જેરુસલેમ અને જોર્ડન ખીણમાંથી જીવંત પ્રસારણ દરમિયાન પત્રકારો સ્વ-બચાવ માટે જમીન સૂઈ ગયા હતા
‘ઈરાને કિંમત ચૂકવવી પડશે’: નેતન્યાહૂ
(એજન્સી)નવી દિલ્હી, ઈરાનના મિસાઈલ હુમલા બાદ ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કહ્યું કે ઈરાને મિસાઈલ છોડીને મોટી ભૂલ કરી છે. જેરુસલેમમાં સુરક્ષા કેબિનેટની બેઠક દરમિયાન તેમણે કહ્યું કે ઈરાને તેની કિંમત ચૂકવવી પડશે. નેતન્યાહુએ કહ્યું કે ગઈકાલની સાંજે ઇઝરાયેલ પર ઈરાનનો હુમલો “નિષ્ફળ” રહ્યો હતો. તેમણે કર્યું કે અમારા સમર્થન માટે અમેરિકાનો આભાર માન્યો છે.
તેમણે કહ્યું કે વિશ્વમાં સૌથી વધુ આધુનિક ઇઝરાયેલની એર ડિફેન્સ છે, જેના થકી અમે ઈરાનના હુમલાને નિષ્ફળ બનાવ્યો છે. ઈઝરાયેલના અધિકારીઓના જણાવ્યા અનુસાર આ હુમલામાં લગભગ ૨૦૦થી વધુ મિસાઈલો છોડવામાં આવી હતી.
Dear #Hezbollah leader #Nasrallah
#Karma never loses an address 🖕🏻And if #KamalaHarris wins, ‘this’ ⬇️
“But when you see Jerusalem surrounded by armies, then know that its desolation is near.”
Trust me, ‘this’ is the last thing this world wants~#Beirut,#Lebanon,#IDF,
🔊⬇️ pic.twitter.com/i4klHx3Ptu— TruthInBytes (@bytesintruth) September 27, 2024
ઇઝરાયેલી સંરક્ષણ દળોએ જણાવ્યું હતું કે તેમાંથી સંખ્યાબંધ મિસાઈલોને તોડી પાડી હતી, જો કે વેસ્ટબેન્કમાં એક પેલેસ્ટિનિયનનું મૃત્યુ થયું હતું અને બે ઇઝરાયેલીઓ ઘાયલ થયા હતા કારણ કે આ વિસ્તારમાં છરા અને મિસાઈલનો કાટમાળ પડ્યો હતો, જેના કારણે નુકસાન થયું હતું અને આગ લાગી હતી.
વિસ્ફોટોનો અવાજ આખા ઈઝરાયેલમાં સંભળાયો હતો. જેરુસલેમ અને જોર્ડન ખીણમાંથી જીવંત પ્રસારણ દરમિયાન ટેલિવિઝનના પત્રકારો જમીન સૂઈ ગયા હતા જેથી હુમલાથી બચી શકાય. મધ્ય ઇઝરાયેલના ગેડેરામાં એક શાળા પર મિસાઈનો વિસ્ફોટ થયો હતો.
જોકે આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી. હોમ ળન્ટ કમાન્ડના વડા મેજર જનરલ રફી મિલોએ અસરગ્રસ્ત સ્થળની મુલાકાત લીધી હતી. ધ ટાઇમ્સ ઓફ ઇઝરાયેલ અનુસાર, આઈડીએફએ કહ્યું કે ઇઝરાયેલની હવાઈ સંરક્ષણ અત્યંત અસરકારક છે. સૈન્યના જણાવ્યા અનુસાર, યુએસએ સમય પહેલા ઈરાન તરફથી ખતરો શોધીને અને કેટલીક મિસાઈલોને અટકાવીને ઈઝરાયેલને સુરક્ષિત કરવામાં મદદ કરી હતી. આઈડીએફએ જણાવ્યું હતું કે મધ્ય ઇઝરાયેલમાં અલગ-અલગ અસરો છે.
દક્ષિણ ઇઝરાયેલ વધુ અસરગ્રસ્ત છે. એ પણ કહ્યું કે આ હુમલામાં ઈઝરાયેલની એરફોર્સની ક્ષમતાને કોઈ નુકસાન થયું નથી. આઈએએફ એરક્રાફ્ટ, એર ડિફેન્સ અને એર ટ્રાફિક કંટ્રોલ સામાન્ય રીતે કામ કરી રહ્યા છે.
ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાક્ચીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર એક પોસ્ટ લખી હતી, જેમાં લખ્યું કે ઈરાનને ઈઝરાયેલ વિરુદ્ધ આત્મરક્ષા કરી છે, અને જ્યાં સુધી ઈઝરાયેલી શાસન આગળ જવાબી કાર્યવાહી કરવાનો નિર્ણય નથી કરતો, ત્યાં સુધી અમે હુમલો નહીં કરીએ. સશસ્ત્ર દળોએ કહ્યું કે ઇઝરાયલને ટેકો આપતા દેશો દ્વારા સીધા હસ્તક્ષેપની સ્થિતિમાં તેઓ ઇસ્લામિક રિપબ્લિક ઓફ ઇરાનના સશસ્ત્ર દળો દ્વારા શક્તિશાળી હુમલાનો સામનો કરવો પડશે.