Western Times News

Gujarati News

IPL ૨૦૨૨ માટે ૮ ટીમોએ કુલ ૨૭ ખેલાડીઓને રિટેઈન કર્યા છે

File

મુંબઇ, આઇપીએલ ૨૦૨૨ માટે ૮ ટીમોએ કુલ ૨૭ ખેલાડીઓને રિટેન કર્યા છે. તેમાં ૮ વિદેશીઓનો પણ સમાવેશ થાય છે. ચેન્નાઈ સુપર કિંગ્સ,મુંબઈ ઈન્ડિયન્સ,કેકેઆર અને દિલ્હી કેપિટલ્સે ૪-૪ ખેલાડીઓ રિટેન કર્યા છે. આરસીબીએ ૩, પંજાબ કિંગ્સે ૨, સનરાઇઝર્સ હૈદરાબાદે ૩ અને રાજસ્થાન રોયલ્સે પણ ૩ ખેલાડીઓને ટીમમાં રાખ્યા છે. આ ખેલાડીઓ પર ૨૬૯.૫ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.

જાે કે, રિટેન થયા બાદ પણ ૨૭માંથી ૪ ખેલાડીઓની સેલરી ઘટી ગઇ છે. તેમાં સીએસકેનો કેપ્ટન એમએસ ધોની પણ સામેલ છે. ન્યૂઝીલેન્ડના કેન વિલિયમસનને સૌથી વધુ ૧૧ કરોડ રૂપિયાનો ફાયદો મળ્યો છે.

ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ વિશે વાત કરીએ તો રવિન્દ્ર જાડેજાને સૌથી વધુ રૂ. ૧૬ કરોડમાં રિટેન કરવામાં આવ્યો છે. તે ટીમનો સૌથી મોંઘો ખેલાડી છે. છેલ્લી સિઝનમાં તેને ૭ કરોડ રૂપિયા મળ્યા હતા. એટલે કે તેને રૂ. ૯ કરોડનો ફાયદો થયો છે.

એમ કહી શકાય કે જાડેજાને બમણા કરતા પણ વધુ નફો થયો છે. કેપ્ટન એમએસ ધોનીને ૧૨ કરોડ મળશે. ગત સિઝનમાં તેને ૧૫ કરોડ રૂપિયા મળ્યા હતા. તેમને ૩ કરોડનું નુકસાન થયું છે. બીજી તરફ ઈંગ્લેન્ડના મોઈન અલીને એક કરોડના નફા સાથે ૮ કરોડમાં રિટેન કરવામાં આવ્યો છે. ઋતુરાજ ગાયકવાડે લાંબી છલાંગ લગાવી છે. ગત સિઝનમાં ઓરેન્જ કેપ જીતનાર ઋતુરાજને ૬ કરોડ રૂપિયામાં રિટેન કરવામાં આવ્યો છે. ગત સિઝનમાં તેને ૪૦ લાખ રૂપિયા મળ્યા હતા. એટલે કે તેની સેલરીમાં ૧૫ ગણો ઉછાળો આવ્યો છે.

દિલ્હી કેપિટલ્સે કેપ્ટન ઋષભ પંતને ૧૬ કરોડમાં રિટેન કર્યો છે. ગત સિઝનમાં તેને ૧૫ કરોડ રૂપિયા મળ્યા હતા. લેફ્ટ હેન્ડ સ્પિનર અક્ષર પટેલને ૫ કરોડને બદલે ૯ કરોડ, પૃથ્વી શૉને ૧.૨ કરોડને બદલે ૭.૫ કરોડ અને એનરિક નોર્કિયાને ૮૯ લાખને બદલે ૬.૫ કરોડમાં ટીમમાં જગ્યા મળી છે.

મુંબઈ ઈન્ડિયન્સે કેપ્ટન રોહિત શર્માને ૧૬ કરોડ રૂપિયામાં રિટેન કર્યા છે. ગત સિઝનમાં તેને ૧૫ કરોડ રૂપિયા મળ્યા હતા. જસપ્રીત બુમરાહને ૭ને બદલે ૧૨ કરોડ, સૂર્યકુમાર યાદવને ૩.૨ને બદલે ૮ કરોડ અને કિરોન પોલાર્ડને ૫.૪ને બદલે ૬ કરોડ મળશે. એટલે કે બુમરાહને ૫ કરોડ અને સૂર્યકુમારને ૪.૮ કરોડનો મોટો ફાયદો થયો છે.

આરસીબીએ વિરાટ કોહલીને ૧૫ કરોડ રૂપિયામાં રિટેન કર્યો છે. જાે કે તે હવે ટીમનો કેપ્ટન નથી, તેમ છતાં તે ટીમનો સૌથી મોંઘો ખેલાડી છે. ગત સિઝનમાં તેને ૧૭ કરોડ રૂપિયા મળ્યા હતા. એટલે કે તેમને ૨ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. ઓસ્ટ્રેલિયાના ગ્લેન મેક્સવેલને ગયા વર્ષે ઓક્શનમાં ટીમે ૧૪.૨૫ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આ વખતે તેને ૧૧ કરોડ રૂપિયામાં રિટેન કરવામાં આવ્યો છે. બીજી તરફ મોહમ્મદ સિરાજને ૨.૬ના બદલે ૭ કરોડ રૂપિયા મળશે.

રાજસ્થાન રોયલ્સે કેપ્ટન સંજુ સેમસનને ૧૪ કરોડમાં રિટેન કર્યો છે. છેલ્લી સિઝનમાં તેને ૮ કરોડ રૂપિયા મળ્યા હતા. એટલે કે તેમને ૬ કરોડનો લાભ મળ્યો છે. ઈંગ્લેન્ડના જાેસ બટલરને ૪.૪ કરોડને બદલે ૧૦ કરોડ જ્યારે યશસ્વી જયસ્વાલને ૨.૪ને બદલે ૪ કરોડ મળશે.

સનરાઇઝર્સ હૈદરાબાદે કેપ્ટન કેન વિલિયમસનને ૧૪ કરોડ રૂપિયામાં રિટેન કર્યો છે. ગત સિઝનમાં તેને માત્ર ૩ કરોડ રૂપિયા મળ્યા હતા. આ રીતે તેને ૧૧ કરોડનો ફાયદો થયો છે. જમ્મુ-કાશ્મીરના અબ્દુલ સમદને ૨૦ લાખને બદલે ૪ કરોડમાં અને અહીંના ઉમરાન મલિકને ૨૦ લાખને બદલે ૪ કરોડમાં રિટેન કરવામાં આવ્યા છે. એટલે કે બંને ખેલાડીઓએ જાેરદાર છલાંગ લગાવી છે.

કોલકાતા નાઈટ રાઈડર્સકેપ્ટન ઈયોન મોર્ગનને રિટેન કર્યો નથી. ટીમે આન્દ્રે રસેલને ૧૨ કરોડમાં રિટેન કર્યો છે. ગત સિઝનમાં તેને ૮.૫ રૂપિયા મળ્યા હતા. બીજી તરફ સુનીલ નારાયણને ૧૨.૫ના બદલે માત્ર ૬ કરોડ રૂપિયા જ મળશે. એટલે કે તેમને ૬.૫ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. વરુણ ચક્રવર્તીને ૪ને બદલે ૮ કરોડ મળશે જ્યારે વેંકટેશ અય્યરને ૨૦ લાખને બદલે ૮ કરોડ મળશે. એટલે કે ઐયરનો પગાર ૪૦ ગણો વધી ગયો છે.

પંજાબ કિંગ્સે મયંક અગ્રવાલને ૧૪ કરોડમાં રિટેન કર્યો છે. ગત સિઝનમાં તેને ૧૦ કરોડ રૂપિયા મળ્યા હતા. બીજી તરફ અર્શદીપ સિંહને ૨૦ લાખના બદલે ૪ કરોડ રૂપિયા મળશે. ટીમે ઓછામાં ઓછા માત્ર ૨ ખેલાડીઓને રિટેન કર્યા છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.