Western Times News

Gujarati News

IPL ૨૦૨૦: CSK ધોની ૧૫ કરોડ માટે રિલીઝ કરે

મુંબઇ: ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ઓપનર અને વર્તમાન કોમેન્ટેટર આકાશ ચોપરાનું માનવું છે કે ૨૦૨૧ની આઇપીએલ માટે મોટી હરાજી થાય તો ચેન્નાઈ સુપર કિંગ્સે તેના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીને રિલીઝ કરી દેવો જાેઇએ. ચોપરાનું માનવું છે કે ત્રણ વખતની ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ જાે આ વખતે ધોનીને રિટેઇન કરશે તો આ માટે તેને ૧૫ કરોડ રૂપિયા ચૂકવવા પડશે.

ચોપરાએ જણાવ્યું હતું કે મને લાગે છે કે જાે મોટી હરાજી થાય છે તો ચેન્નાઈએ ધોનીને રિલીઝ કરી દેવો જાેઇએ. હું એમ નથી કહેતો કે તમે તેને ટીમમાં રાખો નહીં પરંતુ જાે તમે તેને રિટેઇન કરશો તો ૧૫ કરોડ આપવા પડશે. હવે જાે ધોની ટીમમાં રહે છે તો તે ૨૦૨૧ની આઇપીએલમાં રમશે અને તમને ૨૦૨૨ની સિઝન માટે ૧૫ કરોડ રૂપિયા પરત મળશે પણ એ વખતે તમે આ રૂપિયાનું શું કરશો ? મોટી હરાજીનો આ જ તો ફાયદો છે. ચેન્નાઈ આ સંજાેગોમાં રાઇટ ટુ મેચ કાર્ડ દ્વારા ધોનીને પરત લઈ શકે છે તેમ ચોપરાએ જણાવ્યું હતું.

મહેન્દ્રસિંહ ધોનીએ ચેન્નાઈ સુપર કિંગ્સની અંતિમ મેચમાં સ્પષ્ટતા કરી દીધી હતી કે તે હજી નિવૃત્તિ લઈ રહ્યો નથી અને આગામી સિઝનમાં
રમવાનો છે. તે આવતા વર્ષે પણ ચેન્નાઈ સુપર કિંગ્સ માટે જ રમવાનો છે. આ સિઝનની અંતિમ મેચમાં ચેન્નાઈ અને પંજાબનો મુકાબલો થયો ત્યારે ટોસ વખતે ધોનીને પૂછવામાં આવ્યું હતું કે ચેન્નાઈ માટે આ તેની અંતિમ મેચ છે ત્યારે ધોનીએ જવાબ આપ્યો હતો કે ના, બિલકુલ નહીં. તે ચેન્નાઈ માટે આગળ રમવાનો છે. અગાઉ ધોનીએ આ વર્ષે ૧૫મી ઓગસ્ટે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.