IPLમાં અમદાવાદની ટીમનો કેપ્ટન હાર્દિક પંડ્યા હશે
નવી દિલ્હી, IPL ૨૦૨૨ સિઝનની મેગા ઓક્શન પહેલા અમદાવાદની નવી ફ્રેન્ચાઇઝીએ તેના ૩ ખેલાડીઓના નામ જાહેર કર્યા છે. અમદાવાદે હાર્દિક પંડ્યાને પોતાનો કેપ્ટન બનાવ્યો છે, જ્યારે રાશિદ ખાન અને શુભમન ગિલને પણ ખરીદ્યા છે.
ફ્રેન્ચાઇઝીએ તેના ત્રણ ખેલાડીઓના નામની જાહેરાત કરી હતી. બીસીસીઆઇ તરફથી લીગની બંને નવી ટીમો, અમદાવાદ અને લખનૌને BCCI તરફથી મોટી હરાજી પહેલા ૩-૩ ખેલાડીઓને સાઇન કરવાનો વિકલ્પ આપવામાં આવ્યો હતો, જેનો બંને ફ્રેન્ચાઇઝીઓએ લાભ લીધો હતો.
CVC કેપિટલ્સની માલિકીની અમદાવાદ ફ્રેન્ચાઈઝીએ ટીમ ઈન્ડિયાના મજબૂત ઓલરાઉન્ડર હાર્દિકને કેપ્ટન બનાવ્યો હતો. ફ્રેન્ચાઇઝીએ ૧૫ કરોડ રૂપિયાનો ખર્ચ કરીને હાર્દિકને સાઇન કર્યો છે. માત્ર હાર્દિક જ નહીં પરંતુ અમદાવાદે રાશિદ ખાન અને શુભમન ગિલ પર પણ ઘણા પૈસા ખર્ચ્યા છે.
લીગના ઈતિહાસમાં સૌથી સફળ બોલરો અને વિદેશી ખેલાડીઓમાંના એક, અનુભવી અફઘાન લેગ-સ્પિનર રાશિદને પણ અમદાવાદે ૧૫ કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.
જ્યારે, ફ્રેન્ચાઇઝીએ યુવા ભારતીય બેટ્સમેન શુભમન ગિલ માટે ૮ કરોડ રૂપિયા ખર્ચ્યા છે, જે ગત સિઝન સુધી કોલકાતા નાઇટ રાઇડર્સનો ભાગ હતો. તમને જણાવી દઈએ કે હાર્દિક પંડ્યાને મુંબઈ ઈન્ડિયન્સે રિટેન કર્યો નથી. હાર્દિક પંડ્યા બેક ઇંજરીના કારણે પહેલાની જેમ બોલિંગ કરી શકતો નથી અને બેટીંગ ફોર્મ પણ ખરાબ થઈ રહ્યું છે, ત્યારબાદ તેને ટીમ ઈન્ડિયામાંથી પણ બહાર કરી દેવામાં આવ્યો હતો.
જાે કે, IPL ૨૦૨૨ પહેલા, અમદાવાદ ફ્રેન્ચાઇઝીએ તેને મોટી જવાબદારી સોંપવાનું મન બનાવી લીધું છે. તમને જણાવી દઈએ કે હાર્દિક પંડ્યા પાસે ૯૨ IPL મેચોનો અનુભવ છે અને આ દરમિયાન તેણે ૧૪૭૬ રન બનાવ્યા છે. હાર્દિક પંડ્યાની એવરેજ ૨૭.૩૩ છે અને તેને IPLમાં શ્રેષ્ઠ ફિનિશર્સમાંથી એક ગણવામાં આવે છે. આ ઉપરાંત હાર્દિક પંડ્યાના નામે ૪૨ વિકેટ પણ છે અને તે એક સારો ફિલ્ડર પણ છે.
IPL સર્વશ્રેષ્ઠ લેગ સ્પિનરોમાંથી એક અને મોટા મેચ વિનર રાશિદ ખાન પણ અમદાવાદની ટીમ સાથે જાેડાવા જઈ રહ્યો છે. મીડિયા અહેવાલો અનુસાર, અમદાવાદ સાથે તેની વાતચીતને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે અને તે તેના ડ્રાફ્ટ પ્લેયરનો ભાગ બનશે. તમને જણાવી દઈએ કે રાશિદ ખાને સનરાઇઝર્સ હૈદરાબાદ માટે રિટેન કરવાનો ઇનકાર કર્યો હતો.
રાશિદ ખાનનો IPL રેકોર્ડ શાનદાર છે. આ લેગ-સ્પિનરે ૭૬ મેચમાં ૯૩ વિકેટ લીધી છે અને ઈકોનોમી રેટ માત્ર ૬.૩૩ રન પ્રતિ ઓવર છે. તમને જણાવી દઈએ કે IPL બે નવી ટીમો અમદાવાદ અને લખનૌએ ૩૧ જાન્યુઆરી સુધીમાં પોતાના પસંદ કરેલા ૩-૩ ખેલાડીઓના નામ આપવાના છે.
અગાઉ આ તારીખ ૨૫ ડિસેમ્બર સુધી હતી પરંતુ CVC કેપિટલ્સ સાથેના કોન્ટ્રાક્ટ વિવાદ બાદ આ તારીખ લંબાવવામાં આવી હતી, જે અમદાવાદની ફ્રેન્ચાઈઝીની માલિકી ધરાવે છે. બાય ધ વે, CVC કેપિટલ્સને BCCI તરફથી ક્લીનચીટ મળી ગઈ છે અને તેને લેટર ઓફ ઇટેંટ પણ આપવામાં આવ્યો છે.SSS