Western Times News

Gujarati News

Dy SP રાઠોડ પાસેથી IAS લાંગાના કેસની તપાસ આંચકી બીજાને સોંપાઈ

(પ્રતિનિધિ) ગોધરા, પંચમહાલના તત્કાલીન કલેકટર એસ.કે.લાંગા સામે નોંધાયેલી પોલીસ ફરિયાદ પ્રકરણમાં પંચમહાલ એસપીએ આ ગુનાની તપાસ દરમ્યાન બેદરકારી દાખવનાર પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહી કરી છે

જેમાં આ ગુનાની તપાસ કરતા ગોધરાના ડીવાયએસપી પી.આર.રાઠોડ પાસેથી તપાસ આંચકી લઈ હેડ કવાર્ટર ડીવાયએસપી મહેન્દ્ર કુંપાવતને સોંપવામાં આવી છે જ્યારે એસ.કે.લાંગાની હાજરી બાબતની પ્રાથમિક તપાસ હાલોલ ડીવાયએસપીને સોંપવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે આ કેસમાં પોલીસની બેદરકારી બહાર આવતા પંચમહાલ એસપીએ ગોધરા શહેર બી ડિવિઝન પીઆઈની પણ બદલી કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

પંચમહાલ જીલ્લા પોલીસવડા હિમાંશુ સોલંકી દ્વારા જીલ્લાના તત્કાલીન કલેકટર એસ.કે.લાંગા ના કેસમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે જેમાં તત્કાલીન કલેકટર એસ.કે.લાંગાને આગોતરા જામીન મળ્યાં બાદ એસ કે લાંગાએ એક વર્ષ સુધી ગોધરા પોલીસ મથક માં હાજરી આપી ન હતી

તો બીજી તરફ આગોતરા જામીન મેળવ્યા બાદ દર મહિને પોલીસ મથક માં હાજરી પુરાવાનો હુકમ કરાયો હતો જે બાદ લાંગા ની વિરુદ્ધ ગાંધીનગર પોલીસ મથકે ગુનો નોંધાયો હતો ગાંધીનગર પોલીસ મથક માં નોંધાયેલ ગુનામાં એસ.કે લાંગા વોન્ટેડ હોવા છતાં ગોધરા બી ડિવિઝન પોલીસ મથકમાં હાજરી પુરાવા આવ્યા

હોવાનું જિલ્લા એસપી હિમાંશુ સોલંકી ના ધ્યાને આવતા પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં જવાબદાર ગોધરા બી ડિવિઝનના પીઆઇ આર કે રાજપૂત ની પણ બદલી કરી દેવામાં આવી છે એસ.કે લાંગાએ આગોતરા જામીન લીધા બાદ નિયમિત પોલીસ મથકે હાજરી ન પુરાવતા હોવાનો રિપોર્ટ ડીવાયએસપી સીસી ખટાણા અને પી આર રાઠોડ દવારા કોર્ટમાં રજુ કરવામાં ન આવતા ખાતાકીય તપાસ ઉભી કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.