IPL: વાયાકોમ 18 દ્વારા ભવિષ્યના ડિજિટલ પ્લેટફોર્મ્સમાં મૂડીરોકાણ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/06/IPL-Viacomm.jpg)
વાયાકોમ 18ના ત્રણ મોટા સાહસ:
ભારતીય ઉપખંડ માટે ડિજિટલ સ્ટ્રીમિંગ રાઇટ્સ જીત્યા, મેચના સ્પેશિયલ પેકેજ માટે ભારતના સ્ટ્રીમિંગ રાઇટ્સ હાંસલ કર્યા, ક્રિકેટ રમતાં મોટા દેશોમાં ટીવી અને ડિજિટલ પ્રસારણના હક્કો પણ મેળવ્યા
મુંબઈ, વાયાકોમ 18એ વર્ષ 2023થી 2027 સુધીની સીઝન માટે ભારતીય ઉપખંડમાં ઈન્ડિયન પ્રીમિયર લીગની મેચોને ડિજિટલી સ્ટ્રીમ કરવાના અધિકારો પ્રાપ્ત કર્યા છે. IPL: VIACOM18 INVESTS IN DIGITAL PLATFORMS OF THE FUTURE”
કંપનીએ દરેક સિઝનમાં 18 રમતોના વિશેષ પેકેજ માટે ભારતના ડિજિટલ અધિકારો પણ જીત્યા છે. વૈશ્વિક સ્તરે વાયાકોમ 18એ ક્રિકેટ રમતાં મુખ્ય રાષ્ટ્રો સહિત પાંચમાંથી ત્રણ આંતરરાષ્ટ્રીય પ્રદેશોમાં ટેલિવિઝન તેમજ ડિજિટલ અધિકારો પણ હાંસલ કર્યા છે.
વાયાકોમ 18એ પ્રતિષ્ઠિત બ્રોડકાસ્ટર્સ અને ડિજિટલ કંપનીઓને પાછળ છોડી દીધી છે અને પોતાની જાતને અગ્રણી ડિજિટલ મીડિયા, મનોરંજન અને રમતગમત ડેસ્ટિનેશન તરીકે સ્થાપિત કરી છે. તેની વ્યાપક પહોંચ, વ્યૂહાત્મક જોડાણ અને વધુ ને વધુ લોકપ્રિય સામગ્રી ધરાવતાં બૂકે સાથે વાયાકોમ 18ના ડિજિટલ પ્લેટફોર્મ ભારતમાં તેમજ વૈશ્વિક સ્તરે વસતાં ભારતીય સમુદાયને મનોરંજનનો રસથાળ પીરસવા માટે તૈયારી કરી રહ્યાં છે.
આઇપીએલ પ્રસારણ અધિકારો સાથે વાયાકોમ 18 ભારતના સૌથી મોટા રમતોત્સવને દેશના ખૂણે-ખૂણે લઈ જઈ શકશે. કંપની આઇપીએલ ભારતના દરેક ભાગમાં દરેક ભારતીયને ઉપલબ્ધ કરાવશે, જેમાં 60 મિલિયન ફ્રીડિશ હોમ્સનો સમાવેશ થાય છે જે આજે આ લોકપ્રિય સામગ્રીને ઍક્સેસ કરવામાં સક્ષમ નથી.
વાયાકોમ 18એ દર્શાવ્યું છે કે તે પરંપરાગત ટેલિવિઝન પ્રસારણને મજબૂત કરવાનું ચાલુ રાખીને ભવિષ્યના ડિજિટલ પ્લેટફોર્મનું નિર્માણ કરી રહ્યું છે. તે લાખો ભારતીય અને વૈશ્વિક ગ્રાહકોને શ્રેષ્ઠ સંભવિત ગ્રાહક અનુભવ પ્રદાન કરવા માટે અત્યાધુનિક ડિજિટલ કુશળતા ધરાવે છે. કંપનીના ડિજિટલ પ્લેટફોર્મ દરેક ગ્રાહકની પસંદગીની અને જરૂરિયાત મુજબની સામગ્રી પૂરી પાડવા માટે મોટા ડેટા એનાલિટિક્સ અને અનુમાનિત અલ્ગોરિધમ્સ દ્વારા ઉચ્ચ કક્ષાની સામગ્રી તેમજ ડિજિટલ કૌશલ્યના સંયોજનનો ઉપયોગ કરે છે.
ફૂટબોલ (ફિફા વર્લ્ડ કપ, લા લિગા, સેરી એ અને લીગ વન), બેડમિન્ટન, ટેનિસ અને બાસ્કેટબોલ (NBA)માં રમતગમતના ઘણા અધિકારો મેળવ્યા પછી ક્રિકેટમાં વાયાકોમ 18ની આ પ્રથમ મોટી સિદ્ધિ છે. આઇપીએલ અધિકારો વાયાકોમ 18 અને તેના પ્લેટફોર્મને દેશના સૌથી મોટા રમતગમતના ડેસ્ટિનેશન્સમાંનું એક બનાવે છે.
જાહેરાતકર્તાઓ માટે આ એક અસાધારણ તક હશે કે તેઓ મોટા, નાના, વધુ સુસંગત અને અત્યંત સંલગ્ન દર્શકો સુધી પહોંચી શકે. વાયાકોમ 18ની જિયો સાથે વ્યૂહાત્મક ભાગીદારીને કારણે જાહેરાતકર્તાઓ માટે ગ્રાહક સમૂહ સુધી પહોંચવાની તકો અપ્રતિમ રહેશે.
“રમતગમત આપણું મનોરંજન કરે છે, આપણને પ્રેરણા આપે છે અને આપણને એક સાથે લાવે છે. ક્રિકેટ અને આઈપીએલ શ્રેષ્ઠ રમત અને ભારતની સર્વશ્રેષ્ઠતાને પ્રતિબિંબિત કરે છે, તેથી જ અમે આ મહાન રમત અને આ અદ્દભૂત લીગ સાથેના અમારા જોડાણને વધુ ગાઢ બનાવવામાં ગર્વ અનુભવીએ છીએ.
અમે જે કંઈ કરીએ છીએ તેની જેમ જ, અમારું મિશન ક્રિકેટ ચાહકો જ્યાં પણ હોય ત્યાં – અમારા દેશના દરેક ભાગમાં અને વિશ્વભરમાં IPLનો આનંદદાયક અનુભવ પહોંચવાનો છે”, તેમ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ડિરેક્ટર શ્રીમતી નીતા અંબાણીએ જણાવ્યું હતું.