IPLમાં ગૌતમ અદાણીની ટીમ જોવા મળી શકે છે
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/10/Adani.jpg)
અમદાવાદ, વધુ એક ગુજરાતી બિઝનેસમેન ગૌતમ અદાણીની પણ ક્રિકેટ ટીમ આઈપીએલમાં જાેવા મળી શકે છે. ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા આઈપીએલની બે નવી ટીમની હરાજીની પ્રક્રિયા શરુ થયા પછી દરેક ફ્રેન્ચાઈઝી પાસેથી ૭૦૦ કરોડ રૂપિયાથી ૧૦,૦૦૦ કરોડ રૂપિયા મળવાની સંભાવના છે. જાેકે, હજુ એ સ્પષ્ટ નથી કે બીસીસીઆઈ દ્વારા આ અંગે તત્કાળ કોઈ ર્નિણય લેવાશે કે નહીં.
૨૨ કંપનીઓ છે, જેમણે ૧૦ લાખ રૂપિયાના ટેન્ડર દસ્તાવેજ લીધા છે. નવી ટીમો માટે બેઝ પ્રાઈસ ૨૦૦૦ કરોડ રાખવામાં આવી છે. આવામાં બોલી લગાવવાની રેસમાં પાંચથી છ કંપનીઓ જાેડાય તેવી સંભાવના વ્યક્ત કરાઈ રહી છે.
આ હરાજીમાં બોલી લગાવનારી વ્યક્તિ કે કંપનીનું વાર્ષિક ટર્ન ઓવર ૩૦૦૦ કરોડ રૂપિયા હોવું જાેઈએ અને કોન્સોર્ટિયમ મામલે ત્રણે સંસ્થાઓનો વાર્ષિક વેપાર ૨,૫૦૦ કરોડ હોવો જાેઈએ.
આવામાં ભારતના ધનાઢ્ય લોકોમાં ગૌતમ અદાણી અને તેમના અદાણી ગ્રુપ દ્વારા અમદાવાદ ફ્રેન્ચાઈઝી માટે બોલી લગાવવામાં આવે તેવી સંભાવના છે. અદાણી ગ્રુપ બોલી લગાવે છે તો તેની નવી ફ્રેન્ચાઈઝીના માલિક બનવાની સંભાવના વધારે છે.
આ રીતે અબજાેપતિ સંજીવ ગોયંકાના આરપીએસજી ગ્રુપને પણ એક નવી ફ્રેન્ચાઈઝી માટે બોલી લગાવવામાં આગળ રહેશે તેમ માનવામાં આવી રહ્યું છે. જાેકે, હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે આરપીએસજી કોન્સોર્ટિયમ તરીકે બોલી લગાવશે કે વ્યક્તિગત રીતે જાેડાશે.
બીસીસીઆઈના સૂત્રોના જણાવ્યા પ્રમાણે “ગૌતમ અદાણી અને સંજીવ ગોયંકા ભારતીય ઉદ્યોગમાં સૌથી મોટું નામ છે. તેઓ બોલી લગાવવામાં સૌથી આગળ રહેશે. સંભવિત બોલી લગાવનારા ૩,૫૦૦ની ઓછામાં ઓછી બોલી લગાવે તેવી સંભાવના છે. એ ના ભૂલો કે આઈપીએલ પ્રસારણ અધિકારથી લગભગ ૫ બિલિયન ડૉલર (૩૬,૦૦૦ કરોડ રુપિયા) મળવાનું અનુમાન છે.”
તેમણે જણાવ્યું, આમાં અર્થશાસ્ત્ર એ પ્રમાણે કામ કરશે કારણ કે ફ્રેન્ચાઈઝીને ટીવી રેવન્યુનો ભાગ સમાન રીતે મળે છે. ગોયંકા બે વર્ષ માટે પુણે ફ્રેન્ચાઈઝી રાઈઝિંગ પુણે સુપરજાયન્ટ (આરપીએસ)ના માલિક રહ્યા છે અને તેઓ આઈપીએલ ફ્રેન્ચાઈઝી એટીકે મોહન બાગાનના માલિક પણ છે.
એવી ચર્ચા છે કે માન્ચેસ્ટર યુનાઈટેડના માલિક અવરામ ગ્લેજરની કંપની લાન્સર ગ્રુપ પણ બોલી માટેના દસ્તાવેજ લીધા છે.
આ રેસમાં કોટક ગ્રુપ, ફાર્માસ્યુટિકલ પ્રમુખ અરબિંદો ફાર્મા અને ટોરેન્સ સમૂહનો સમાવેશ થાય છે.
જ્યાં સુધી શહેરોનો સવાલ છે તો અમદાવાદ, લખનૌનો દાવો મજબૂત દેખાઈ રહ્યો છે. અમદાવાદ પાસે મોટેરાના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની ક્ષમતા ૧,૦૦,૦૦૦ કરતા વધારે છે, જ્યારે લખનૌના સ્ટેડિયમની ક્ષમતા ૭૦,૦૦૦ છે. આ રેસમાં ઈન્દોર, ગુવાહાટી, કટક, ધર્મશાળા અને પુણે જેવા શ્રેષ્ઠ ક્રિકેટ સ્ટેડિયમ ધરાવતા શહેરોનો પણ સમાવેશ થાય છે.
આ બોલીમાં ભારતના પૂર્વ ક્રિકેટર કોન્સોર્ટિયમ પણ જાેડાઈ શકે છે, જેઓ નવી ફ્રેન્ચાઈઝીની બોલીમાં આગળ રહે તેવી સંભાવના છે.
સૂત્રોએ જણાવ્યા પ્રમાણે, હા, ભારતના એક પૂર્વ ઓપનર લગભગ ૩૦૦ કરોડ રૂપિયા ખર્ચ કરીને અને કોન્સોર્ટિયમમાં પોતાનો ભાગ ખરીદવા માટે તૈયાર છે. તેઓ એક વેપારી પરિવારમાંથી આવે છે અને ક્રિકેટમાં રોકાણ કરવા માગે છે.
બીસીસીઆઈના સૂત્રોનું કહેવું છે કે, આ એક પ્રતિષ્ઠિત ખેલાડી છે અને તેઓ પણ જાણે છે કે ફ્રેન્ચાઈઝી કઈ રીતે કામ કરે છે.
બોલીવૂડની જાેડી દીપિકા પાદુકોણ અને રણબીર કપૂરનો કોન્સોર્ટિયમનો ભાગ બનવા અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ માહિતી સામે આવી નથી, જાેકે તેઓ કોઈ નવી ફ્રેન્ચાઈઝીનો ભાગ બની શકે છે અથવા બ્રાન્ડ એમ્બેસેડર બની શકે છે.SSS