Western Times News

Gujarati News

IPL કલોઝિંગ સેરેમનીમાં શંકર મહાદેવને સ્ટેડિયમમાં માહોલ જમાવ્યોઃ દેશભક્તિના ગીતો પર ઝૂમ્યા ફેન્સ

(એજન્સી)અમદાવાદ, પંજાબ કિંગ્સ અને આરબીસી વચ્ચે ઇન્ડિયન પ્રીમિયર લીગની ફાઇનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આજે રમાઈ રહી છે. જોકે, આ પહેલા આઈપીએલ ૨૦૨૫ની ક્લોઝિંગ સેરેમની શરૂ થઈ ગઈ હતી. જેમાં બોલિવૂડના જાણીતા સિંગર શંકર મહાદેવને દેશભક્તિના ગીતો ગાઈને સ્ટેડિયમનો માહોલ જમાવી દીધો હતો.

પંજાબ કિંગ્સ અને આરસીબી વચ્ચે ઇન્ડિયન પ્રીમિયર લીગની ફાઇનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આજે રમાઈ રહી છે. આ મેચને લઈને ક્રિકેટ પ્રેમીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ મેચને જોવા માટે દેશના અલગ-અલગ રાજ્યોમાંથી લોકો અમદાવાદ આવ્યા છે, તો વિદેશમાંથી પણ કેટલાક લોકો આ મેચને જોવા માટે અમદાવાદ આવી પહોંચ્યા છે. પંજાબ કિંગ્સ અને આરસીબી વચ્ચેની ફાઈનલ મેચને જોવા માટે મોટી સંખ્યામાં લોકો સ્ટેડિયમ ખાતે પહોંચી ગયા છે.

મેચ શરૂ થાય તે પહેલા જ આઈપીએલ૨૦૨૫ની ક્લોઝિંગ સેરેમની શરૂ થઈ ગઈ હતી. તેની થીમ ‘ઓપરેશન સિંદૂર’ રાખવામાં આવી છે. આઈપીએલ ૨૦૨૫ની ક્લોઝિંગ સેરેમનીમાં સૌથી પહેલાં બોલિવૂડના જાણીતા સિંગર શંકર મહાદેવને દેશભક્તિના ગીતો ગાઈને સ્ટેડિયમનો માહોલ જમાવી દીધો.

બોલિવૂડ સિંગર શંકર મહાદેવને ‘મૈં રહું ના રાહું, ભારત રહેના ચાહિયે…’,’એ વતન આબાદ રહે તું…’ જેવા ગીતો ગાયાં હતા. બોલિવૂડ સિંગર શંકર મહાદેવને તેમના પુત્રો સિદ્ધાર્થ અને શિવમ મહાદેવન સાથે પરફોર્મ કર્યું હતું.

તો નરેન્દ્ર મોદી સ્ટેડિમયમાં બી પ્રાકનું ગીત ‘તેરી મિટ્ટી’ શરૂ થતાં જ લોકો ‘ભારત માતાકી જય’ જેવા નારા લગાવવા લાગ્યા હતા. તો આ ગીત શરૂ થતાં જ આખું સ્ટેડિમય આ ગીત પર ઝૂમી ઉઠ્‌યું હતું.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.