IPL ઇતિહાસમાં સૌથી મોંઘો વિદેશી ખેલાડી કમિન્સન – -KKRએ ૧૫.૫૦ કરોડમાં ખરીદ્યો
ઓસ્ટ્રેલિયાના ગ્લેન મેક્સવેલને પંજાબે ૧૦.૭૫ કરોડમાં તેમજ ક્રિસ મોરિસને બેંગ્લોરે ૧૦ કરોડ રૂપિયામાં ખરીદ્યો
નવીદિલ્હી, ઇન્ડિયન પ્રિમિયર લીગ (IPL Season 13)ના ૧૩મી સિઝન માટે ખેલાડીઓની હરાજી જારી છે. આ તમામ વચ્ચે હરાજીની શરૂઆતમાં જ ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર પેટ કમિન્સે ઇતિહાસ રચી દીધો છે. કમિન્સને કોલકાતા નાઇટ રાઇડર્સે ૧૫.૫ કરોડમાં પોતાની ટીમમાં સામેલ કરી લીધો છે. કમિન્સથી પહેલા તેમના વતનના ઓલરાઉન્ડર ખેલાડી ગ્લેન મેક્સવેલને કિંગ્સ ઇલેવન પંજાબે ૧૦.૭૫ કરોડમાં ખરીદી લીધો હતો. બે કરોડની બેઝ પ્રાઇઝ ધરાવતા પેટ કમિન્સનું નામ જ્યારે હરાજી માટે સામે આવ્યું ત્યારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, દિલ્હી કેપિટલ્સની ટીમે શરૂઆતમાં પોતાની ટીમમાં સામેલ કરવાના પ્રયાસો કર્યા હતા.
સ્પોટ્ર્સ ડેસ્કઃ ઇન્ડિયન પ્રીમિયર લીગની (Indian Premier Leage Season 13) ૧૩મી સીઝન માટેની હરાજી અત્યારે કોલકાતામાં થઇ રહી છે. ઓસ્ટ્રેલિયાનો ઓલરાઉન્ડર પેટ કમિન્સ ટૂર્નામેન્ટના ઇતિહાસનો બીજો સૌથી મોંઘો ખેલાડી બન્યો છે. તેને કોલકાતા નાઈટ રાઇડર્સે ૧૫.૫ કરોડમાં ખરીદ્યો છે. વિન્ડીઝના ફાસ્ટ બોલર શેલ્ડન કોટરેલને તેની બેસ પ્રાઇસ કરતા ૧૭ ગણી કિંમત મળી છે. તેની બેસ પ્રેસ ૫૦ લાખ હતી અને પંજાબે તેને ૮.૫ કરોડમાં ખરીદ્યો છે. ભારતના ચેતેશ્વર પુજારા, હનુમા વિહારી, સ્ટુઅર્ટ બિન્ની અને યુસુફ પઠાણને કોઈએ ખરીદ્યા નથી.
માર્કસ સ્ટોઈનિસ, માર્ટિન ગુપ્ટિલ, કોલીન ઇન્ગ્રામ અને કોલીન મુનરો જેવા ઇન્ટરનેશનલ સ્ટાર્સને પણ કોઈએ ખરીદ્યા નથી. વિન્ડીઝના બેટ્સમેન શિમરોન હેટમાયરને દિલ્હી કેપિટલ્સે ૭.૭૫ કરોડમાં ખરીદ્યો હતો. તેની બેસ પ્રાઇસ ૫૦ લાખ હતી. અનકેપ્ડ પ્લેયર્સમાં કોલકાતા નાઈટ રાઇડર્સે સ્પિનર વરુણ ચક્રવર્તીને ૪ કરોડમાં ખરીદ્યો છે. તેની બેસ પ્રાઇસ ૩૦ લાખ રૂપિયા હતી. જયારે પંજાબે ઓલરાઉન્ડર દિપક હુડાને ૫૦ લાખમાં ખરીદ્યો છે. અંડર-૧૯ ટીમના કપ્તાન પ્રિયમ ગર્ગને સનરાઇઝર્સ હૈદરાબાદે ૧.૯ કરોડમાં ખરીદ્યો છે.
સ્પિનર્સના સ્લોટમાં ચેન્નાઇ સુપરકિંગ્સે પિયુષ ચાવલાને ૬.૭૫ કરોડમાં ખરીદ્યો છે. જયારે ઈશ સોઢી, એડમ ઝાંપા, હેડન વોલ્શ અને ઝહીર ખાન અનસોલ્ડ ગયા છે. બીજી તરફ વિકેટકીપરની કેટેગરીમાં એલેક્સ કેરીને દિલ્હી કેપિટલ્સે ૨.૪ કરોડમાં ખરીદ્યો છે. કુશલ પરેરા, હેનરિચ ક્લાસેન, નમન ઓઝા, મુશફિકર રહીમ અને શાઈ હોપ અનસોલ્ડ ગયા હતા. દિવસની સૌથી પહેલી હરાજીમાં ઓસ્ટ્રેલિયાના ક્રિસ લિનને મુંબઈ ઇન્ડિયન્સે તેની બેસ પ્રાઇસ ૨ કરોડમાં ખરીદ્યો છે.
તે પછી કોલકાતા નાઈટ રાઇડર્સે ઓઇન મોર્ગનને ૫.૨૫ કરોડમાં પોતાની ટીમમાં શામેલ કર્યો છે. જયારે રાજસ્થાન રોયલ્સે રોબિન ઉથપ્પાને ૩ કરોડમાં ખરીદ્યો છે. ભારતીય ટેસ્ટ ટીમના કાયમી ચેતેશ્વર પુજારા અને હનુમા વિહારી અનસોલ્ડ રહ્યા હતા. તેમને કોઈએ ખરીદ્યા ન હતા. ઇંગ્લેન્ડના હીટર જેસન રોયને દિલ્હી કેપિટલ્સે ૧.૫ કરોડમાં ખરીદ્યો છે. ચેલેન્જર્સ બેંગ્લોર અને રાજસ્થાન રોયલ્સે હોલસેલમાં ખેલાડીઓને બહારનો રસ્તો બતાવ્યો છે.
બધી ટીમોએ કુલ ૧૨૭ ખેલાડીઓને રિટેન કર્યા છે, જેમાં ૩૫ વિદેશી ખેલાડીઓનો સમાવેશ થાય છે. ઓક્શનની જવાબદારી બ્રિટનના હ્યૂજ એડ્મીડ્સને સોંપવામાં આવી છે. તે હરાજી માટે ખેલાડીઓના નામ લઇ રહ્યા છે. ૭૩ સ્થાનો માટે ૩૩૮ ખેલાડીઓની બોલી લાગશે. હરાજીના એક દિવસ પહેલા ખેલાડીઓની કુલ સંખ્યા ૩૩૨ હતી જોકે હવે લિસ્ટમાં વધુ ૬ ખેલાડીઓને ઉમેરવામાં આવ્યા છે. તેમાં અશોક ડિન્ડા, રોબિન બિષ્ટ, સંજય યાદવ, મેથ્યુ વેડ અને જેક વેધરલેન્ડનો સમાવેશ થાય છે. કિંગ્સ ઇલેવન પાસે સૌથી વધુ ૪૨.૭૦ કરોડ રૂપિયા છે. જયારે ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સ પાસે સૌથી ઓછા ૧૩.૦૫ કરોડ રૂપિયા છે.