મહાદેવ બેટિંગ એપની તપાસમાં ગુજરાતના ઘણાં બૂકીની વિગતો મળી

અમદાવાદ, દુનિયાભરના દેશોના સટોડિયાઓ ઓનલાઇન ક્રિકેટ સટ્ટો રમાડતા મહાદેવ બેટિંગ એપના સંચાલકોના કરોડો રૂપિયાના હવાલા કેસની ઇડી તપાસ કરી રહી છે.
તેની સાથે સંકળાયેલા ઇઝ માય ટ્રીપના સંચાલક નિશાંત પિટ્ટીએ પણ કરોડો રૂપિયાના વિદેશમાં હવાલા પાડ્યા હોવાની વિગતો ડિપાર્ટમેન્ટને મળતાં તેની પ્રિમાઇસીસમાં દરોડા પાડી સર્ચ કરવામાં આવ્યું હતું. ઇડીની ટીમે અમદાવાદ અને નિશાંત પિટ્ટીની પ્રિમાઇસીસ સહિત દેશભમાં મોટું સર્ચ કરીને ૫૦૦ કરોડથી વધુની ડિપોઝિટ જપ્ત કરી છે અને કરોડો રૂપિયા ટાંચમાં લીધા છે.
હાલ ગુજરાતના તમામ મોટા ગજાના બૂકીઓની વિગતો ઇડીને મળી જતાં તે દિશામાં તપાસ ચાલી રહી છે. આગામી દિવસોમાં આ બૂકીઓ પર ઇડી ત્રાટકશે.માત્ર ભારતમાં જ નહીં પરંતુ દુનિયાભરના દેશોમાં ક્યાંય પણ કોઇ પણ ક્રિકેટ રમાતી હોય તેના પર મહાદેવ એપ પર સટ્ટો રમાતો જ હોય.
જોકે, બૂકીઓ અને સટોડિયા તેની સાથે સંકળાયેલા હોય તે માનવામાં આવે પરંતુ એક ટૂર ઓપરેટ ચેઇન ચલાવતા નિશાંત પિટ્ટી શા માટે આ કારોબારમાં આવીને હવાલા પાડવા લાગ્યો તેની તપાસ ચાલી રહી છે.
દેશભરમાં પાડવામાં આવેલા હવાલામાં ઇડીને ઘણી વિગતો અને સાહિત્ય તથા દસ્તાવેજો મળ્યા છે. જેની તપાસ શરૂ કરવામાં આવી છે. આ તપાસમાં ગુજરાત સહિત દેશભરના બૂકીઓની સંડોવણી સામે આવી રહી છે.
જયારે હજારો રૂપિયાના હવાલા જે આંગડીયા પેઢી દ્વારા પાડવામાં આવ્યા છે તેની પણ તપાસ ચાલી રહી છે. હવે રૂપિયા કોને આપવામાં આવતા હતા અને કોણ હાવાલા પાડતું હતું. તેની ઘણી વિગતો ખુલશે. હાલ આઇપીએલની મેચ ચાલતી હોવાથી બૂકીઓ ગોવા અથવા દુબઇ પહોંચી ગયા છે. માટે આગામી દિવસોમાં તેની તપાસમાં ઘણી વિગતો સામે આવશે.SS1MS