Western Times News

Gujarati News

છેલ્લી લીગ મેચમાં GT સામે હાર્યા બાદ RCB પ્લેઓફમાંથી બહાર

બેંગ્લોર, ઈન્ડિયન પ્રીમિયર લીગ ૨૦૨૩ની ૭૦મી મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઈટન્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને ૬ વિકેટે હરાવ્યું હતું. આ હાર સાથે આરસીબી ટીમ ૧૪ પોઈન્ટ સાથે પ્લેઓફમાંથી બહાર થઈ ગઈ છે. આરસીબીની ખોટનો ફાયદો મુંબઈ ઈન્ડિયન્સને મળ્યો અને પ્લેઓફમાં પહોંચનારી ચોથી ટીમ બની. આ રીતે ફરી એકવાર આરસીબીનું આઈપીએલ ચેમ્પિયન બનવાનું સપનું અધૂરું રહી ગયું. IPL 2023 GT vs RCB

ટીમની નિરાશાજનક હાર બાદ ઝડપી બોલર મોહમ્મદ સિરાજ સંપૂર્ણપણે નિરાશ થઈ ગયો અને તે જમીન પર સૂઈ ગયો. તેના ચહેરા પરથી સ્પષ્ટ છે કે તેણે આખી સિઝન દરમિયાન તેની ટીમ માટે સખત મહેનત કરી પરંતુ તેમ છતાં ટીમ પ્લેઓફમાં પહોંચી શકી નહીં. ગુજરાત સામેની અંતિમ લીગ મેચમાં મોહમ્મદ સિરાજ સૌથી સફળ બોલર હતો, તેણે તેની ચાર ઓવરના સ્પેલમાં બે વિકેટ ઝડપી હતી.

આ સમગ્ર સિઝનની વાત કરીએ તો, તે ઇઝ્રમ્ માટે ૧૪ મેચમાં કુલ ૧૯ વિકેટ લેવામાં સફળ રહ્યો. આરસીબી અને ગુજરાત વચ્ચેની મેચમાં બંને ટીમો તરફથી એક-એક સદી આવી. આરસીબી માટે વિરાટ કોહલીએ જાેરદાર સદી ફટકારી હતી. આઈપીએલમાં વિરાટની આ સાતમી સદી હતી. તેની સદીના કારણે આરસીબી ૨૦ ઓવરમાં ૧૯૭ રન બનાવી શકી હતી. બીજી તરફ ગુજરાત તરફથી શુભમન ગિલ ૫૨ બોલમાં ૧૦૪ રન બનાવીને અણનમ રહ્યો હતો.

આ ઇનિંગમાં શુભમને ૫ ફોર અને ૮ સિક્સ પણ ફટકારી હતી. મેચ ગુજરાતે ટોસ જીતીને આરસીબીને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. વિરાટ કોહલી અને કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે પણ આરસીબી માટે જાેરદાર ઇનિંગ્સ રમી હતી. જેના કારણે ટીમે ગુજરાત સામે ૧૯૮ રનનો લક્ષ્યાંક રાખ્યો હતો. જાેકે, આરસીબીના બોલરો આ લક્ષ્યનો બચાવ કરી શક્યા ન હતા અને ગુજરાતે ૫ બોલ બાકી રહેતા ૬ વિકેટે મેચ જીતી લીધી હતી.

ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ ૧૪માંથી ૧૦ મેચ જીતીને ૨૦ પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે. આ સાથે જ સીએસકેની ટીમ ૧૭ પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. આ સિવાય લખનૌના પણ ૧૭ પોઈન્ટ છે અને તે ટેબલમાં ત્રીજા સ્થાને છે, જ્યારે મુંબઈ ૧૬ પોઈન્ટ સાથે પ્લેઓફમાં પહોંચનારી ચોથી ટીમ બની ગઈ છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.