ઈરફાન ખાન અને નવાઝુદ્દીનના સંબંધમાં તિરાડનું કારણ તેની ગર્લફ્રેન્ડ હતી?
મુંબઈ, ફિલ્મ અભિનેતા Irfan Khanનું ૨૦૨૦માં ૫૩ વર્ષની વયે અવસાન થયું હતું. ઈરફાન ૨૦૧૮થી કેન્સર સામે લડી રહ્યા હતા. તેમને પેટના એક ગંભીર ઈન્ફેક્શનને કારણે મુંબઈની કોકિલાબેન અંબાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
ઈરફાન પોતાની પત્ની સુતાપા અને બે દીકરા બાબિલ અને અયાનને વિલાપ કરતા મૂકી ગયા છે. તાજેતરમાં એક્ટર Nawazuddin Siddiqui અને દિવંગત એક્ટર ઈરફાન ખાન વિશે એક વિચિત્ર વાત સામે આવી છે, જે વિશે કદાચ આજ સુધી કોઈએ વિચાર્યું પણ નહીં હોય. Irrfan Khan and Nawazuddin cracked due to a young woman
એક યુવતીના કારણે તેઓ બંને વચ્ચે તિરાડ પડી ગઈ હતી. નવાઝને ઈરફાનની ગર્લફ્રેન્ડ પસંદ હતી અને ત્યારથી તેમની વચ્ચે મતભેદ થવા લાગ્યા હતા. જ્યારે પણ ઈરફાન ખાનને પૂછવામાં આવ્યું કે શું તે નવાઝુદ્દીન સિદ્દિકી સાથે કડવા સંબંધ ધરાવે છે, ત્યારે તેણે આ પ્રશ્નનો જવાબ ટાળ્યો.
નવાઝુદ્દીન સિદ્દીકીએ પણ ઈરફાન માટે કંઈક આવું જ કર્યું હતું. પરંતુ, થોડા દિવસો પહેલા નવાઝના ભાઈ શમાસને આ જ પ્રશ્ન પૂછ્યો હતો. ત્યારે શમાસે જવાબ આપતા કહ્યું કે, ઈરફાન અને નવાઝ વચ્ચેની આ તિરાડ ત્યારે શરૂ થઈ કે જ્યારે નવાઝે એક યુવતીને ડેટ કરવાનું શરૂ કર્યું, જે ત્યારે ઈરફાનને ડેટ કરી રહી હતી.
નવાઝના ભાઈ શમાસે એવું પણ જણાવ્યું કે, ફિલ્મ ધ લંચબોક્સના શૂટિંગ દરમિયાન આ વિવાદ થયો હતો. એકવખત તો શૂટિંગનો એક આખો દિવસ પણ બરબાદ થઈ ગયો. નવાઝ અને ઈરફાન કહેતા હતા કે તેઓ સેટ પર ત્યારે જશે કે જ્યારે ત્યાં કોઈ હાજર ના હોય.
ગુજરાતના બરોડા શહેરમાં નવાઝુદ્દીન સિદ્દીકી ચીફ કેમિસ્ટ તરીકેનું કાર્ય કરી ચૂક્યો છે. ત્યારબાદ તે દિલ્હી ગયો અને ત્યાં પ્રતિષ્ઠિત નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં એડમિશન લીધું. આર્થિક તંગી હોવાને કારણે દિલ્હીમાં નવાઝુદ્દીન સિદ્દીકી વોચમેન તરીકેની નોકરી પણ કરી ચૂક્યો છે.
ત્યારબાદ તે મુંબઈ એક્ટર બનવા માટે આવ્યો અને અનુરાગ કશ્યપની ફિલ્મ ‘બ્લેક ફ્રાઈડે’થી નવાઝુદ્દીન સિદ્દીકીને ઓળખ મળી. વર્ષ ૨૦૧૨માં આવેલી ફિલ્મ પતંગમાં નવાઝુદ્દીન સિદ્દીકી જાેવા મળ્યો હતો અને આ ફિલ્મનું શૂટિંગ જૂના અમદાવાદના ખાડિયા વિસ્તારમાં આવેલી પોળોમાં થયું હતું.
આ ફિલ્મના શૂટિંગ માટે નવાઝુદ્દીન સિદ્દીકીએ અમદાવાદમાં ઘણાં દિવસો સુધી રખડપટ્ટી અને અવલોકન કર્યું હતું. આ સિવાય વર્ષ ૨૦૦૮માં આવેલી ફિલ્મ ‘ફિરાક’માં પણ નવાઝુદ્દીન સિદ્દીકીએ નાનકડો રોલ કર્યો હતો અને આ ફિલ્મનું બેકગ્રાઉન્ડ અમદાવાદ હતું.
ફિલ્મ ‘પતંગ’ના શૂટિંગ માટે નવાઝુદ્દીન સિદ્દીકી ઘણાં દિવસો સુધી અમદાવાદમાં રોકાયો હતો. ત્યારબાદ વર્ષ ૨૦૧૭માં આવેલી શાહરુખ ખાન સ્ટારર ફિલ્મ ‘રઈસ’ના શૂટિંગ માટે પણ નવાઝુદ્દીન સિદ્દીકી અમદાવાદ આવ્યો હતો. આ સિવાય વર્ષ ૨૦૧૭માં આવેલી ફિલ્મ ‘હરામખોર’નું શૂટિંગ પણ ગુજરાતના એક નાનકડા ગામમાં કરવામાં આવ્યું હતું.
હાલમાં જ આવેલી ફિલ્મ ‘મન્ટો’નું પણ ગુજરાતના કેટલાંક ભાગોમાં શૂટિંગ કરવામાં આવ્યું હતું. ફિલ્મ ‘મન્ટો’માં નવાઝુદ્દીન સિદ્દીકીએ લેખક સઆદત હસન મન્ટોની મુખ્ય ભૂમિકા ભજવી હતી.SS1MS