IPL ૨૦૨૧માં બધુ નક્કી કાર્યક્રમ અનુસાર થશે : ગાંગુલી
નવીદિલ્હી:ભારતીય ક્રિકેટ કંટ્ર્ોલ બોર્ડ (બીસીસીઆઇ)ના અધ્યક્ષ સૌરવ ગાંગુવીએ પુષ્ટી કરી છે કે આગામી ઇડિયન પ્રીમિયર લીગ આઇપીએલ ૨૦૨૧માં બધુ જ નક્કી કાર્યક્રમ અનુસાર થશે.તેમની પુષ્ટી મહારાષ્ટ્ર સરકાર દ્વારા સપ્તાહના અંતમાં લોકડાઉનની જાહેરાતના કેટલાક કલાકો બાદ આવી છે. કોવિડ ૧૯ના પ્રસારને રોકવા માટે મહારાષ્ટ્ર સરકારે અઠવાડીયાના અંતમાં લોકડાઉન અને દરેક દિવસે નાઇટ કરફયુની જાહેરાત કરી છે.
બીસીસીઆઇના ઉપાધ્યક્ષ રાજીવ શુકલાએ કહ્યું કે બીસીસીઆઇ આઇપીએલ પહેલા ખેલાડીઓની રસીકરણની બાબતમાં પણ વિચારી રહી છે. તેમનું કહેવુ છે કે બોર્ડ ખેલાડીઓની રસી માટે આરોગ્ય મંત્રાલયથી સંપર્ક કરશે તેમણે કહ્યું કે આ કોરોના વાયરસ વૃધ્ધિનો સામનો કરવા માટે મને લાગે છે કે રસીકરણ જ એકમાત્ર સમાધાન છે બીસીસીઆઇ તે તમામ વિકલ્પો પર પણ વિચારી રહ્યું છે કે ખેલાડીઓને રસી લગાવવી જાેઇએ
પૂર્વ ભારતીય સુકાની અને વર્તમાન બીસીસીઆઇના પ્રમુખ સૌરવ ગાંગુલીએ કહ્યું કે બધુ નક્કી કાર્યક્રમ અનુસાર થશે મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં ૧૦થી ૨૫ એપ્રિલ સુધી આ સીજનમાં ૧૦ આઇપીએલ મેચ રમાશે મુંબઇના એતિહાસિક સ્ટેડિયમમાં પહેલી મેચ ૧૦ એપ્રિલે દિલ્હી કેપિટલ્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સની વચ્ચે રમાનાર છે. ચાર ફ્રેચાઇજી દિલ્હી કેપિટલ,મુંબઇ ઇડિયંસ પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સે મુંબઇમાં પોતાનો આધાર સ્થાપિત કરી લીધો છે. પાંચમી ફ્રેચાઇજી કોલકતા નાઇટ રાઇડર્સ (કેકેઆર) પણ વર્તમાનમાં મુંબઇમાં સ્થિત છે પરંતુ તે તાકિદે ૧૧ એરિલે સનરાઇર્ઝ હૈદરાબાદની વિરૂધ્ધ પોતાની પહેલી મેચ રવા માટે ચેન્નાઇનું વલણ કરશે