IPL હરાજીમાં ગુજરાતના પાંચ ક્રિકેટર્સને લોટરી લાગી
ચેતન સાકરિયા, શેલ્ડન જેક્સન, ચેતેશ્વર પૂજારા, રીપલ પટેલ અને લુકમાન મેરિવાલાનો સમાવેશ થાય છે. નડિયાદના રીપલ પટેલને આઈપીએલ ઓક્શનમા દિલ્હી કેપિટલ ટીમ દ્વારા ૨૦ લાખમાં ખરીદાયૉ છે.
ચેન્નાઇ, આઈપીએલની ૧૪મી સીઝનના ઓક્શનમાં ગુજરાતી ક્રિકેટર્સની લોટરી લાગી છે. અનેક ગુજરાતી પ્લેયર્સનો દબદબો જાેવા મળ્યો છે. જેમાં ચેતેશ્વર પૂજારા, લુકમેન મેરીવાલા, રિપલ પટેલ અને ચેતન સાકરિયાનો સમાવેશ થાય છે. ગુજરાતના ખેલાડીઓ માટે આઇપીએલ હરાજીમાં બોલી લાગી છે. સૌરાષ્ટ્રના ચેતન સાકરિયાને ૧.૨૦ કરોડમાં ખરીદ્યો છે.
સૌરાષ્ટ્રના શેલ્ડન જેક્સન ૨૦ લાખમાં કોલકાતાને મળ્યો. ચેતેશ્વર પૂજારાને ૫૦ લાખમાં ચેન્નઈની ટીમે ખરીદ્યા છે. નડિયાદના રીપલ પટેલ ૧૯ લાખમાં દિલ્હીએ ખરીદ્યો છે. તો વડોદરાના લુકમાન મેરિવાલા ૨૦ લાખમાં દિલ્હીની ટીમમાં સામેલ થયો છે.
ગુજરાતના પાંચ પ્લેયર્સને આઈપીએલમાં લોટરી લાગી છે એમ કહી શકાય.
જેમાં ચેતન સાકરિયા, શેલ્ડન જેક્સન, ચેતેશ્વર પૂજારા, રીપલ પટેલ અને લુકમાન મેરિવાલાનો સમાવેશ થાય છે. નડિયાદના રીપલ પટેલને આઈપીએલ ઓક્શનમા દિલ્હી કેપિટલ ટીમ દ્વારા ૨૦ લાખમાં ખરીદાયૉ છે. ૬ વર્ષ બાદ આઈપીએલમાં ચેતેશ્વર પૂજારાની વાપસી થઈ છે.
ચેન્નઈ સુપરકિંગ્સે તેમને ૫૦ લાખમાં ખરીદ્યા છે. છેલ્લાં કેટલાક વર્ષોમાં કોઈ પણ ફ્રેન્ચાઈઝીએ ચેતેશ્વર પૂજારાને ખરીદ્યા ન હતા. ઓક્શન બાદ ચેતેશ્વર પૂજારાએ ટ્વીટ કરીને કહ્યું કે, ભરોસો વ્યક્ત કરવા માટે આભાર. તેને લઈને હું ઉત્સુક છું.
નડિયાદ તાલુકાના પીપલગ ગામના રિપલ પટેલની પસંદગી કરાઈ છે.
આઈપીએલ ઓક્શનમાં દિલ્હી કેપિટલ ટીમ દ્વારા સિલેક્ટ કરવામાં આવ્યા છે. રીપલ પટેલના પિતા વિનુભાઈ પટેલ ડ્રાઇવીંગ કરે છે, જ્યારે માતા રંજનબહેન ઘરકામ કરે છે. રીપલ પટેલે પાંચેક વર્ષ પહેલા જ ખેડા ક્રિકેટ એસો. તરફથી જિલ્લાની ટીમમાં રમવાનું શરૂ કર્યું હતું. ૨૦૧૮માં ડી.વાય. પાટીલ ટી૨૦માં ઓલ ઇન્ડિયા લેવલની ટૂર્નામેન્ટમાં સિલેકશન થયું હતું.
ચેતન સાકરિયાની બેઝ પ્રાઇઝ માત્ર ૨૦ લાખ રૂપિયા હતી. પરંતુ તેને ૧.૨૦ કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યો છે. ચેતન સાકરિયા સૌરાષ્ટ્રની ટીમ તરફથી ડોમેસ્ટિક ક્રિકેટમાં રમે છે. તે ડાબોડી ફાસ્ટ બોલર છે. તે નાના ફોર્મેટમાં દમદાર બોલિંગ કરવા માટે જાણીતો છે. હવે તે સૌરાષ્ટ્ર ટીમના કેપ્ટન જયદેવ ઉનડકટ સાથે રાજસ્થાનની ટીમમાં રમશે.
લુકમાન મેરીવાલા વડોદરાના ફાસ્ટ બોલર લુકમાન મેરીવાલાને પણ દિલ્હી કેપિટલ્સે તેની બેઝ પ્રાઇઝ ૨૦ લાખમાં પોતાની ટીમમાં સામેલ કર્યો છે. પહેલા સૌરાષ્ટ્ર માટે રમી ચુકેલા શેલ્ડન જેક્સનને પણ કોલકત્તાએ ૨૦ લાખમાં ખરીદ્યો છે.
શેલ્ડન જેક્સન શેલ્ડન જેક્સન પણ ગુજરાતનો પ્લેયર છે.
કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમે તેને ૨૦ લાખમાં ખરીદ્યો છે. તે મૂળ ભાવનગરનો છે. ડોમેસ્ટિક આઇપીએલ-૨૦માં ૫૯ મેચમાં ૨૫.૮૩ની એવરેજ અને ૧૧૭ની સ્ટ્રાઈક રેટથી ૧૦૫૯ રન કર્યા છે. તેણે આ દરમિયાન ૬ ફિફ્ટી અને ૧ સદી ફટકારી છે.