અરવલ્લી જિલ્લામાં SP તરીકે IPS શૈફાલી બરવાલે ચાર્જ સંભાળ્યો
(તસ્વીરઃ દિલીપ પુરોહિત, બાયડ) ગુજરાત પોલીસમાં થોડા સમય પહેલા મોટાપાયે ફેરફાર કરવામાં આવ્યો હતો. જેમાં ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા ૭૦ આઈપીએસની એક સાથે બદલી કરવામાં આવી હતી. જેના કારણે ‘કહીં ખુશી કહીં ગમ’ જેવો માહોલ સર્જાયો હતો.
કારણ કે કેટલાક અધિકારીઓને ક્રિમ પોસ્ટ પરથી હટાવીને સજા જેવી પોસ્ટ પર મૂકવામાં આવ્યા હતા, તો કેટલાકને સજા જેવી પોસ્ટ પરથી બહાર કાઢીને ક્રીમ ગણાતી પોસ્ટ મળી હતી. ત્યારે હવે અધિકારીઓ પોતાની બદલી થયેલી જગ્યા પર હાજર થઈ રહ્યા છે. ત્યારે આજે અરવલ્લી જીલ્લાના નવા પોલીસ જિલ્લા વડા તરીકે શૈફાલી બરવાલે વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો હતો
અરવલ્લી જિલ્લા પોલીસ વડા તરીકે આઈપીએસ શૈફાલી બરવાલે ચાર્જ લીધો છે. નવા આઈપીએસ તરીકેનો ચાર્જ સંભાળતા તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. અરવલ્લીમાં આઈપીએસ શૈફાલી બરવાલે આઈપીએસ તરીકે ચાર્જ સંભાળતા આ પ્રસંગે તત્કાલીન અરવલ્લી જીલ્લા આઈપીએસ સંજય ખરાત વિશેષ ઉપસ્થિત રહ્યા હતા
જિલ્લાના તમામ પોલીસ ઇન્સ્પેકટર તેમના સ્વાગત માટે જિલ્લા પોલીસ વડાની કચેરીએ આવી પહોંચ્યા હતા. તમામ પોલીસ ઈન્સપેક્ટર્સે શૈફાલી બરવાલનું પુષ્પ ગુચ્છ આપીને સ્વાગત કર્યું હતું.અને ગાર્ડ ઓફ ઓનર આપવમાં આવ્યું હતું જીલ્લા આઈપીએસ શૈફાલી બરવાલે વિધિવત ચાર્જ સંભળાતા પહેલા સુપ્રીધ્ધ યાત્રાધામ શામળાજી મંદિરમાં કાળીયા ઠાકોરના દર્શન કર્યા હતા આ પ્રસંગે મંદિરના ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહી સ્વાગત કર્યું હતું