ઇરા ખાને મિત્રો સાથે માણી પાયજામા પાર્ટીની મજા
મુંબઈ, બોલિવૂડ સુપરસ્ટાર આમિર ખાનની દીકરી ઇરા ખાનના લગ્ન ઉદેયપુરમાં થવાના છે. જ્યાં લગ્ન પહેલાં પ્રી વેડિંગ ફંક્શન્સ ધામધૂમથી કરવામાં આવી રહ્યા છે. આ ફંક્શનમાં આમિર ખાનની દીકરી ઇરા ખાને સંગીત પાર્ટી રાખી હતી. આ સંગીત ફંક્શન પછી સુપર સ્ટાર આમિર ખાનની દીકરીએ ઇરા સાથે મોડી રાત્રે પાયજામા પાર્ટી કરી હતી.
જ્યાં ઇરા ખાનના બધા મિત્રોઓએ મળીને ભરપૂર ધમાલ મસ્તી કરી હતી. આ તસવીરો હાલમાં સોશિયલ મિડીયામાં વાયરલ થવા લાગી રહી છે. ઇરા ખાને લગ્નના ફંક્શન્સની વચ્ચે દોસ્તો સાથે બહુ બધી મસ્તી કરી હતી. આ તસવીરો જોઇને ફેન્સ ફિદા થઇ ગયા છે. આ તસવીરો અદાકારે પોતાની ઇન્સ્ટા સ્ટોરીમાં બતાવી છે.
ઇરા ખાને જે પાયજામા પાર્ટી હોસ્ટ કરી હતી એની તસવીરો બહુ સુંદર છે. આ તસવીરો તમે પણ એક વાર જોશો તો ફિદા થઇ જશો. મજાની વાત તો એ છે કે આ પાયજામા પાર્ટીમાં આમિર ખાનના જમાઇ નુપૂર શિખરે લુંગી પહેરી હતી, જ્યાં લુંગી ડાન્સ પર મસ્ત અંદાજમાં ડાન્સ કર્યો છે. આ તસવીરોમાં તમે નુપૂરનો સુપર ડુપર અંદાજ જોઇને ખુશ થઇ જશો. ઇરા ખાને મિત્રો સાથે આ દરમિયાન દુલ્હનની સાથે મસ્ત અંદાજમાં તસવીરો ક્લિક કરાવી છે.
ઇરા ખાનની આ તસવીરો ઇન્સ્ટાગ્રામમાં આવતાની સાથે સોશિયલ મિડીયામાં છવાઇ ગઇ છે. આ પાર્ટીમાં તમે ઇરા ખાનનો અંદાજ જોઇ શકો છો. તમને જણાવી દઇએ કે ઇરા ખાન અને નૂપુરે નવેમ્બર ૨૦૨૨માં સગાઇ કરી હતી. ઇરાએ સગાઇમાં આમિર ખાન, રીના દત્તા અને આમિરની પૂર્વ પત્ની કિરણ રાવ સહિત અનેક પરિવારના લોકો હાજર રહ્યા હતા. એક્ટર ઇમરાન ખાન પણ આ પાર્ટીમાં શામેલ થયો હતો.SS1MS