અને અન્ય પરિબળોની મદદથી આ ક્ષેત્ર મજબૂતાઈ મેળવી રહ્યું છે. આ ઉપરાંત વેલ્યુએશન વાજબી છે અને અમે બિઝનેસ સેન્ટિમેન્ટમાં સુધારો કરીને કમાણીમાં ચક્રીય પુનઃપ્રાપ્તિની અપેક્ષા રાખીએ છીએ.”

એનએફઓ દરમિયાન લઘુત્તમ રોકાણ રૂ. 1,000 અને ત્યારબાદ રૂ. 1ના ગુણાંકમાં કરી શકાશે. એસઆઇપી રોકાણ માટે અરજીની ન્યૂનતમ રકમ રૂ. 500 અને ત્યારબાદ રૂ. 1ના ગુણાંકમાં રહેશે. આ ફંડ ફાળવણી તારીખથી ત્રણ મહિના સુધી અથવા પહેલાં યુનિટ રિડિમ/ સ્વિચ કરવા ઉપર 0.50 ટકા એક્ઝિટ લોડ ચાર્જ કરશે. ત્રણ મહિના બાદ જો યુનિટ રિડિમ/ સ્વિચ કરાય તો એક્ઝિટ લોડ રહેશે નહીં.

Note: The above product labelling assigned during the New Fund Offer (NFO) is based on internal assessment of the Scheme characteristics or model portfolio and the same may vary post NFO when the actual investments are made.

*Note – The Scheme will not invest in Overseas securities / Overseas ETFs during a period of six months from the date of closure of New Fund Offer. On an ongoing basis, the Scheme may make investments in overseas securities (i.e. ADRs, GDRs etc.) upto the available limit at the Fund level. Investments in Overseas ETFs is temporarily suspended and will be allowed once the communication is received from SEBI / AMFI.

Mutual Fund investments are subject to market risks, read all scheme related documents carefully.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.