Western Times News

Gujarati News

IPL2025: 18 વર્ષમાં પ્રથમ વખત બેંગ્લોરની ટીમ ચેમ્પિયન બની

(તસવીરોઃ જયેશ મોદી) અમદાવાદ, આઈપીએલ ૨૦૨૫ ટુર્નામેન્ટની ફાઈનલ મેચ મંગળવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ઉપર પંજાબ અને બંગ્લોર વચ્ચે રમાઈ હતી. જેમાં પંજાબે ટોસ જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય કર્યાે હતો. બેંગ્લોરવતી કોહલી અને સોલ્ટ ઓપનિંગ કરવા મેદાનમાં ઉતર્યા હતા.

પંજાબની ટીમના બોલરોની વેધક બોલિંગ સામે બેંગ્લોરના બેસ્ટમેનો સાવચેતીપૂર્વક રમતાં હતાં. પરંતુ સમયાંતરે બેંગ્લોરની વિકેટો પડવા લાગતાં બેટીંગ ટ્રેક ઉપર બેંગ્લોરની ટીમે ૨૦ ઓવરના અંતે ૧૯૦ રન બનાવ્યા હતા. આમ, પંજાબને ૧૯૧ રનનો ટાર્ગેટ આપ્યો હતો. ૧૦ ઓવર બાદ પીચમાં પણ થોડી મૂવમેન્ટ જોવા મળી હતી. પંજાબની ટીમ બેટીંગ કરવા ઉતરી હતી અને આ મુકાબલો ખૂબ જ રોચક બન્યો હતો. અંતે બેંગ્લોરની ટીમ પ્રથમ વખત આઈપીએલ ચેÂમ્પયનનો ખિતાબ મેળવવામાં સફળ રહી હતી.

બેંગ્લોરવતી સૌથી વધુ રન વિરાટ કોહલીએ બનાવ્યા હતાં. જોકે, તે પણ ૪૩ રન બનાવીને આઉટ થઈ જતાં ટીમ મુશ્કેલીમાં મુકાઈ હતી. ઓપનર સોલ્ટ માત્ર ૧૬ રન બનાવીને આઉટ થઈ જતાં બેંગ્લોરને ખરાબ શરૂઆતનો સામનો કરવો પડ્યો હતો. જોકે, ત્યારબાદ કેપ્ટન રજત પાટીદારે આક્રમક શોટો ફટકાર્યા હતાં. મયંક અગ્રવાલે ૨૪ રન બનાવીને આઉટ થઈ ગયો હતો.

જ્યારે રજત પાટીદારે ૨૬ રન બનાવ્યા હતા. લિવિંગ્સ્ટોને ૨૫ અને જીતેશ શર્માએ ૨૪ રન બનાવી ટીમના સ્કોરને ૧૮૦ને પાર કરાવ્યો હતો. પંજાબના સ્ટાર બોલર અર્શદીપે મેચની છેલ્લી ઓવરમાં ૩ વિકેટો ઝડપી હતી. જ્યારે જેમિસને પણ ૩ વિકેટો ઝડપી હતી. આ મેચમાં બંને ટીમોમાં કોઈ ફેરફાર કર્યા વિના આ મોટા મેચમાં પ્રવેશી હતી.

આ મેચ પહેલા અમદાવાદમાં વરસાદે થોડા સમય માટે મેચમાં વિક્ષેપ પાડ્‌યો હતો. પરંતુ રાહતની વાત એ હતી કે થોડીવારમાં વરસાદ બંધ થઈ ગયો હતો અને પછી સૂર્ય બહાર આવ્યો હતો. ૨૦૦૮ માં શરૂ થયેલી આ ટુર્નામેન્ટમાં બંને ટીમોએ ક્યારેય ટાઇટલ જીત્યું નહતું. આજની મેચમાં કૃણાલ પંડ્યાએ ગેમ ચેન્જિંગ બોલિંગ કરી હતી. તેણે ૪ ઓવરમાં માત્ર ૧૭ રન આપી મહત્ત્વપૂર્ણ બે વિકેટો ઝડપી હતી.

કૃણાલ પંડ્યાની બોલિંગ બાદ પંજાબની ટીમ દબાણમાં આવી ગઈ હતી અને રનરેટ વધવા લાગતાં પંજાબના બેટ્‌સમેનો દબાણમાં આવી ગયા હતા. પંજાબના કેપ્ટન અને મેચનો આધારસ્તંભ ગણાતા શ્રેયસ અય્યર ચેÂમ્પયશિપ મેચમાં જ માત્ર ૧ રન બનાવી આઉટ થઈ જતાં બેંગ્લોરની ટીમના ખેલાડીઓ ઉત્સાહમાં આવી ગયા હતા.

આ ઉપરાંત બેસ્ટમેન ઈંÂગ્લશ પણ આઉટ થઈ જતાં ટીમ દબાણમાં આવી ગઈ હતી. બીજી બાજુ, બેંગ્લોરની ટીમના બોલરો પંજાબના બેટ્‌સમેનોને સંયમમાં રાખતા રનરેટ વધી ગયો હતો.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.