IPL2025 હરાજી પ્રક્રિયા રિયાધમાં નહીં પરંતુ જેદ્દાહમાં હાથ ધરવામાં આવશે
હરાજી પ્રક્રિયા ૨૪-૨૫ નવેમ્બરે જેદ્દાહમાં હાથ ધરાશે
નવી દિલ્હી, IPL2025ની મેગા ઓક્શન ક્યાં યોજાશે તે પ્રશ્ન સમાચારોમાં રહે છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું હતું કે મેગા ઓક્શન પ્રોગ્રામનું આયોજન સાઉદી અરેબિયાના રિયાધમાં કરવામાં આવશે. પરંતુ હવે સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી છે કે
હરાજી પ્રક્રિયા ૨૪-૨૫ નવેમ્બરે રિયાધમાં નહીં પરંતુ જેદ્દાહમાં હાથ ધરવામાં આવશે. કહેવામાં આવ્યું હતું કે હરાજીમાં માત્ર ૨૦૪ સ્લોટ ખાલી છે, જેના માટે એક હજારથી વધુ ખેલાડીઓ પોતાનો દાવો રજૂ કરશે. મેગા ઓક્શન હવે રિયાધને બદલે જેદ્દાહમાં થશે અને હરાજીની તારીખમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
આ અંગે તમામ ફ્રેન્ચાઈઝીને જાણ કરવામાં આવી છે. ૩૨૦ કેપ્ડ પ્લેયર્સ, ૧૨૨૪ અનકેપ્ડ પ્લેયર્સ અને એસોસિયેટ દેશોના ૩૦ પ્લેયર્સ હરાજીમાં પ્રવેશવાના છે. પરંતુ તેમાંથી માત્ર ૨૦૪ ખેલાડીઓ જ ખરીદી શકાશે. આ આંકડો તમને આશ્ચર્યચકિત કરી શકે છે કે ૈંઁન્ મેગા ઓક્શન માટે કુલ ૧,૫૭૬ ખેલાડીઓએ નોંધણી કરાવી છે.
આઈપીએલની તમામ ૧૦ ટીમોએ ૩૧ ઓક્ટોબરના રોજ પોતપોતાની રિટેન્શન લિસ્ટ બહાર પાડી હતી.
મેગા ઓક્શન પહેલા કુલ ૪૬ ખેલાડીઓને રિટેન કરવામાં આવ્યા હતા, જેના પર કુલ ૫૫૮.૫ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. રિટેન કરાયેલા ખેલાડીઓમાં હેનરિક ક્લાસેન સૌથી મોંઘો હતો, જેને સનરાઇઝર્સ હૈદરાબાદે રૂ. ૨૩ કરોડમાં રિટેન કર્યો હતો. બીજી તરફ, વિરાટ કોહલી ૈંઁન્ ઈતિહાસમાં સૌથી વધુ રકમ માટે રિટેન થનાર ખેલાડી બની ગયો છે. તેને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (ઇઝ્રમ્)એ ૨૧ કરોડ રૂપિયામાં જાળવી રાખ્યો છે.
રાજસ્થાન રોયલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ એવી બે ટીમ છે જેણે તમામ ૬ ખેલાડીઓને રિટેન કર્યા છે. આ ટીમો હવે હરાજીમાં રાઈટ ટુ મેચ કાર્ડનો ઉપયોગ કરી શકશે નહીં. મુંબઈ ઈન્ડિયન્સ, ચેન્નાઈ સુપર કિંગ્સ, લખનૌ સુપર જાયન્ટ્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ અને ગુજરાત ટાઈટન્સે પાંચ-પાંચ ખેલાડીઓને જાળવી રાખ્યા છે, તેથી આ ટીમોને કોઈપણ એક ખેલાડી પર રાઈટ ટુ મેચ કાર્ડનો ઉપયોગ કરવાની પરવાનગી હશે. આ દરમિયાન પંજાબ કિંગ્સે માત્ર ૨ ખેલાડીઓને રિટેન કરીને સૌને ચોંકાવી દીધા હતા. રિષભ પંત, જોસ બટલર, કેએલ રાહુલ અને શ્રેયસ અય્યર જેવા મોટા ખેલાડીઓ મેગા ઓક્શનમાં સામેલ થવા જઈ રહ્યા છે.
IPL ૨૦૨૫ ના ઓક્શન પહેલા રિટેન કરવામાં આવેલા ખેલાડીઓનું લિસ્ટ
ચેન્નાઈ સુપર કિંગ્સઃ રૂતુરાજ ગાયકવાડ, મતિશા પથિરાના, શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, એમએસ ધોની
દિલ્હી કેપિટલ્સઃ અક્ષર પટેલ, કુલદીપ યાદવ, ટ્રિસ્ટન સ્ટબ્સ, અભિષેક પોરેલ
ગુજરાત ટાઇટન્સઃ રાશિદ ખાન, શુભમન ગિલ, સાઇ સુદર્શન, રાહુલ તેવટિયા, શાહરૂખ ખાન
કોલકાતા નાઈટ રાઈડર્સઃ રિંકુ સિંહ, વરુણ ચક્રવર્તી, સુનીલ નારાયણ, આન્દ્રે રસેલ, હર્ષિત રાણા, રમનદીપ સિંહ,
લખનૌ સુપર જાયન્ટ્સઃ નિકોલસ પુરન, રવિ બિશ્નોઈ, મયંક યાદવ, મોહસીન ખાન, આયુષ બદૌની
મુંબઈ ઈન્ડિયન્સઃ જસપ્રિત બુમરાહ, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, રોહિત શર્મા, તિલક વર્મા
રાજસ્થાન રોયલ્સઃ સંજુ સેમસન, યશસ્વી જયસ્વાલ, રિયાન પરાગ, ધ્રુવ જુરેલ, શિમરોન હેટમાયર, સંદીપ શર્મા
સનરાઇઝર્સ હૈદરાબાદઃ પેટ કમિન્સ, અભિષેક શર્મા, નીતિશ કુમાર રેડ્ડી, હેનરિક ક્લાસેન, ટ્રેવિસ હેડ
પંજાબ કિંગ્સઃ શશાંક સિંહ, પ્રભસિમરન સિંહ
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરઃ વિરાટ કોહલી, રજત પાટીદાર, યશ દયાલ.