શું કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની મિલીભગતના કારણે બને છે પાલનપુર ઓવરબ્રિજ જેવી ઘટના ?

ઓવરબ્રિજનું ગડર તૂટી પડતાં ટ્રેકટર અને રીક્ષા દબાઈ-પાલનપુરમાં નિર્માણાધીન ઓવરબ્રિજ તૂટી પડ્યો
(એજન્સી)પાલનપુર, રાજ્યમાં ભ્રષ્ટાચારના ભારમાં પુલોની હાલત ખરાબ થઈ રહી છે. છેલ્લા ઘણા સમયથી લોકાર્પણ પહેલાં કે લોકાર્પણના ગણતરીના વર્ષોમાં પુલો ખખડધજ કે ધરાશાયી થઈ રહ્યાં છે. ત્યારે વધુ એક નિર્માણાધીન બ્રિજ તૂટી પડ્યો છે.
પાલનપુર આરટીઓ સર્કલ નજીક નિર્માણાધિન ઓવરબ્રિજ ધરાશાયી થયો છે. ઓવરબ્રિજનો એક ભાગ તૂટી પડતા રીક્ષા ચાલક સહિત ત્રણ વ્યક્તિ કાટમાળમાં દટાયા હતા. આ બનાવના પગલે ઘટનાસ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.
પાલનપુરમાં નિર્માણાધીન ફ્લાયઓવરનો કેટલોક ભાગ ધરાશાયી થયો છે.
પાલનપુર આરટીઓ સર્કલ નજીક નિર્માણાધિન ઓવરબ્રિજ ધરાશાઈ થયો છે.
આ બ્રિજ નહિ સરકારનો ભ્રષ્ટાચારી વિકાસ પડ્યો છે!
જ્યાં સુધી કમલમ જતો કમિશન બંધ નહિ થાય ત્યાં સુધી આવો ભ્રષ્ટાચારી વિકાસ જ દેખાશે! pic.twitter.com/hcsNor3w8j— Gujarat Congress (@INCGujarat) October 23, 2023
આરટીઓ સર્કલ ખાતે બની રહેલા ફ્લાયઓવરના બે ગર્ડર તૂટ્યા હતા. રાજ્યના રોડ એન્ડ બિલ્ડીંગ વિભાગ દ્વારા બ્રિજ બની રહ્યો છે. હજી તાજેતરમાં જ મુખ્યમંત્રીએ આ મામલે તંત્રને કડક તાકીદ કરી હતી કે, ફ્લાયઓવરના નિર્માણ સમયે પુરતી ગુણવત્તા રાખવામાં આવે. છતાં મુખ્યમંત્રીની કડક ટકોર બાદ પણ અધિકારીઓએ ધ્યાન ન આપ્યુ.
કેન્દ્ર સરકારે ૧૨૩ કરોડના ખર્ચે થ્રી લેગ એલિવેટેડ રોટરી રેલવે ઓવરબ્રિજ મંજૂર કર્યો હતો, જેમાં પાલનપુરની એજન્સીને ૯૦ કરોડના ખર્ચે બ્રીજ બનાવવાનું કામ મંજુર થયું છે. જે ૧૮ મહિનામાં પૂર્ણ કરાશે. જે દાતા તરફ ૬૮૨ મીટર લાંબુ, આબુ રોડ તરફ ૭૦૦ મીટર લાંબુ, અને પાલનપુર-અમદાવાદ હાઇવે તરફ ૯૫૧ મીટર લાંબા ત્રણ લેગ બનાવાશે.
ગુજરાતનું પ્રથમ પિલ્લર પર થ્રીલેગ એલિવેટેડ રોટરી ડિઝાઇનનું રેલવે ઓવરબ્રિજ સ્ટ્રક્ચર તૈયાર થશે. હવામાં ૧૮થી૨૦ ફૂટ ઉપર કોઈપણ સર્કલ બન્યું નથી.
આવી વારંવારની બનતી ઘટનાઓ અનેક સવાલો પેદા કરે છે. શા માટે વારે વારે બને છે નિર્માણાધીન બાંધકામોનો ભાગ તૂટવાના બનાવ….?? શું કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની મિલીભગતના કારણે બને છે આવા બનાવ..??
જાે બ્રિજ નિર્માણના સમયે જ ઢળી પડતા હોય તેની મજબૂતી કેટલી અને જાે આવા બ્રિજ બને તો તેનું ભવિષ્ય કેટલું. આવા બ્રિજ પર વાહન વ્યવહાર ચાલુ થઈ જાય તો ગમે ત્યારે મોરબીવાળી ઘટના બની શકે છે.
એક તરફ સરકાર રામ મંદિર બનાવવાની વાતો કરે છે. વિદેશી મહેમાનોને સ્ટેચ્યુ ઓફ યુનિટી બતાવવા બોલાવે છે. પરંતુ ગુજરાતીઓને ટકાઉ બ્રિજ આપી શક્તી નથી.
છેલ્લા કેટલાક વર્ષોમાં નવા બની રહેલા બ્રિજમાં વિકાસને બદલે ભ્રષ્ટાચાર દેખાઈ રહ્યો છે. આ બ્રિજના ખરતા કાંગરા સરકારની પોલ ખોલી રહ્યાં છે. તંત્ર અને બ્રિજ કોન્ટ્રાક્ટરની મિલીભગતને ખુલ્લી પાડે છે.