ઈરફાનને બતાવવામાં આવ્યો આગામી આતંકી હાફિઝ સઇદ
જે પછી પૂર્વ ભારતીય ઓલરાઉન્ડર ઈરફાને સ્ક્રીનશોટ શેર કરતા લખ્યું કે આ કેટલાક લોકોની માનસિકતા છે
નવી દિલ્હી, પોતાની ઘાતક બોલિંગથી દુનિયાના મોટા-મોટા બેટ્સમેનોને પરેશાન કરનાર પૂર્વ ઓલરાઉન્ડર ઈરફાન પઠાણ ટિ્વટર પર પોતાના પર કરેલ એક કોમેન્ટને લઈને નિરાશ છે. એક ટિ્વટર યૂઝર્સે ઇરફાન પઠાણ માટે લખ્યું કે, એવું લાગી રહ્યું છે કે તે આતંકી હાફિઝ સઈદ બનવા માંગે છે.
જે પછી પૂર્વ ભારતીય ઓલરાઉન્ડરે સ્ક્રીનશોટ શેર કરતા લખ્યું કે આ કેટલાક લોકોની માનસિકતા છે. આપણે ક્યાં પહોંચ્યા છીએ ? શરમજનક અને ખરાબ. હવે અભિનેત્રી ઋચા ચઠ્ઠાએ આ મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપી છે. તેણે લખ્યું કે આ ફેક એકાઉન્ટ છે. આ વાસ્તવિક વ્યક્તિ નથી. ઋચાની આ પ્રતિક્રિયા પર ઈરફાન પઠાણે કહ્યું કે કોઈ તો તેને મેનેજ તો કરી જ રહ્યું છે ને.
ઇરફાન પઠાણ સામે ખરાબ કોમેન્ટ ઈરફાન પઠાણે થોડા સમય પહેલા જ ગ્રેગ ચેપલ પર નિવેદન આપતા કહ્યું હતું કે, તેની કારકિર્દી બર્બાદ કરવા માટે ફક્ત ગ્રેગ ચેપલને દોષ આપવો યોગ્ય નથી. આ ન્યૂઝ એક ખાનગી ચેનલે પોતાના ટિ્વટર હેન્ડલથી શેર કર્યા હતા. આ ન્યૂઝ પર એક ટિ્વટર એકાઉન્ટથી ખરાબ કોમેન્ટ કરવામાં આવી હતી.
જેમાં લખવામાં આવ્યું હતું કે ઈરફાન પઠાણ આગામી હાફિઝ સઈદ બનવાની પોતાની ઈચ્છાને છીપાવી શકતો નથી. ઉલ્લેખનીય છે કે, ઈરફાન પઠાણે જામિયા મુદ્દા ઉપર પણ નિવેદન કર્યું હતું. ઈરફાન પઠાણે કહ્યું હતું કે જામિયામાં કોઈ એક ધર્મના લોકો ભણતા નથી. ઈરફાને જામિયા પર ટિ્વટ કરતા પહેલા દરેક ધર્મના લોકો સાથે વાત કરી હતી.