ધોનીના કારણે ફેન્સ મારા આઉટ થવાની પ્રાર્થના કરે છે
ચૈન્નઈ, બુધવારે ઈન્ડિયન પ્રીમિયર લીગ ૨૦૨૩ માટે ચેન્નઈ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિલ્સ વચ્ચે મેચ રમાઈ હતી, જેમાં દિલ્હીને ૨૭ રનથી હરાવીને ચેન્નઈએ આઈપીએલ પ્લેઓફની દિશામાં આગળનું પગલું ભરી દીધું છે. IPL 2023 Fans are praying for my exit because of Dhoni
DCની આઠ વિકેટ પર ૧૬૭ રનના જવાબમાં CSKની ટીમ આઠ વિકેટ પર ૧૪૦ રન જ બનાવી શકી હતી. આ મેચમાં ધોનીએ નવ બોલમાં ૨૦ રન બનાવ્યા હતા. જીત બાદ એવોર્ડ સેરેમની દરમિયાન રવિન્દ્ર જાડેજાને એક સવાલ પૂછવામાં આવ્યો તો મજાક-મજાકમાં જ પોતાની સાથે રહેલા સાવકા વ્યવહારની ફરિયાદ કરી, જે બાદ માહોલ મજેદાર થયો હતો. દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં ૧૬ બોલ પર ૨૧ રન અને એક વિકેટ ઝડપનારા રવિન્દ્ર જાડેજાએ કહ્યું હતું કે ‘જ્યારે હું સાતમા નંબર પર બેટિંગ કરવા માટે આવું છું ત્યારે દર્શકો નિરાશ થઈ જાય છે અને માહી ભાઈના નામના નારા લગાવે છે.
કલ્પના કરો કે, જાે હું બેટિંગ કરું છું ત્યારે તેઓ મારા આઉટ થવાની રાહ જુએ છે’, આટલું કહેતી વખતે તેના ચહેરા પર એક મોટું સ્મિત હતું. બીજી તરફ શાનદાર જીત બાદ પણ કેપ્ટન ધોની સંતુષ્ટ દેખાયો નહોતો અને પોતાના બેટિંગ યુનિટની ભૂલો ગણાવવા લાગ્યો હતો. બેટિંગમાં સીએસકેએ સારું પ્રદર્શન કરવું પડશે તેમ ધોનીએ કહ્યું હતું. આ સાથે ઉમેર્યું હતું કે ‘મારું કામ ચોગ્ગા અને છગ્ગા ફટકારવાનું છે.
હું જેટલા પણ બોલ રમું છું, તેમાં યોગદાન આપીને ખુશ છું. બીજા હાફમાં બોલ ટર્ન લઈ રહી હતી. અમારા સ્પિનરોએ બાઉન્ડ્રીનો પૂરતો ફાયદો ઉઠાવ્યો હતો. હું ઈચ્છતો હતો કે બોલર માત્ર વિકેટની શોધમાં ન રહે પરંતુ પોતાની સર્વશ્રેષ્ઠ બોલિંગ કરે. બેટિંગ સારું કરી શક્યા હોત. કેટલાક તેવા શોર્ટ્સ હતા, જેને આ પિચ પર રમવા જાેઈતા નહોતા. સારી વાત એ છે કે મોઈન અને જાડેજાને બેટિંગ કરવાની તક મળી. અંતિમ તબક્કા પહેલા તમામને બેટિંગની સારી પ્રેક્ટિસ થઈ ગઈ છે’.
આઈપીએલની ૫૫મી મેચ ચેન્નઈ અને દિલ્હી વચ્ચે બુધવારે (૯ મે) ચેપોક મેદાનમાં રમાઈ હતી. ચેન્નઈએ ૨૭ રનથી જીત મેળવી હતી અને આ સાથે સીઝનની તેની સાતમા જીત હતી, જેના કારણે ટીમ ૧૫ પોઈન્ટ્સ સાથે પોઈન્ટ્સ ટેબલમાં બીજા નંબર પર યથાવત્ છે. તો દિલ્હી કેપિટલ્સનો પ્લેઓફની રેસની આ સફર હાર સાથે લગભગ ખતમ થઈ ગયું છે. તેનું પ્લેઓફમાં પહોંચવું લગભગ અશક્ય છે.
દિલ્હી છેલ્લા ૧૩ વર્ષથી ચેપોકમાં ચેન્નઈને હરાવવામાં નિષ્ફળ રહ્યું છે. સીએસકેના કેપ્ટન ધોનીએ ટોસ જીતને પહેલા બેટિંગ કરવાનો ર્નિણય લીધો હતો. તેવામાં ચેન્નઈએ ૨૦ ઓવરમાં આઠ વિકેટના નુકસાન પર ૧૬૭ રન બનાવ્યા હતા.SS1MS