Western Times News

Gujarati News

IRIA અને એશિયન રેડિયોલોજી ફોરમ દ્વારા ૭૩મી વાર્ષિક કોન્ફરન્સનું ગાંધીનગર ખાતે આયોજન

અમદાવાદ, ઇન્ડિયન રેડિયોલોજિકલ એન્ડ ઈમેજિંગ એસોસિએશન (આઇઆરઆઈએ)એ દેશભરના ૧૭,૦૦૦ કરતાં વધુ રેડિયોલોજિટ્‌સની બનેલી અને ડાયગ્નોસ્ટિક રેડિયોલોજિકલ, ઈમેજિંગ મોડેલિટીઝ, ઇન્ટરવેન્શનલ રેડિયોલોજી અને અન્ય સંબંધિત સબસ્પેશિયાલિટીઝ/ સુપર સ્પેશિયાલિટીઝના અભ્યાસ, પ્રેક્ટિસને પ્રમોટ કરતી સંસ્થા છે. ડા. હેમંત પટેલ જેઓ અમદાવાદ, ગુજરાતના વતની છે તેઓ આઇઆરઆઇએના નેશનલ પ્રેસિડેન્ટ છે.

ઈન્ડિયન રેડિયોલોજિકલ એન્ડ ઇમેજિંગ એસોસિએશન (IRIA) તા, ૨૩મી થી ૨૬મી જાન્યુઆરી, ૨૦૨૦દરમિયાન મહાત્મા મંદિર કન્વેશન સેન્ટર, ગાંધીનગર ખાતે યોજાનાર એશિયન રેડિયોલોજી ફોરમ અને આઈઆરઆઈએની ૭૩મી વાર્ષિક કોન્ફરન્સનું યજમાનપદ સંભાળશે. ભારત અને વિશ્વના જાપાન, યુએસએ, યુકે, હોંગકોંગ, નેપાળ, બાંગલાદેશ, જર્મની, ઓમાન અને બીજા ઘણા દેશોમાંથી ૪૦૦૦થી વધુ પ્રતિનિધિઓ અને વિખ્યાત રેડિયોલોજિસ્ટ્રેટ્‌સ આમાં ભાગ લેશે.

આ કોન્ફરન્સમાં વ્યાખ્યાનો, વિશદ ચર્ચાઓ, અતિથિવ્યાખ્યાનો, વર્કશોપ્સ, સિમ્પોસિયા અને અન્ય સાયન્ટિફિક અને ટેકનિકલ ડેલિબરેશન્સનું આયોજન કરવામાં આવશે જેનાથી રેડિયોલોજિટ્‌સને રેડિયોલોજી અને ઇમેજિંગની સુવિધાઓના ક્ષેત્રની આધુનિકતમ ટેકનિકો જાણવાનો લાભ મળી રહેશે. કોન્ફરન્સનો હેતુ દરિયાપાર જ્ઞાનનું આદાન-પ્રદાન, નવા આઇડિયાઝ, નવા સંશોધનોનું શેરિંગ અને રેડિયોલોજીના ક્ષેત્રના અપડેટ્‌સની આપલેનો છે.

કોન્ફરન્સના કાર્યક્મની થોડીકઝલક વિદ્વાન રેડિયોલોજિદ્વારા એવોર્ડસ અને વક્તવ્યો, ફીટલ ઈમેજિંગ, બ્રેસ્ટ અને મક્યુલોસ્કેલેટલ ઈમેજિંગ પર લાઈવ અસ્ટ્રાસાઉન્ડ વર્કશોપ્સ, આર્મ્ડ ફોર્સ રેડિયોલોજિસ્ટ્‌સ દ્વારા લેક્ટરસેશન્સ (વ્યાખ્યાનસત્રો), એશિયન રેડિયોલોજી ફોરમ, યુરોપિયન રેડિયોલોજી સોસાયટી જેવા વિદેશી રેડિયોલોજિકલ એસોસિએશન્સ દ્વારા સેશન્સ, ઊગતા રેડિયોલોજિટ્‌સ માટે રેડિયોલોજિસ્ટ મેન્ટરશીપ પ્રોગ્રામ, ગર્ભજાતિ પરીક્ષણ પર પ્રતિબંધ અંગેના કાયદા પર ચર્ચાઓ, યુવાઆવાઝ-ફ્રેટરનિટીના ઉત્સાહી અને તેજસ્વી યુવા રેડિયોલોજિસ્ટ્રેસ દ્વારા વક્તવ્યો, રેડિયોલોજી અને જીવન-આઈઆઈએમટીમ દ્વારા કઈ રીતે વેધીરેડિયોલોજિસ્ટ્‌સ બની શકાય તથા સ્પેશિયાલિટીના વિદ્વાન ડાક્ટરો દ્વારા વાર્તાલાપ, રન ફોર રેડિયોલોજી વિવિધ રેડિયોલોજિકલ ઓટોમેશન પ્રોવાઈડ કરનાર કંપનીઓ પણ એશિયન રેડિયોલોજી ફોરમ અને આઇઆરઆઇએની ૭૩મી વાર્ષિક કોન્ફરન્સમાં સક્રિય રીતે ભાગ લઈ રહેલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.