સંદીપ શર્માના No Ball ને કારણે Rajsthan Royals હાર્યુ
નવી દિલ્હી, IPL ૨૦૨૩ની ૫૨મી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદે રાજસ્થાન રોયલ્સને મેચના છેલ્લા બોલ પર ૪ વિકેટથી હરાવ્યું. છેલ્લા બોલમાં અબ્દુલ સમદે (૧૭) સિક્સર ફટકારીને પોતાની ટીમને જીત અપાવી હતી. સનરાઇઝર્સ હૈદરાબાદ માટે મેચની છેલ્લી ઓવર શાનદાર રહી હતી. IPL 2023 RR vs SRH
હૈદરાબાદને જીતવા માટે છેલ્લી ઓવરમાં ૧૭ રનની જરૂર હતી. જ્યારે રાજસ્થાનનો અનુભવી બોલર સંદીપ શર્મા બોલિંગ કરી રહ્યો હતો. જ્યારે અબ્દુલ સમદ ક્રિઝ પર હતો. સમદે પ્રથમ બોલ પર ૨ રન બનાવ્યા હતા. બીજા પર તેણે શાનદાર સિક્સ ફટકારી હત અને ત્રીજા બોલ પર તે ફરીથી બે રન લેવામાં સફળ રહ્યો.
જ્યારે તેણે ચોથા બોલ પર સિંગલ લીધો હતો. મેક્રો જેન્સને પણ પાંચમા બોલ પર સિંગલ ઓન સ્ટ્રાઈક લીધી હતી. હવે SRHને છેલ્લા બોલે જીતવા માટે ૫ રનની જરૂર હતી. જ્યારે સંદીપ શર્માએ છેલ્લો બોલ સમદને ફેંક્યો ત્યારે તેણે શોર્ટ માર્યો હતો પરંતુ આ શાર્ટમાં બોલ દૂર સુધી જઈ શક્યો ન હતો. જાે કે, સંદીપનો આ છેલ્લો બોલ નો બોલ હતો. સમદે ફ્રી હિટમાં સિક્સ ફટકારીને પોતાની ટીમને જીત અપાવી હતી. રાજસ્થાન રોયલ્સ તરફથી જાેસ બટલરે આક્રમક ઇનિંગ રમી હતી.
તેણે ૫૯ બોલમાં ૯૫ રન બનાવ્યા હતા. બટલરે તેની ઈનિંગમાં ૧૦ ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા હતા, જેમાં પ્રથમ વિકેટ માટે યશસ્વી જયસ્વાલ (૧૮ બોલમાં ૩૫ રન) અને ત્યારબાદ કેપ્ટન સંજુ સેમસન (૩૮ બોલમાં અણનમ ૬૬) સાથે બીજી વિકેટ માટે ૩૦ બોલમાં ૫૪ રન સામેલ હતા. બંને વચ્ચે ૮૧ રનમાં ૧૩૮ રનની પાર્ટનરશીપ નોંધાઈ હતી. સેમસને હૈદરાબાદ સામે સતત ચોથી અડધી સદીની ઇનિંગ રમી હતી. તેણે ઈનિંગમાં ચાર ચોગ્ગા અને પાંચ છગ્ગા ફટકાર્યા હતા.
રાજસ્થાન રોયલે ૨૦ ઓવરમાં ૨ વિકેટ ગુમાવીને કુલ ૨૧૪ રન ફટકાર્યા હતા. SRH ટાર્ગેટનો પીછો કરવા મેદાનમાં ઉતરી હતી અને પાવર પ્લેમાં સારી બેટિંગ કરી. ખાસ કરીને ટીમના ત્રણ ટોપ ઓર્ડર બેટ્સમેનોએ ટીમ માટે રન બનાવ્યા હતા. જેમાં ઓપનર અભિષેક શર્માએ ૩૪ બોલમાં ૫૫ રનની ઇનિંગ રમી હતી.
જે બાદ રાહુલ ત્રિપાઠીએ ૪૭ રન બનાવ્યા હતા. જ્યારે ઓપનર અનમોલપ્રીત સિંહે ૩૩ રન કર્યા હતા. સનરાઇઝર્સ હૈદરાબાદના ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારે પોતાની ૪ ઓવરમાં ૪૪ રન આપ્યા અને એક વિકેટ લીધી. એ જ રીતે માર્કો જેન્સને ૪ ઓવરમાં ૪૪ રન આપીને એક વિકેટ લીધી હતી. બાકીના બોલરો વિકેટ લેવામાં નિષ્ફળ રહ્યા હતા.SS1MS