ઈરફાન ખાનનો પુત્ર બાબિલ ડિપ્રેશનમાં સરી પડ્યો
મુંબઈ, દિવંગત અભિનેતા ઈરફાન ખાનનો પુત્ર બાબિલ અત્યારે ડિપ્રેશનમાં છે. આ વાતનો ખુલાસો તેની માતા સુતાપા સિકદરે કર્યાે છે. સુતાપાએ તેમના બાળકને એકલા છોડી દેવાની વિનંતી કરી અને કહ્યું કે બાબિલ તેના પિતા ઈરફાન સાથે સરખામણી કરવાને કારણે ખુબ દબાણમાં છે.
તેની સરખામણી તેના પિતા સાથે ન કરો.દિવંગત અભિનેતા ઈરફાન ખાનનો પુત્ર બાબિલ આ સમયે ખૂબ જ નારાજ છે. તેના પર ઘણું દબાણ છે અને તે લગભગ ડિપ્રેશનમાં છે. આ ખુલાસો તેની માતા અને લેખક-નિર્માતા સુતાપા સિકદરે કર્યાે છે.
સુતાપાના જણાવ્યા અનુસાર, બાબિલ તેના પિતા ઈરફાન સાથે સતત સરખામણીને કારણે પરેશાન થઈ ગયો છે, જ્યારે પરિવાર હજુ પણ તેના જવાના આઘાતમાંથી બહાર આવ્યો નથી.સુતાપા સિકદરે કહ્યું,કે ‘બાબિલ પર ઘણું દબાણ છે અને મને તે યોગ્ય નથી લાગતું.
આવું દબાણ ન હોવું જોઈએ. ઈરફાન પર આવું દબાણ ક્યારેય નહોતું. જ્યારે તમારા પર કોઈ દબાણ નથી, ત્યારે તમારી પોતાની ઓળખ સામે આવે છે. તે માત્ર કામ વિશે નથી, પણ પિતાને ગુમાવવા વિશે પણ છે.સુતાપા સિકદરે વધુમાં કહ્યું, ‘તે અત્યારે લગભગ ડિપ્રેશનમાં છે.
તેનું કારણ તણાવ અને સરખામણી છે તે ખૂબ જ નબળો છે, અને તેની પાસે લડવાની ભાવના નથી. તેના પિતા ખૂબ જ મજબૂત હતા અને હું પણ હતી , પણ તે એવો નથી.
સુતાપાએ અભિષેકનું ઉદાહરણ આપ્યુંસુતાપાએ ફરી એક ઉદાહરણ આપ્યું અને કહ્યું, ‘હવે જેમ અભિષેક બચ્ચને આઈ વોન્ટ ટુ ટોકમાં સારું કામ કર્યું હતું, પરંતુ અમિતાભ બચ્ચન સાથે જે પણ સરખામણી કરવામાં આવી હતી, તે તેમની વિરુદ્ધ ગઈ હતી. મને લાગે છે કે બાબિલ એ જ વસ્તુમાંથી પસાર થઈ રહ્યો છે. મને આશા છે કે તે આમાંથી જલ્દી સ્વસ્થ થઈ જશે.SS1MS