Western Times News

Gujarati News

ગ્રામ પંચાયતમાં ચાલી રહી હતી ગેરરીતિઓ- TDOએ ફરિયાદ નોંધાવી

નદીસર ગ્રામ પંચાયતમાં ૧૯ જેટલા કામોમાં ગેરરીતિઓ મામલે ૧૨ જેટલા શખ્સો સામે ગોધરા ટીડીઓએ પોલીસ ફરિયાદ નોંધાવી

(પ્રતિનિધિ)ગોધરા, ગોધરા તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી ધર્મિષ્ઠા ગાંવિકે આપેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે ગોધરા તાલુકામાં સમાવિષ્ટ નદીસર ગ્રામ પંચાયતમાં ૩૩ જેટલા વિકાસ લક્ષી કામો પૈકી ૧૯ જેટલા કામોમાં મોટાપાયે ગેરરીતિ આચરીને ૧૨ જેટલા ભેજાબાજાેએ એકબીજાના મેળાપણથી

તાલુકા પંચાયત હેઠળ આવેલ નદીસર ગ્રામ પંચાયત માં સરકાર દ્વારા વિવિધ વિકાસ લક્ષી યોજનાઓમાં ૧૪ અને ૧૫ માં નાણાપંચના ગ્રામ્યકક્ષાએ વર્ષ ૨૦૧૫ -૧૬ દરમ્યાન ચાર કામો વર્ષ ૨૦૧૬-૧૭ માં સાત કામો ૨૦૧૭-૧૮ માં પાંચ કામો વર્ષ ૨૦૧૮-૧૯ માં છ કામો અને વર્ષ ૨૦૧૯-૨૦ માં ૧૧ કામો મળી કુલ ૩૩ કામો પૈકી ૧૯ કામોની તપાસ ટીમ દ્વારા તપાસણી હાથ ધરવામાં આવતા

વિકાસ ના કામો માત્ર કાગળ પર કરવામાં આવ્યા હોવાનું ઘટસ્ફોટ થતા જિલ્લા વિકાસ અધિકારીએ પોલીસ ફરિયાદ કરવાનો સીધો હુકમ ગોધરા તાલુકા વિકાસ અધિકારીને કરતા તેઓએ કુલ.રૂ,૪૮.૧૯ લાખની રકમ ની ગેરરીતિ ઉચાપત થઇ હોવાની ફરિયાદ કાંકણપુર પોલીસ મથકે નોંધાવતા ભ્રષ્ટાચારી ઓમા ભારે ફફડાટ ફેલાયો છે.

નદીસર અને છાપરી ગામમાં વિકાસના કામમાં ભ્ર્ષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનું તપાસ માં બહાર આવતા એક નિવૃત કાર્યપાલક ઈજનેર,એક નિવૃત અધિક મદદનીશ ઈજનેર,ચાર તત્કાલીન તલાટી,ચાર અધિક મદદનીશ ઈજનેર અને બે તત્કાલીન સરપંચ મળી કુલ.૧૨ ભેજાબાજાે વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે

આ તમામ ભેજાબાજાે સરકારના લાખ્ખો રૂપિયા ચાઉં કરી જતા આખરે ૮ વર્ષનો સમયગાળો વીત્યા બાદ આ સમગ્ર કૌભાંડ નો પર્દાફાશ થયો છે ૧૪ માં અને ૧૫ માં નાણાપંચના વિકાસના કામોમાં પેવર બ્લોક,,સી.સી રોડ, બોર,કુવા,ગટર લાઈન સહિતના કામોમાં જેતે સમયે ગેરરીતિ આચરવામાં આવી હતી

અને ભ્ર્ષ્ટાચારની ફરિયાદો ઉઠતા કમિટી દ્વારા તપાસ કરવામાં આવતા મોટાપાયે થયેલો ભ્રષ્ટાચાર ખુલ્લો પડ્યો હતો અને નિવૃત થયેલા સરકારી બાબુ ઓને હવે જેલમાં જવાનો વારો આવ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.