IPLમાં સખત નિયમ : મેચના દિવસે ૧૭ ખેલાડી જ સ્ટેડિયમ પહોંચશે
અબુધાબી: આઈપીએલની ૧૩મી સિઝનની શરૂઆત આવતીકાલથી થઈ રહી છે. કોરોના મહામારીને કારણે બાયો બબલના સખત નિયમ બનાવવામાં આવ્યા છે. મળેલી જાણકારી અનુસાર આઈપીએલ માટે ટીમ જયારે યુએઈમાં મેચના દિવસે હોટલથી સ્ટેડિયમ જશે ત્યારે એ લોકો જ સામેલ થઈ શકશે, જેઓ હોટલના બાયો બબલમાં સામેલ થયા હોય. આમાં બે વેઈટર્સ પણ હશે. દરેક ટીમ બે બસમાં મુસાફરી કરશે.
ભારતમાં ટીમ એક જ બસમાં હોટેલથી સ્ટેડિયમ સુધી પહોંચે છે. ઉલ્લેખનીય છે કે દરેક ફ્રેચાઈઝીએ પોતાની ટીમમાં રર થી રપ ખેલાડીને સામેલ કર્યા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર ટીમ મેચના દિવસે જયારે હોટલથી સ્ટેડિયમ જવા નીકળશે ત્યારે બસમાં ફકત ૧૭ ખેલાડી અને ૧ર કોચિંગ- સપોર્ટ સ્ટાફને લઈ જઈ શકશે. આ ઉપરાંત બે વેઈટર અને બે લોજિસ્ટિક (યુએઈની ભૌગોલિક સ્થિતિના જાણકાર) વ્યક્તિ મુસાફરી કરશે.
અબુધાબી, દુબઈ, શારજાહમાં આઈપીએલ સાથે જાેડાયેલી દરેક વ્ય્કિ્ત- પછી એ ભારતીય હોય કે અન્ય દેશની, તેણે દર છઠ્ઠા દિવસે કોરોના ટેસ્ટ કરાવવો પડશે. આ લોકો સ્ટેડિયમ સ્ટાફ, પીચ, ગ્રાઉન્ડ સ્ટાફ અને ટૂર્નામેન્ટ સાથે જાેડાયેલી દરેક વ્યક્તિનો સમાવેશ થાય છે.