IPL ફાઈનલના દિવસે ફિલ્મ લાલસિંહ ચઢ્ઢાનું ટ્રેલર લોન્ચ થશે

મુંબઈ, છેલ્લા કેટલાય વર્ષોથી કંઈક અનોખું કરવાની કે કોઈએ ધાર્યું ના હોય તેવું કામ કરવાની આમિર ખાનની આદત બની ગઈ છે. પાત્રો હોય, ફિલ્મના વિષયો હોય કે ફિલ્મના પ્રમોશન માટેના આઉટ ઓફ ધ બોક્સ એટલે કે હટકે આઈડિયા હોય બોલિવુડના મિસ્ટર પર્ફેક્શનિસ્ટ બધું જ આગવા અંદાજમાં કરે છે.
આમિર ખાન પોતાની ફિલ્મની માર્કેટિંગ સ્ટ્રેટજી જાેરદાર બનાવે છે અને પ્રમોશન માટે દર વખતે કંઈક નવું લઈને આવે છે. આમિર ખાનની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાની લાંબા સમયથી રાહ જાેવાઈ રહી છે.
ત્યારે ફિલ્મનું ટ્રેલર લોન્ચ કરતાં પહેલા પણ આમિર કંઈક અનોખનું અને નવું કરશે તેમાં શંકાને સ્થાન નથી. ૨૯ મેએ સિનેમા અને ક્રિકેટ રસિકોને જબરદસ્ત સરપ્રાઈઝ મળવાની છે કારણકે આઈપીએલની ફાઈનલ મેચના દિવસે લાલ સિંહ ચઢ્ઢાનું ટ્રેલર લોન્ચ થશે!
સૂત્રો પાસેથી પ્રાપ્ત થયેલી જાણકારી અનુસાર, વાત આમિર ખાનની થતી હોય ત્યારે કંઈક ધમાકેદાર અને અગાઉ ના જાેયું હોય તેવું થવાના ચાન્સ વધી જાય છે. ‘લાલ સિંહ ચઢ્ઢા’નું ટ્રેલર ૨૯ મેએ આઈપીએલના ફિનાલેના દિવસે લોન્ચ થશે. આઈપીએલના ફિવરને ધ્યાનમાં રાખીને ‘લાલ સિંહ ચઢ્ઢા’ના મેકર્સે વિચારપૂર્વક આ ર્નિણય લીધો છે.
જે ફિલ્મ અને ક્રિકેટ રસિકો માટે મોટી સરપ્રાઈઝ બની રહેશે. માર્કેટિંગ અને એડવર્ટાઈઝિંગ વર્લ્ડના ઈતિહાસમાં પહેલીવાર એવું બનશે કે, મહત્વની લાઈવ ક્રિકેટ સેરેમની દરમિયાન કોઈ ફિલ્મનું પ્રમોશન થશે. ૨૯ મેએ યોજાનારી ફાઈનલ મેચના બીજા સ્ટ્રેટેજિક ટાઈમ આઉટ દરમિયાન સ્ટાર સ્પોર્ટ્સ પર ટ્રેલરનું લાઈવ પ્રસારણ કરવામાં આવશે. આ માર્કેટિંગ અને એડની દુનિયા માટે ક્રાંતિકારી પગલું ગણાશે.
વર્લ્ડ ટેલિવિશન પ્લેટફોર્મ અને સ્પોર્ટ્સ વર્લ્ડમાં કોઈ ફિલ્મનું આટલું ગ્રાન્ડ ટ્રેલર લોન્ચ થયું હોય તેવું પ્રથમ વખત બનશે”, તેમ સૂત્રોએ વધુમાં જણાવ્યું. કહેવાની જરૂર જ નથી કે આમિર ખાન જે કંઈપણ કરે છે તે સમજીવિચારીને કરે છે. તાજેતરમાં જ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કોચ રવિ શાસ્ત્રી અને આમિર વચ્ચે મજાક-મસ્તી જાેવા મળી હતી.
તેમની આ મિત્રતાના કારણે સોશિયલ મીડિયા પર મીમ્સનો વરસાદ પણ થયો હતો. ૨૯ મેએ આમિર ખાન આઈપીએલના ફિનાલે દરમિયાન ‘લાલ સિંહ ચઢ્ઢા’નું ટ્રેલર લોન્ચ કરશે તેવો અંદાજાે લગાવાઈ રહ્યો છે ત્યારે કહી શકાય કે, ભારતીય સિનેમાના ઈતિહાસમાં કોઈપણ પ્રોડ્યુસરે આ પ્રકારનું નોંધપાત્ર પગલું પહેલીવાર ભર્યું છે.
દરમિયાન, ‘લાલ સિંહ ચઢ્ઢા’ના બે ગીતો ‘કહાની’ અને ‘મેં કી કરાં?’ લોન્ચ થયા છે જેને લોકોનો ભરપૂર પ્રેમ મળી રહ્યો છે. આમિર ખાનના ફેન્સને બંને ગીતોના શબ્દો અને મ્યૂઝિક ખૂબ પસંદ આવ્યું છે એટલે ફિલ્મ માટે તેમની ઉત્સુકતા ઓર વધી ગઈ છે. ઉલ્લેખનીય છે કે, આ ફિલ્મમાં આમિર ખાને સાથે કરીના કપૂર ખાન પણ લીડ રોલમાં છે.ss2kp