Western Times News

Gujarati News

IPLમાં વિરાટ અને રોહિત જેવા દિગ્ગજો ફ્લોપ

દુબઈ: આઈપીએલ-૨૦૨૦માં અત્યાર સુધી ૧૦ મેચો રમાઈ છે. આ ૧૦ મેચોમાં મોટા ખેલાડીઓ વચ્ચે નવા અને યુવા ખેલાડીઓએ પોતાની ઓળખ બનાવી લીધી છે. દેવદત્ત પડીકલથી લઈને પૃથ્વી શો સુધી બધાએ પોતાને સાબિત કર્યા છે. આ બધા યુવા ક્રિકેટરોને પૂર્વ ભારતીય ક્રિકેટર રાહુલ દ્રવિડે ટ્રેઇન કર્યા છે. સંજુ સેમસન અને ઇશાન કિશન ઇન્ડિયા-એ ના સભ્ય રહ્યા છે. જ્યારે પૃથ્વી શો, શુભમન ગિલ જેવા ખેલાડી અંડર-૧૯ના દિવસોમાં દ્રવિડના હાથ નીચે તેયાર થયા છે. આઈપીએલની આ સિઝનમાં આ બધા ખેલાડીની બોલબાલા છે. રાજસ્થાન રોયલ્સનો સંજુ સેમસન હરિફ ટીમ પર જોરદાર પ્રહાર કરી રહ્યો છે.

તેણે ૨ મેચમાં ૨૧૪.૮૬ની સ્ટ્રાઇક રેટથી ૧૫૯ ર બનાવ્યા છે. સેમસન ગત વર્ષે ભારતીય ટીમ તરફથી રમ્યા પહેલા ઇન્ડિયા-એ માં રમી રહ્યો હતો. રોયલ ચેલેન્જર્સ બેંગલોરને દેવદત્ત પડીકલના રુપમાં સ્થાયી ઓપનર મળી ગયો છે. પોતાની પ્રથમ સિઝન રમી રહેલા દેવદત્તે ૩ મેચમાં ૧૧૧ રન બનાવ્યા છે. જેમાં બે અડધી સદી ફટકારી છે. કોલકાતા નાઇટ રાઇડર્સ તરફથી રમી રહેલા શુભમન ગિલે પણ પોતાનો દમ બતાવ્યો છે.

૧૦૫.૪૭ની સ્ટ્રાઇક રેટથી તેણે ૭૭ રન બનાવ્યા છે. કેકેઆરને ગિલ પર ઘણો વિશ્વાસ છે અને આશા છે કે તે આવનાર મેચમાં મોટી ઇનિંગ્સો રમશે. દિલ્હી કેપિટલ્સ માટે પૃથ્વી શો આ આઈપીએલમાં ટીમ માટે વિશ્વાસપાત્ર ઓપનર માનવામાં આવે છે. અત્યાર સુધીની ૨ મેચમાં ૧૩૨.૬૯ની સ્ટ્રાઇક રેટથી ૬૯ રન બનાવ્યા છે. ઇશાન કિશને સોમવારે આરસીબી સામે ૫૮ બોલમાં ૯૯ રનની ઇનિંગ્સ રમી હતી. પોતાની આ ઇનિંગ્સમાં તેણે ૨ ફોર અને ૯ સિક્સર ફટકારી હતી. ટીમને જીતની નજીક લઈ જવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.