ઇરફાને એક્ટિંગ છોડવાનો નિર્ણય મિત્ર તિગ્માંશુ ધુલિયાના કહેવાથી મોકૂફ રાખ્યો હતો
મુંબઈ, ઈરફાન ખાને તેની કારકિર્દીમાં એકથી એક સશક્ત ફિલ્મો આપી હતી, પરંતુ એક સમય એવો હતો જ્યારે તેણે અભિનય છોડવાનું મન બનાવી લીધું હતું. જાેકે, તેના નજીકના મિત્ર તિગ્માંશુ ધુલિયાના કહેવાથી તેણે પોતાનો ર્નિણય મોકૂફ રાખ્યો હતો. ઈરફાન ખાને પોતે ખુલાસો કર્યો હતો કે, તેણે મુંબઈ છોડવાનો ર્નિણય કર્યો હતો. Irrfan postponed his decision to quit acting because of his friend Tigmanshu Dhulia
તેણે કહ્યું હતું કે, તેને ફિલ્મોમાં સારા રોલ નથી મળી રહ્યા, જેના કારણે તે ખૂબ જ કંટાળી ગયો હતો. જ્યારે ઈરફાન ખાનના નજીકના મિત્ર તિગ્માંશુ ધુલિયાને આ વાતની જાણ થઈ તો તેણે અભિનેતાને સમજાવ્યો. દિગ્દર્શકે ઈરફાનને કહ્યું કે, ‘અરે થોભો, નેશનલ એવોર્ડ લો’. આ મિત્રની વાત સાંભળીને તે રાજી થઈ ગયો અને પછી ફિલ્મોમાં કામ કરવા લાગ્યો. થોડા વર્ષો પછી તિગ્માંશુ ધુલિયાએ ઈરફાન ખાન સાથે ફિલ્મ પાન સિંહ તોમર બનાવી. આમાં એક્ટર લીડ રોલમાં જાેવા મળ્યો હતો.
ઈરફાને પોતાની એક્ટિંગથી દર્શકોના દિલ જીતી લીધા હતા. આ ફિલ્મ માટે ઈરફાન ખાનને બેસ્ટ એક્ટરનો નેશનલ એવોર્ડ મળ્યો હતો. ઈરફાન ખાનની ફિલ્મ ‘પાન સિંહ તોમર’ બનાવવામાં ૭ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. વર્ષ ૨૦૧૨માં રિલીઝ થયા બાદ આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ૨૦ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. આ ફિલ્મ બ્લોકબસ્ટર સાબિત થઈ અને તેના કારણે ઈરફાન ખાન સુપરસ્ટારની યાદીમાં સામેલ થઈ ગયો. જણાવી દઈએ કે ઈરફાન ખાનનું નિધન ૨૯ એપ્રિલ ૨૦૨૦ ના રોજ ન્યુરોએન્ડોક્રાઈન કેન્સરને કારણે થયું હતું.SS1MS