Western Times News

Gujarati News

ચેન્નઈ સુપર કિંગ્સ સામે રાજસ્થાન રોયલ્સનો વિજય

(IPL2020 cricket dubai Chennai super Kings CSK Rajasthan royals)

દુબઈ: બોલર્સના શાનદાર પ્રદર્શન બાદ જોસ બટલરની આક્રમક અણનમ અડધી સદીની મદદથી રાજસ્થાન રોયલ્સે સોમવારે અબુધાબી Abudhabi UAE ખાતે રમાયેલી મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સ સામે સાત વિકેટે આસાન વિજય નોંધાવ્યો હતો. સોમવારે રમાયેલી મેચમાં ચેન્નઈએ રાજસ્થાન સામે ૧૨૬ રનનો આસાન લક્ષ્યાંક મૂક્યો હતો.

જેને રાજસ્થાને ૧૭.૩ ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને પાર પાડ્યો હતો. અગાઉ ચેન્નઈએ નિરાશાજનક બેટિંગ પ્રદર્શન કરતા નિર્ધારીત ૨૦ ઓવરમાં પાંચ વિકેટે ૧૨૫ રન નોંધાવ્યા હતા. આ પરાજય સાથે જ આઈપીએલ ટી૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટની ૧૩મી સિઝનમાં ત્રણ વખતની ચેમ્પિયન ધોનીસેના માટે પ્લેઓફમાં પહોંચવાની આશાઓ ધૂંધળી બની રહી છે.

બીજી તરફ રાજસ્થાને પોતાની આશા જીવંત રાખી છે. જોકે, રાજસ્થાને હવે પછીની તેની તમામ મેચોમાં વિજય નોંધાવવો પડશે. ચેન્નઈ પાસે છ પોઈન્ટ છે અને તે પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે છે. જ્યારે રાજસ્થાન પાંચમાં ક્રમે છે. ૧૨૬ રનના આસાન લક્ષ્યાંકને પાર પાડવા મેદાનમાં ઉતરેલી રાજસ્થાન રોયલ્સ ટીમની શરૂઆત ખરાબ રહી હતી. ૨૮ રનમાં રાજસ્થાને ત્રણ વિકેટો ગુમાવી દીધી હતી. ઓપનર રોબિન ઉથપ્પા ચાર રન નોંધાવીને આઉટ થયો હતો જ્યારે સંજૂ સેમસન ખાતું પણ ખોલાવી શક્યો ન હતો.

બેન સ્ટોક્સ પણ ૧૯ રન નોંધાવીને પેવેલિયન ભેગો થયો હતો. બાદમાં કેપ્ટન સ્ટિવ સ્મિથ અને જોસ બટલરે બાજી સંભાળી હતી અને ટીમને વિજય અપાવ્યો હતો. એક તરફ બટલરે આક્રમક બેટિંગ કરી હતી તો બીજી તરફ સ્મિથની બેટિંગ ઘણી ધીમી રહી હતી. સ્મિથે ૩૪ બોલમાં બે ચોગ્ગા સાથે અણનમ ૨૬ રન નોંધાવ્યા હતા. જ્યારે બટલરે ૪૮ બોલમાં ૭૦ રનની અણનમ ઈનિંગ્સ રમી હતી. જેમાં સાત ચોગ્ગા અને બે સિક્સર સામેલ હતી. ચેન્નઈ માટે દીપક ચાહરે બે તથા જોશ હેઝલવૂડે એક વિકેટ ઝડપી હતી. અગાઉ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો ર્નિણય કરતા ચેન્નઈએ રાજસ્થાન રોયલ્સ સામે નિર્ધારીત ૨૦ ઓવરમાં પાંચ વિકેટે ૧૨૫ રનનો સ્કોર નોંધાવ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.