IPL 2022: 15 એપ્રિલ સુધીની મેચમાં 25% દર્શકોને પ્રવેશ મળશે
મુંબઈ, સ્ટેડિયમમાં જઈને IPLની મજા લેવાનું પ્લાનિંગ કરી રહેલા ઈન્ડિયન ક્રિકેટ ફેન્સ માટે સારા સમાચાર સામે આવ્યા છે. મહારાષ્ટ્ર સરકાર અને BCCIએ એક મહત્વપૂર્ણ બેઠકમાં 15 એપ્રિલ સુધી યોજાનારી મેચોમાં 25% દર્શકોને એન્ટ્રી આપવાનો નિર્ણય લીધો છે. તો બીજી બાજુ 15 એપ્રિલ પછી યોજાનારી મેચો અંગેનો નિર્ણય હવે પછી લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે IPL 26 માર્ચથી શરૂ થઈ રહી છે. જેમાં મુંબઈ અને પૂણેના ચાર સ્ટેડિયમમાં 70 લીગ મેચો રમાશે.