શું ખરેખર મમ્મી બનવાની છે અભિનેત્રી કેટરીના કૈફ?

મુંબઈ, સોશિયલ મીડિયા પર અત્યારે અભિનેત્રી કેટરિના કૈફના અમુક વીડિયો અને તસવીરો વાયરલ થઈ રહ્યા છે. આ તસવીરોમાં કેટરિના કૈફનો બેબી બમ્પ દેખાઈ રહ્યો છે. ફેન્સના મનમાં પ્રશ્ન થઈ રહ્યો છે કે શું ખરેખર કેટરિના કૈફ પ્રેગ્નેન્ટ છે? કેટરિનાનો આ વીડિયો તેની અપકમિંગ ફિલ્મ મેરી ક્રિસમસના સેટનો છે.
ફેન્સ તો એક જ પ્રશ્ન કરી રહ્યા છે કે, આલિયા-રણબીરની જેમ હવે શું વિકી-કેટરિના પણ માતા-પિતા બનવા જઈ રહ્યા છે? કૌશલ પરિવારમાં પણ પારણું બંધાવવાનુ છે? કેટરિના કૈફ અને વિકી કૌશલના લગ્ન નવેમ્બર, ૨૦૨૧માં થયા હતા.
લગ્ન પહેલા વિકી અને કેટરિના એકબીજાને ડેટ કરી રહ્યા હતા. તેમણે પોતાના રિલેશનશિપને છુપાવીને રાખ્યુ હતું. વિકી અને કેટરિનાના લગ્નમાં નજીકના મિત્રો અને પરિવારના લોકો જ હાજર રહ્યા હતા. તેમણે રાજસ્થાનમાં લગ્નનું આયોજન કર્યુ હતું. વિકી કૌશલ સાથે લગ્ન થયા તે પહેલા જ કેટરિના કૈફે મેરી ક્રિસમસ ફિલ્મ માટે શૂટિંગ શરુ કરી દીધુ હતું. આ ફિલ્મનું ડાઈરેક્શન શ્રીરામ રાઘવને કર્યું છે.
ફેન્સ કેટરિનાની આ ફિલ્મની આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે. તેવામાં જ્યારે સેટ પરથી તસવીરો વાયરલ થઈ તો ફેન્સ જાતજાતની અટકળો લગાવવા લાગ્યા. તમને જણાવી દઈએ કે કેટરિના કૈફ વાસ્તવમાં ગર્ભવતી નથી. શક્ય છે કે આ તસવીરો કેટરિના કૈફની ફિલ્મ મેરી ક્રિસમસની હોય, જેમાં અભિનેત્રીના પાત્રને ગર્ભવતી દર્શાવવામાં આવ્યું હોય.
ફિલ્મ માટે કેટરિના કૈફે પ્રેગ્નેન્ટ લુક અપનાવ્યો હોવાની જાણકારી સામે આવી છે. આ ફિલ્મમાં સાઉથ ફિલ્મોનો સ્ટાર વિજય સેતુપતિ પણ જાેવા મળશે. ઉલ્લેખનીય છે કે આ પહેલા ઓગસ્ટ મહિનામાં જ્યારે કેટરિના કૈફ મુંબઈના એક ક્લિનિકની બહાર વિકી સાથે જાેવા મળી હતી ત્યારે પણ આ જ પ્રકારની અટકળો શરુ થઈ હતી.
કેટરિના કૈફ અત્યારે પોતાની કારકિર્દી પર ફોકસ કરી રહી છે. મેરી ક્રિસમસ સિવાય તે ટાઈગર ૩માં પણ જાેવા મળશે. ટાઈગર ૩ ૨૦૨૩માં રીલિઝ થવાની છે. તાજેતરમાં જ કેટરિના કૈફની ફિલ્મ ફોન ભૂત સિનેમાઘરોમાં રીલિઝ થઈ હતી, જેમાં સિદ્ધાંત ચતુર્વેદી અને ઈશાન ખટ્ટર પણ લીડ રોલમાં જાેવા મળ્યા હતા. આ ફિલ્મને મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. વિકી કૌશલ અત્યારે મેઘના ગુલઝારની ફિલ્મ સેમ બહાદુરના શૂટિંગમાં વ્યસ્ત છે.SS1MS