ઈરાકે હિજબુલ્લાહ નેતાને ‘ન્યાયના માર્ગે શહીદ’ ગણાવ્યા
ઈરાન, ઈઝરાયેલના હવાઈ હુમલામાં હિજબુલ્લાહના નેતા હસન નસરલ્લાહના મોત બાદ ઈરાનમાં ખળભળાટ મચ્યો છે. આ ઘટના બાદ ઈરાન સંપૂર્ણ રીતે નર્વસ થતાં ૨ દિવસ પહેલા ઈઝરાયેલ પર ૨૦૦ મિસાઈલ છોડી હતી. ૨૭ સપ્ટેમ્બરે હિજબુલ્લાહના નેતા હસન નસરલ્લાહ ઈઝરાયેલના હુમલામાં માર્યો ગયો હતો. નસરલ્લાહના મોત બાદ વિસ્તારમાં તણાવ સતત વધી રહ્યો છે.
આ બધાની વચ્ચે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે કે નસરલ્લાહના મૃત્યુ બાદ ઈરાક સહિત ઘણા દેશોમાં માતા-પિતા તેમના નવજાત બાળકોનું નામ નસરલ્લાહ રાખી રહ્યા છે.નસરલ્લાહના મોતને પગલે મધ્ય પૂર્વના અન્ય દેશોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. બગદાદ સહિત ઈરાકના કેટલાક ભાગોમાં મોટા પાયે દેખાવો થયા.
વિશ્વભરમાં ઇસ્લામના અનુયાયીઓ નસરલ્લાહના મૃત્યુ પર ઇઝરાયેલને દોષી બતાવી રહ્યા છે. જો કે, હવે ઇરાકમાં ૧૦૦ નવજાત બાળકોના નામ હિજબુલ્લાહના ચીફ હસન નસરલ્લાહના નામ પર રાખવામાં આવ્યા છે.હિજબુલ્લાહના વડા હસન નસરલ્લાહને ઘણા આરબ દેશોમાં ઇઝરાયેલ અને પશ્ચિમી પ્રભાવો સામે પ્રતિકારના પ્રતીકના રૂપમાં જોવે છે.
એટલા માટે ઇરાકી પ્રધાનમંત્રી મોહમ્મદ શિયા અલ-સુદાનીએ હસન નસરલ્લાહને ‘ન્યાયના માર્ગ ઉપર શહીદ’ ગણાવ્યા હતા. તેમણે ઈઝરાયેલના હવાઈ હુમલામાં નસરલ્લાહની હત્યાને આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન પણ ગણાવ્યું હતું.
ઇઝરાયેલના હવાઈ હુમલામાં જૂથના અગાઉના નેતા અબ્બાસ અલ-મુસાવીની હત્યા બાદ નસરાલ્લાહે ૧૯૯૨થી આતંકવાદી જૂથના વડા તરીકેનો પદભાર સંભાળ્યો હતો. નસરલ્લાહના નેતૃત્વમાં હિજબુલ્લાહ લેબનોનમાં એક રાજકીય તાકાત તરીકે વિકસ્યું અને મધ્ય પૂર્વના ભૌગોલિક રાજકારણમાં એક મુખ્ય ખેલાડી તરીકે ઉભરી આવ્યું, જેમાં ઈરાને મુખ્ય ભૂમિકા ભજવી હતી.
હિજબુલ્લાહે ઈઝરાયેલ વિરુદ્ધ પોતાના હુમલાઓ વધારવા માટે ઈરાક અને યમનમાં હમાસ, હુથી અને અન્ય સંગઠનોને તેની મિસાઈલો અને રોકેટ પૂરા પાડ્યા હતા.
હવાઈ હુમલામાં નસરાલ્લાહ માર્યા ગયા બાદ ઇઝરાયેલે લેબનોનમાં સીમિત જમીન આક્રમણ શરૂ કર્યું. લેબનીઝ સરકાર અનુસાર લગભગ એક વર્ષ સુધી ચાલેલી લડાઈમાં ૧,૯૦૦થી વધુ લોકો માર્યા ગયા છે અને ૯,૦૦૦થી વધુ ઘાયલ થયા છે. જેમાં મોટાભાગનાના મોત છેલ્લા બે અઠવાડિયામાં થયા છે.SS1MS