IPL2025ની કોલકાતાના ઈડન ગાર્ડનમાં શરૂઆત: દિશાએ ઠુમકા લગાવી મહેફિલ લૂંટી

અને શાહરુખ ખાન સૌથી પહેલા કેમેરા પર જોવા મળ્યો- #ipl2025openingceremony
IPL2025નો રંગારંગ પ્રારંભ, દિશા પટાનીએ ઠુમકા લગાવી મહેફિલ લૂંટી
નવી દિલ્હી, IPL2025 ની શરૂઆત થઈ ગઈ છે. ઓપનિંગ સેરેમની કોલકાતાના ઈડન ગાર્ડનમાં યોજાઈ હતી. જ્યાં શાહરુખ ખાન સૌથી પહેલા કેમેરા પર જોવા મળ્યો અને તેમણે IPL2025 ને ઇન્ટ્રોડ્યુસ કર્યું.
ત્યારબાદ તેમણે પોતાની અવાજથી ફેન્સને ઉત્સાહિત કરી દીધા. શાહરુખ ખાને શ્રેયા ઘોષાલ, દિશા પટાની અને પંજાબી સિંગર કરણ ઔજલાની ઇવેન્ટ માટે પરિચય કરાવ્યો હતો.
સૌથી પહેલા શ્રેયા ઘોષાલ સ્ટેજ પર આવી અને તેમણે આમી જે તોમાર ગીતથી શરૂઆત કરી. ત્યારબાદ જિંદા હૈ તો, ઓમ શાંતિ ઓમ, કર હર મેદાન ફતેહ જેવા ગીતો ગાઈને મેદાનમાં ચાર ચાંદ લગાવી દીધા અને ફેન્સને ઉત્સાહિત કરી દીધા. શ્રેયા સાથે તેમની આખી ટીમ પણ હતી અને તેમનું પણ એટલું જ યોગદાન રહ્યું.
શ્રેયાએ પોતાનું અંતિમ ગીત ગાયું અને પછી પોતાના પરફોર્મન્સ પર વિરામ મૂક્્યો. શ્રેયા ઘોષાલ પછી દિશા પટાની પરફોર્મ કરવા માટે આવી. તેમણે સ્ટેજ પર ઠુમકા લગાવ્યા અને મલંગ સહિતના ગીતો પર ડાન્સ કર્યો. જે ૫ થી ૭ મિનિટ સુધી ચાલ્યો.
ત્યારબાદ કરણ ઔજલા પરફોર્મ કરવા માટે આવ્યો અને તેમણે પૂરેપૂરા ઉત્સાહ સાથે પરફોર્મ કર્યું. કરણ ઔજલાએ તૌબા તૌબા, માહોલ પૂરા વેવી, એન્ટીડોટ, વિનિંગ સ્પીચ, સોફ્ટલી જેવા ગીતો ગાયા, જેને ફેન્સને પૂરેપૂરો ઉત્સાહિત કરી દીધા.