IPL2020: ત્રણ ટીમોનું પ્લેઓફમાં પહોંચવાનું લગભગ નક્કી
નવી દિલ્હી: આઇપીએલમાં અત્યાર સુધી કુલ ૪૩ મેચ રમાઈ ચૂકી છે. લીગ ચરણમાં હજુ ૧૩ મેચ રમાવાની બાકી છે. આ ૧૩ મેચ કોઈ જંગથી ઓછી નહીં હોય. દરેક મેચનું પરિણામ ટીમો માટે પ્લેઓફની આશા લઈને આવશે. એટલે કે આગામી ૧૦ દિવસમાં તમામ ટીમોની વચ્ચે જોરદાર ટક્કર જોવા મળશે.
પ્લેઓફની રેસમાં હાલ ત્રણ ટીમોનું પહોંચવાનું નક્કી માનવામાં આવે છે. પરંતુ એક સ્થાન માટે ચાર ટીમોની વચ્ચે ઘમાસાણ ચાલી રહ્યું છે. ધોનીની ચેન્નઈ સુપર કિંગ્સ હાલની સીઝનમાં પહેલા જ બહાર થઈ ચૂક્યું છે. મુંબઈ ઈન્ડિયન્સ, દિલ્હી કેપિટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોરનું આઇપીએલની પ્લેઓફમાં પહોંચવું લગભગ નક્કી છે.
આ ત્રણ ટીમોના ખાતામાં ૧૪-૧૪ પોઇન્ટ છે. મુંબઈની ટીમ હાલ પોઇન્ટ્સ ટેબલમાં ટૉપ પર છે
આ ત્રણ ટીમોના ખાતામાં ૧૪-૧૪ પોઇન્ટ છે. મુંબઈની ટીમ હાલ પોઇન્ટ્સ ટેબલમાં ટૉપ પર છે. મુંબઈનો નેટ રનરેટ ૧.૪૪૮ છે. ત્યારબાદ દિલ્હી અને આરસીબીનો નેટ રનરેટ પણ પ્લસમાં છે. દિલ્હીની ટીમને હજુ ૩ મેચ વધુ રમવાની છે. જ્યારે મુંબઈ અને બેંગલોરોની ટીમો ૪-૪ મેચ રમશે. જેથી આ ટીમોની અંતિમ ચારમાં પહોંચવું નક્કી માનવામાં આવે છે. શનિવારે કોલકાતા નાઇટ રાઇડર્સે દિલ્હી કેપિટલ્સની વિરુદ્ધ ૫૯ રનની શાનદાર જીત નોંધાવ્યા બાદ પ્લેઓફની આશા વધુ મજબૂત કરી લીધી છે.
કેકેઆરની ટીમ હાલ ૧૧ મેચોમાં ૧૨ પોઇન્ટની સાથે ચોથા નંબર પર છે.
કેકેઆરની ટીમ હાલ ૧૧ મેચોમાં ૧૨ પોઇન્ટની સાથે ચોથા નંબર પર છે. નેટ રનરેટના મામલામાં કેકેઆરની ટીમ માઇનસમાં છે. હાલ કેકેઆરનો રનરેટ (-૦.૪૭૬) છે. અનિલ કુંબલેની કોચિંગમાં આ ટીમે કમાલ કરી બતાવી છે. સતત ચાર મેચોમાં જીત નોંધાયા બાદ પંજાબની ટીમ પોઇન્ટ્સ ટેબલમાં પાંચમાં નંબર પર છે. પંજાબના ખાતામાં હાલ ૧૦ પોઇન્ટ છે. બાકી બચેલી ત્રણેય મેચ જીતીને પંજાબની ટીમ સીધી પ્લેઓફમાં આરામથી પહોંચી શકે છે. સનરાઇઝર્સની ટીમ હાલ છઠ્ઠા નંબરે છે.
સનરાઇઝર્સના ખાતામાં હાલ ૧૧ મેચોમાં ૮ પોઇન્ટસ છે. બાકી બચેલી મેચો સનરાઇઝર્સ માટે કરો યા મરોની લડાઈ છે.
સતત હારે આ ટીમને પસ્ત કરી દીધી છે. સનરાઇઝર્સના ખાતામાં હાલ ૧૧ મેચોમાં ૮ પોઇન્ટસ છે. બાકી બચેલી મેચો સનરાઇઝર્સ માટે કરો યા મરોની લડાઈ છે. રાજસ્થાન રોયલ્સના ખાતામાં હાલ ૧૧ મેચોમાં ૮ પોઇન્ટ્સ છે. એવામાં તેણે બાકી બચેલી ત્રણેય મેચ ઉપરાંત બીજી ટીમોના પરિણામ ઉપર પણ ર્નિભર રહેવું પડશે.