ધમકી તો આપવાની નહીં, થાય તે કરી લેવું: ઈરાન

તેહરાન, ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે તે અમેરિકાના દબાણ હેઠળ કામ કરશે નહીં. આ સાથે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને પણ સ્પષ્ટપણે કહી દીધું છે કે ધમકીઓ આપવાની નહીં. તમારાથી થાય તે કરી લો. જે કરવું હોય કરો અમે દબાણમાં આવવાના નથી.
તાજેતરમાં ટ્રમ્પે ઈરાનના સર્વાેચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનાઈને એક પત્ર મોકલ્યો હતો, જેમાં તેમણે નવા પરમાણુ કરાર પર ચર્ચા કરવાની અપીલ કરી હતી. ત્યારે હવે ખામેનાઇએ આ પત્રનો જવાબ આપતાં વાતચીતનો ઈનકાર કરી દીધાની માહિતી મળી રહી છે.
ગઇકાલે ઈરાનના પ્રમુખ મસૂદ પેઝેશ્કિઆને કહ્યું કે અમારો દેશ કોઈપણ ધમકી હેઠળ અમેરિકા સાથે કામ નહીં કરે. અહેવાલ અનુસાર, તેમણે ટ્રમ્પને કહ્યું કે ‘તમને જે યોગ્ય લાગતું હોય તે કરો’. અમેરિકાએ અમને આદેશ ન આપવા, તે અમને ધમકાવતો હોય તેવું લાગે છે જે અમને જરાર સ્વીકાર્ય નથી.
અમે તમારી સાથે વાત પણ નહીં કરીએ. તમને જે યોગ્ય લાગે તે કરો.અગાઉ ખામેનાઈએ ટ્રમ્પને આડેહાથ લેતાં કહ્યું હતું કે, ‘કેટલીક ધમકી આપતી સરકારો વાતચીત પર આગ્રહ રાખી રહી છે.’ મને ખબર નથી કે કેટલાક વિદેશી નેતાઓ માટે દાદાગીરી સિવાય બીજો કયો શબ્દ વાપરવો. તેમની વાતો સમસ્યાઓ ઉકેલવા માટે નથી પણ દબાણ વધારવા માટે છે.SS1MS