જામનગરની પેઢીના નામે નશાકારક પ્રવાહી બનાવતી ટોળકીની શોધખોળ
રાજકોટ-કલ્યાણપુર-ગોંડલના શખ્સોએ હર્બલ સીરપના ઓઠા હેઠળ નશાકારક સીરપનું વેચાણ શરૂ કર્યું’તું
રાજકોટ, પડવલા ગામે જામનગરની પેઢીના નામનો ઉપયોગ કરી બોગસ સ્ટીકરો બનાવી હર્બલ સીરપના બદલે નશાકારક સીરપ બનાવી વેચાણ કરતા રાજકોટ-કલ્યાણપુર અને ગોડલના છ શખ્સો વિરૂધ્ધ શાપર પોલીસે ગુનો નોધી શોધખોળ શરૂ કરી હતી.
આ અંગેની વિગત એવી છે કે જામનગરમાં રામેશ્વરનગર પાસે વિનાયક પાર્કમાં રહેતા અને રાજ માર્કેટીગ નાનમે આર્યુવેદીક હર્બલ સીરપનું માર્કટીગનું કામકાજ કરતા રાહુલ હરેશભાઈ ધેડીયા નામના વેપારીએ રાજકોટાન ગોકુલધામ પાસે પાણીના ટાંકાવાની શેરીમાં
રહેતા રૂપેશ નટુ ડોડીયા ધર્મેશ નટુ ડોડીયા રાજકોટના ગાધીગ્રામમાં રહેતા મનીષગીરીશ પાઉરાજકોટના બજરંગવાડીમાં રહેતા સલીમી બચુ કાણીયા, કલ્યાણપુરના મહેશ સોમા રોશીયા અને ગોડલના દેવપરામાં રહેતા અશરફ મીર વિરૂધ્ધ ફરીયાદ નોધાવતા શાપર પોલીસે ગુનો નોધ્યો હતો.
આ અંગે પોલીસે હાથ ધરેલી તપાસમાં જામનગરમાં રાહુલ ઘેડીયાએ સાણંદ ચાંગોદરની એમ.એમ.બી.ફાર્મા કંપનીને શીવમ એન્ટરપ્રાઈઝ નામની પેઢી પાસેથી બે વર્ષ પહેલા ગુજરાતની ડીલરશીપ સંભાળી હતી અને દરમ્યાન પડવાલ ગામેથી રાજ માર્કેટીગ નામની પેઢીનો ઉપયોગ કરી તેની આયુર્વદીક હર્બલ સીરપના બોગસ સ્ટીકરો બનાવી નશાકારક સીરપ બનાવતી ફેકટરી શાપર પોલીસે ઝડપી લીધી હતી.
અને પોલીસની તપાસમાં સમગ્ર કૌભાંડમાં પર્દાફાશ થયો હતો. આ પ્રકરણમાં રાજકોટ ગોડલ અને કલ્યાણપુરના શખ્સોએ જામનગરની રાજ માર્કેટીગ નામની પેઢીનો ઉપયોગ કરી અને હર્બલ સીરપના બોગસ સ્ટીકરો બનાવી નશાકારક પ્રવાહીની બોટલોમાં લગાવી વેચાણ શરૂ કર્યું હતું. પોલીસે છએ શખ્સોની શોધખોળ શરૂ કરી હતી.