IPL: સુનિલ ગાવસ્કરે કોમેન્ટરી દરમિયાન વિરાટ-અનુષ્કા પર ટિપ્પણી કરતાં વિવાદ
નવી દિલ્હી, આઈપીએલ રમાતી હોય અને વિવાદના સર્જાય તેવુ શક્ય નથી.આઈપીએલમાં કોમેન્ટરી કરી રહેલા ભારતના પૂર્વ દિગ્ગજ બેટસમેન સુનિલ ગાવસકરે વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા પર વિવાદીત ટિપ્પણી કરી છે.જેને લઈને સનીની ટીકા થઈ રહી છે.
ગાવસકર વર્ષોથી કોમેન્ટરી કરે છે પણ ભાગ્યે જ તેમની કોમેન્ટ વિવાદીત હોય છે.જોકે આ વખતે સનીની પણ જીભ લપસી હોય તેમ લાગે છે.ગઈકાલે બેંગ્લોર અને પંજાબ વચ્ચેની મેચમાં કોહલીએ પહેલા તો ફિલ્ડિંગમાં રાહુલના બે કેચ છોડ્યા હતા.એ પછી બેટિંગમાં પણ કોહલીનો દેખાવ સાવ નિરાશાજનક રહ્યો હતો.જેના પર સનીએ કહ્યુ હતુ કે, એવુ લાગે છે કે, લોકડાઉનમાં કોહલીએ માત્ર અનુષ્કાની બોલીંગ સામે જ પ્રેક્ટિસ કરી છે.
Gavaskar during the match allegedly said: “Inhone lockdown me to bas Anushka ki bowling ki practice ki hain”. (Virat Kohli has only trained against Anushka’s bowling during the lockdown).
કોહલીના ખરાબ દેખાવમાં તેની પત્નીને પણ વચ્ચે લાવવાની સનીની ટિપ્પણીની ઘણા ટીકા કરી રહ્યા છે.કેટલાક તો તેમને કોમેન્ટરી પેનલમાંથી હટાવવાની પણ માંગ સોશ્યલ મીડિયા પર મુકી રહ્યા છે ત્યારે અનુષ્કાએ આ ટિપ્પણીનો જવાબ આપતા કહ્યુ છે કે, મિસ્ટર ગાવસકર, એ વાત સાચી છે કે તમે જે કહ્યુ તે સારુ નહોતુ પણ પતિની રમત માટે પત્નીને જવાબદાર ઠેરવવાનુ તમે કેમ વિચાર્યુ તે જણાવો તો મને સારુ લાગશે.હું જાણુ છું કે, આટલા વર્ષોની કોમેન્ટરી દરમિયાન તમે તમામ ક્રિકેટરની વ્યક્તિગત જિંદગીનુ સન્માન કર્યુ છે.તમને નથી લાગતુ કે આ સન્માન વિરાટ અને મારી જિંદગી માટે પણ તમારે રાખવુ જોઈતુ હતુ.