Western Times News

Gujarati News

IPLની દરેક ઓવર સાથે ક્રિકેટ બોર્ડની આવક 2.95 કરોડ

ક્રિકેટ બોર્ડ IPLમાં દરેક બોલે રૂા. 49 લાખની રકમ મેળવશે. 

નવી દિલ્હી, દેશમાં ઇન્ડીયન પ્રિમીયર લીગએ વિશ્વની બીજા નંબરની સૌથી મોંઘી પ્રિમીયર લીગ જશે અને ગઇકાલે 2023 થી 2027 સુધીના જે મીડિયા રાઈટ્સ અપાયા છે તેમાં 410 મેચ માટે રૂા. 48390 કરોડની રકમ ચૂકવાશે અને ક્રિકેટ બોર્ડ આઈપીએલમાં દરેક દડા સાથે રૂા. 49 લાખની રકમ મેળવશે.

જ્યારે દરેક ઓવર માટે ક્રિકેટ બોર્ડ રૂા. 2.95 કરોડની રકમ મેળવશે અને 2023થી ક્રિકેટ બોર્ડ દરેક આઇપીએલ મેચ માટે રૂા. 118 કરોડની રકમ મેળવશે જે હાલ ક્રિકેટ બોર્ડને આવક થાય છે તેના કરતાં લગભગ ડબલ જેટલી છે. સ્ટાર ઇન્ડીયા દ્વારા અગાઉ 2018માં રૂા. 6138 કરોડમાં સોદો થયો હતો અને પાંચ વર્ષ સુધી ક્રિકેટ બોર્ડ દ્વારા આઈપીએલની જે વેલ્યુ વધારાઇ છે તેના કારણે હવે ક્રિકેટ બોર્ડ વધુ રકમ મેળવી રહ્યું છે.

2018થી 2022 સુધીમાં ક્રિકેટ બોર્ડે દરેક આઈપીએલ મેચ પાછળ રૂા. 55 કરોડની રકમ મેળવી હતી. બીસીસીઆઈ દ્વારા પ્રથમ વખત ટીવી મીડિયા રાઇટ્સ અને ડીજીટલ મીડિયામાં પણ સૌથી વધુ રકમ મેળવી છે. એ ઉપરાંત ભારતીય ઉપખંડ અને અન્ય દેશો માટે પણ ચાર પ્રકારના ઓકશન કર્યા છે. અને તેના કારણે ક્રિકેટ બોર્ડને સૌથી વધુ રકમ મળી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.