Western Times News

Gujarati News

IPL: ચેન્નઈની ટીમ ફાઈનલમાં પહોંચી

નવી દિલ્હી,   IPL-૨૦૨૧ની પ્રથમ ક્વોલિફાયર મેચમાં આજે દિલ્હી અને ચેન્નઈ વચ્ચે ભારે રોમાંચ જાેવા મળ્યો હતો. ચેન્નઈના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગનો ર્નિણય કર્યો હતો. કેપ્ટન ઋષભ પંત અને ઓપનર પૃથ્વી શોએ શાનદાર બેટિંગ કરતાં દિલ્હીની ટીમે ૨૦ ઓવરના અંતે ૫ વિકેટના નુકસાન પર ૧૭૨ રન બનાવ્યા હતા.

જાે કે, ચેન્નઈ તરફથી ઋતુરાજ ગાયકવાડ અને રોબિન ઉથ્થપાની આક્રમક બેટિંગે ચેન્નઈની જીતનો રસ્તો સરળ કરી દીધો હતો. અને છેલ્લી ઓવરમાં ધોનીના ખૌફ આગળ ટોમ કરન કાંપી ગયો હતો. અને ધોનીએ ચોગ્ગો ફટકારીને ચેન્નઈને જીત અપાવી હતી.

ચેન્નઈએ ૧૯.૪ ઓવરમાં ૬ વિકેટના નુકસાન પર ૧૭૩ રન બનાવીને જીત મેળવી હતી. આમ પ્રથમ ક્વોલિફાયર મેચમાં જીત સાથે ચેન્નઈની ટીમ સીધી આઈપીએલ ફાઈનલમાં પહોંચી છે. ૧૭૨ રનોનો પીછો કરવા ઉતરેલી ચેન્નઈ ટીમની ખરાબ શરૂઆત થઈ હતી.

પહેલી જ ઓવરના ચોથા બોલ પર ફાફ ડુ પ્લેસિસને એનરિચ નોર્ટ્‌ઝએ ૧૪૮ કિમી પ્રતિ કલાકનો ઝડપી બોલ નાખીને ક્લિન બોલ્ડ કરી નાખ્યો હતો અને ફાફ ડુ પ્લેસિસ માત્ર ૧ રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. જાે કે, ત્યારબાદ ગાયકવાડ અને રોબિન ઉથ્થપા વચ્ચે ૧૧૦ રનોની શાનદાર પાર્ટનરશિપ જાેવા મળી હતી. રોબિન ઉથપ્પા ૪૪ બોલમાં ૭ ચોગ્ગા અને ૨ છગ્ગા ફટકારીને ૬૩ રન બનાવ્યા હતા.

જાે કે, ત્યારબાદ શાર્દુલ ઠાકુર ૦ રને તો અંબાતિ રાયડુ ૧ રન બનાવીને પેવેલિયન પરત ફર્યાં હતા. ઋતુરાજ ગાયકવાડે આજે શાનદાર બેટિંગ કરી હતી. તેણે ૫૦ બોલમાં ૫ ચોગ્ગા અને ૨ છગ્ગાની મદદથી ૭૦ રન બનાવ્યા હતા. ૧૮મી ઓવરના પહેલા બોલ પર આવેશ ખાને ગાયકવાડને કેચ આઉટ કરાવ્યો હતો.

જાે કે, ત્યારબાદ જાડેજાના સ્થાને ધોની બેટિંગ માટે ઉતરી આવ્યો હતો. અંતિમ ઓવરમાં ૬ બોલમાં ચેન્નઈને ૧૩ રન બનાવવાના આવ્યા હતા અને મેચ એકદમ રોમાંચક બની ગઈ હતી. ધોની ક્રિઝ પર હતો, તમામ ક્રિકેટ રસિયાઓની નજર સ્ક્રીન પર ચોંટી ગઈ હતી.

જાે કે, છેલ્લી ઓવર ફેંકવા આવેલાં ટોમ કરને પહેલા જ બોલમાં મોઈન અલીને આઉટ કરી દેતાં ચેન્નઈ માટે ચિંતાના વાદળો છવાઈ ગયા હતા. અને બાદમાં રવીન્દ્ર જાડેજા બેટિંગ માટે ઉતર્યો હતો. જાે કે, ૧૯મી ઓવરના બીજા અને ત્રીજા બોલ પર ધોનીએ સળંગ બે ચોગ્ગા મારીને મેચને અત્યંત રોમાંચક બનાવી દીધી હતી. અને ધોનીએ ચોગ્ગો ફટકારીને ચેન્નઈને શાનદાર જીત અપાવી હતી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.