Western Times News

Gujarati News

IPLમાં પહેલી સુપર ઓવર ફેંકનારો આ ખેલાડી ફરીથી રમવા માગે છે ક્રિકેટ

નવી દિલ્હી:આઇપીએલ ૨૦૦૯માં રાજસ્થાન રાૅયલ્સ માટે ક્રિકેટ રમનારા લેફ્ટ આર્મ ફાસ્ટ બાૅલર કામરાન ખાન ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. કામરાન ખાને ક્રિકેટમાં વાપસી કરવા માટે પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે, હાલ તે પોતાના ગામમાં પ્રેક્ટિસ કરી રહ્યો છે. કામરાન ખાને આઈપીએલની બીજી સિઝનમાં પોતાની ફાસ્ટ બાૅલિંગથી બધાને પ્રભાવિત કર્યા હતા, પરંતુ બાદમાં તે અચાનક ક્રિકેટમાંથી ગાયબ થઇ ગયો હતો.

કામરાન ખાન છેલ્લા કેટલાય સમયથી તે મુંબઈના સાકી નાકા વિસ્તારમાં રહે છે, અને લોકડાઉન દરમિયાન તે પોતાની સોસાયટીના  પ્રેક્ટિસ કરતો હતો, જાેકે લોકોને પરેશાની થવાથી, તે હવે પોતાના ગામડામાં ચાલ્યો ગયો છે. ત્યાં જઈને તેને ફરીથી ક્રિકેટની પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે.

આઈપીએલ ૨૦૦૯માં ૧૪૦થી સ્પીડથી બાૅલિંગ કરીને બધાને ચોંકાવી દીધા હતા, જાેકે, બાદમાં તેની બાૅલિંગ એક્શન પર સવાલો ઉઠ્‌યા અને કેરિયર પર પ્રશ્નાર્થ આવી ગયુ હતુ.

ખાસ વાત એ છે કે, આઈપીએલ ઇતિહાસમાં પહેલી સુપર ઓવર ફેંકનારો બાૅલર કામરાન ખાન છે, તેને ૨૦૦૯માં પહેલી સુપર ઓવર ફેંકી હતી. ૨૦૦૯ અને ૨૦૧૦માં રાજસ્થાન રાૅયલ્સનો ભાગ રહ્યાં પછી કામરાન ૨૦૧૧માં પૂણે વાૅરિયર્સની ટીમમાં જાેડાઈ ગયો હતો. બાદમાં સંદિગ્ધ બાૅલિંગ એક્શનના કારણે આઈપીએલથી દુર થવુંુ પડ્યું હતુ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.