IPL 2023: મંગળવારે રમાયેલ મુકાબલામાં ગુજરાતના બેટર્સનું પ્રદર્શન નિરાશાજનક…
નવી દિલ્હી, મોહમ્મદ શમીની ઝંઝાવાતી બોલિંગ તથા કેપ્ટન હાર્દિક પંડ્યાની અણનમ અડધી સદી છતાં ગુજરાત ટાઈટન્સને દિલ્હી કેપિટલ્સ સામે પાંચ રને પરાજયનો સામનો કરવો પડ્યો હતો. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મંગળવારે રમાયેલો મુકાબલો અત્યંત રોમાંચક રહ્યો હતો. જેમાં અંતિમ ઓવરમાં દિલ્હી ટીમે બાજી મારી હતી. આ મેચ લો-સ્કોરિંગ રહી હતી. દિલ્હીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગનો ર્નિણય કર્યો હતો. IPL 2023 GT vs DC
જાેકે, મોહમ્મદ શમીની તોફાની બોલિંગ સામે દિલ્હીના બેટર્સ નિષ્ફળ રહ્યા હતા. પરંતુ અમન હકિમ ખાનની અડધી સદીની મદદથી દિલ્હીએ ૨૦ ઓવરમાં ૮ વિકેટે ૧૩૦ રન નોંધાવ્યા હતા. જેના જવાબમાં ગુજરાતના બેટર્સનું પ્રદર્શન પણ નિરાશાજનક રહ્યું હતું. હાર્દિક પંડ્યા ૫૯ રન નોંધાવીને અણનમ રહ્યો હતો તેમ છતાં તે ટીમને વિજય અપાવી શક્યો ન હતો.
ગુજરાતની ટીમ ૨૦ ઓવરમાં છ વિકેટે ૧૨૫ રન નોંધાવી શકી હતી. ગુજરાતને જીતવા માટે ૯ બોલમાં ૩૦ રનની જરૂર હતી ત્યારે રાહુલ તેવાટિયાએ ત્રણ બોલમાં ત્રણ સિક્સર ફટકારીને ગુજરાતને જીતની નજીક લાવી દીધું હતું. જાેકે, અંતિમ ઓવર અનુભવી ઈશાંત શર્માએ કરી હતી.
તેણે અંતિમ ઓવરમાં ૧૮ રનનો બચાવ કર્યો હતો અને ગુજરાતને વિજયથી વંચિત રાખ્યું હતું. ગુજરાત સામે ૧૩૧ રનનો લક્ષ્યાંક હતો અને હાર્દિક પંડ્યાની આગેવાનીવાળી ટીમની શરૂઆત પણ અત્યંત ખરાબ રહી હતી. રિદ્ધિમાન સહા ખાતું ખોલાવ્યા વગર આઉટ થયો હતો જ્યારે શુભમન ગિલ 6 જ રન નોંધાવી શક્યો હતો. વિજય શંકર 6 રન અને ડેવિડ મિલર ખાતું ખોલાવ્યા વગર પેવેલિયન ભેગા થયા હતા.
૩૪ રનમાં ગુજરાતે તેની ચાર મહત્વની વિકેટ ગુમાવી દીધી હતી. જાેકે, કેપ્ટન હાર્દિક પંડ્યાએ એક છેડો જાળવી રાખ્યો હતો. હાર્દિકને પહેલા અભિનવ મનોહર અને બાદમાં રાહુલ તેવાટિયાનો સાથ મળ્યો હતો. જાેકે, અણીના સમયે તેવાટિયા આઉટ થયો હતો અને ટીમને પરાજયનો સામનો કરવો પડ્યો હતો. મનોહર ૨૬ રન નોંધાવીને આઉટ થયો હતો. ગુજરાતને જીતવા માટે ૯ બોલમાં ૩૦ રનની જરૂર હતી ત્યારે તેવાટિયાએ સળંગ ત્રણ સિક્સર ફટકારી હતી.
જેના કારણે ગુજરાતને છ બોલમાં ૧૮ રન જાેઈતા હતા. જાેકે, ઈશાંત શર્માએ અંતિમ ઓવર શાનદાર કરી હતી. તેણે તેવાટિયાને પેવેલિયન ભેગો કર્યો હતો. તેવાટિયાએ સાત બોલમાં ૨૦ રન ફટકાર્યા હતા. જ્યારે હાર્દિક પંડ્યા ૫૩ બોલમાં સાત ચોગ્ગાની મદદથી ૫૯ રન નોંધાવીને અણનમ રહ્યો હતો. દિલ્હી માટે ખલીલ અહેમદ અને ઈશાંત શર્માએ બે-બે તથા એનરિક નોર્ટજે અને કુલદીપ યાદવને એક-એક સફળતા મળી હતી.SS1MS