IPL સટ્ટાથી લઈને મોબાઇલ ચોરનારાની જાસૂસી કરી રહ્યું છે
નવી દિલ્હી: પૂર્વ લદાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર ચાલી રહેલા તણાવની વચ્ચે ચીનના દરરોજ નવી વિગતો બહાર આવી રહી છે. રિપોર્ટ મુજબ, ભારતની અર્થવ્યવસ્થા અને બંધારણીય પદો પર બેઠેલા લોકો પર નજર રાખવાની સાથોસાથ ચીનના નિશાના પર હવે ૬૦૦૦ આર્થિક અપરાધી છે. ચીન આઇપીએલમાં સટ્ટાબાજી કરનારા અને ત્યાં સુધી કે નાની ચોરીઓ કરનારા લોકોની પણ જાસૂસી કરી રહ્યું છે. રિપોર્ટ મુજબ, અગસ્ટા વેસ્ટલેન્ડ લાંચ કેસ મામલાના આરોપીઓ, અંગૂઠી કે મોબાઇલ ચોરનારા કિશોર અપરાધી પણ ચીનની નજર હેઠળ છે. બુધવારના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ચીનની સેના અને ઇન્ટેલિજન્સ એજન્સી સાથે જોડાયેલી કંપની ઝેન્હુઆ ડેટા ઈન્ફોર્મેશન ટેક્નોલોજી કંપની લિમિટેડે ઓવરસીઝની ઇન્ડિવિજુઅલ ડેટાબેઝ તૈયાર કર્યો છે.
ચીનની વૉચ લિસ્ટમાં ચેન સ્નેચર, મોબાઇલ ચોરનારા, આતંકી, ડ્રગ્સની ખેપ પહોંચાડનારા, સોના-ચાંદી, માદક પદાર્થો અને પશુઓની તસ્કરી કરનારા અપરાધી સુધી સામેલ છે.
ઝેન્હુઆ ડેટા ઇન્ફોર્મેશન ટેક્નોલોજીના ઓવરસીઝની ઇન્ડિવિજ્યૂઅલ ડેટાબેઝમાં લોગ-ઇન કરવામાં આવેલી અનેક હાઈ-પ્રોફાઇલ એન્ટ્રીઓમાં સત્યમ ગ્રુપના ચેરમેન રામાલિંગા રાજૂના દોસ્તો અને સંબંધીઓ દ્વારા સ્થાપતિ ૧૯ કંપનીઓની વિરુદ્ધ ઇન્કમ ટેક્સ ચોરીના મામલા છે.
તેની સાથે જ ઝારખંડનો ઘાસચારા કૌભાંડ, મધ્ય પ્રદેશના વ્યાપમ સ્કેમની એન્ટ્રીઓ પણ તેમાં સામેલ કરવામાં આવી છે. રિપોર્ટ મુજબ, ચીનની આ યાદીમાં બજાર નિયામક એસઈબીઆઈ દ્વારા વિભિન્ન કારણોથી પ્રતિબંધિત કરવામાં આવેલી ૫૦૦થી વધુ સંસ્થાઓના નામ પણ છે. ત્યાં સુધી કે ચલણથી બહાર કરવામાં આવેલી નોટોની લેવડ-દેવડ કરનારા લોકો ઉપર પણ ચીનની નજર છે. ચીનની હાઇબ્રિડ વોરની તૈયારીનો અંદાજો આ વાતથી લગાવી શકાય છે કે તેણે સર્વેલન્સમાં અગૂઠી કે પર્સ ચોરનારા મામૂલી ગુનેગારોને પણ છોડ્યા નથી.