Western Times News

Gujarati News

મુંબઈએ લખનૌ સુપર જાયન્ટ્‌સને 81 રને પરાજય આપ્યો

નવી દિલ્હી, કેમેરોન ગ્રીનની શાનદાર બેટિંગ બાદ આકાશ માધવાલની ઘાતક બોલિંગની મદદથી મુંબઈ ઈન્ડિયન્સે એલિમિનેટર મુકાબલામાં લખનૌ સુપર જાયન્ટ્‌સને 81 રને પરાજય આપ્યો હતો. આ સાથે જ લખનૌની ટીમ આઈપીએલ ટી૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટ ૨૦૨૩માંથી બહાર થઈ ગઈ હતી. IPL 2023 LSG vs MI

જ્યારે મુંબઈ હવે ફાઈનલમાં પહોંચવા માટે શુક્રવારે બીજી ક્વોલિફાયરમાં ગુજરાત ટાઈટન્સ વિરુદ્ધ ટકરાશે. પ્રથમ ક્વોલિફાયરમાં ગુજરાતનો ચેન્નઈ સુપર કિંગ્સ સામે પરાજય થયો હતો જે ૧૦મી વખત ફાઈનલમાં પહોંચ્યું છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતાં મુંબઈએ ૨૦ ઓવરમાં આઠ વિકેટે ૧૮૨ રનનો સ્કોર નોંધાવ્યો હતો જેમાં ગ્રીને સૌથી વધુ ૪૧ રન નોંધાવ્યા હતા.

જેના જવાબમાં લખનૌની ટીમ ૧૬.૩ ઓવરમાં ૧૦૧ રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. આકાશ માધવાલે ૩.૩ ઓવરમાં ફક્ત પાંચ રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી. લખનૌ સુપર જાયન્ટ્‌સ સામે ૧૮૩ રનનો લક્ષ્યાંક હતો. પરંતુ મુંબઈ ઈન્ડિયન્સના બોલર્સે ઘાતક બોલિંગ પ્રદર્શન કર્યું હતું જેની સામે લખનૌના બેટર્સ ઘૂંટણીયે પડી ગયા હતા. આકાશ માધવાલની ઝંઝાવાતી બોલિંગ સામે લખનૌના બેટર્સ કંઈ કમાલ કરી શક્યા ન હતા. ટીમની શરૂઆત ખરાબ રહી હતી.

ઓપનર પ્રેરક માંકડ ત્રણ અને કેપ્ટન કૃણાલ પંડ્યા આઠ રન નોંધાવીને આઉટ થઈ ગયા હતા. જ્યારે કાયલે માયર્સ પણ ૧૮ રન નોંધાવીને પેવેલિયન ભેગો થઈ ગયો હતો.

માર્ક્‌સ સ્ટોઈનિસે એક છેડો જાળવી રાખવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ૨૭ બોલમાં ૪૦ રન નોંધાવીને રન આઉટ થઈ ગયો હતો. તેણે પાંચ ચોગ્ગા અને એક સિક્સર ફટકારી હતી. આયુષ બદોની એક જ રન નોંધાવી શક્યો હતો જ્યારે નિકોલસ પૂરન ખાતું પણ ખોલાવી શક્યો ન હતો અને પ્રથમ બોલ પર જ આઉટ થઈ ગયો હતો.

દીપક હૂડાએ ૧૫, ગૌતમ બે તથા રવિ બિશ્નોઈએ ત્રણ રનનું યોગદાન આપ્યું હતું. મુંબઈ માટે આકાશ માધવાલે ૩.૩ ઓવરમાં ફક્ત પાંચ રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી. જ્યારે ક્રિસ જાેર્ડન અને પિયુષ ચાવલાને એક-એક સફળતા મળી હતી. મુંબઈ ઈન્ડિયન્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગનો ર્નિણય કર્યો હતો.

જાેકે, તેની શરૂઆત નિરાશાજનક રહી હતી. વિકેટકીપર ઈશાન કિશન અને કેપ્ટન રોહિત શર્માની ઓપનિંગ જાેડી અપેક્ષા પ્રમાણે શરૂઆત અપાવી શકી ન હતી. કિશન ૧૫ અને રોહિત શર્મા ૧૧ રન નોંધાવીને આઉટ થયો હતો. જાેકે, બાદમાં કેમેરોન ગ્રીન અને સૂર્યકુમાર યાદવની જાેડીએ બાજી સંભાળી હતી.

આ બંનેએ આક્રમક અંદાજમાં બેટિંગ કરી હતી અને ટીમના સ્કોરને પડકારજનક બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ગ્રીને ૨૩ બોલમાં છ ચોગ્ગા અને એક સિક્સર સાથે ૪૧ રન ફટકાર્યા હતા. જ્યારે સૂર્યકુમારે ૨૦ બોલમાં ૩૩ રનની ઈનિંગ્સ રમી હતી જેમાં બે ચોગ્ગા અને બે સિક્સર સામેલ હતી. આ બંને બેટર આઉટ થયા બાદ તિલક વર્મા અને નેહલ વાઢેરાએ ઉપયોગી ઈનિંગ્સ રમી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.