ન્યાયતંત્રની આઝાદી ખતરામાં છે કે રાજકીય પ્રતિભા ખતરામાં છે કે પછી સામાજીક નૈતિકતા ખતરામાં છે ?!
“ડાહી સાસરે ન જાય અને ગાંડીને શિખામણ આપે” !! આ કહેવત કેવી રીતે બની ?!
તસ્વીર ભારતની સુપ્રિમ કોર્ટની છે !! ભારતની સુપ્રિમ કોર્ટ અÂસ્તત્વમાં આવી ત્યારથી આજદિન સુધી ન્યાયાધીશોએ એવા ચૂકાદાઓ નથી આપ્યા કે લોકશાહી રાજય વ્યવસ્થા રાજાશાહી કે સરમુખત્યારશાહીમાં પલટી નાંખવાનો માર્ગ સરળ થઈ જાય !! કોંગ્રેસની સરકાર હોય કે, ભા.જ.પ.ની સુપ્રિમ કોર્ટ સત્તાની સમતુલા જાળવીને રાજકારણીઓને સુધરવાની અનેક વાર તકો આપી છે;
પણ કોઈની સરકારને ન્યાયતંત્રની સક્રીયતા ગમતી નથી ન્યાયાધીશો થોડા “હા જી હા” કરનારા રાજકીય હજુરીયા છે ?! ગાંધી અને સરદાર પટેલ પણ વકીલો હતાં !! ગાંધીએ દેશના લોકોની આઝાદી માટે વકીલાત કરીને અને સરદાર વલ્લભભાઈ પટેલે દેશની એકતા માટે વકીલાત કરી !! ભારતમાં બીજા યુગમાં ભારતમાં એડવોકેટ તરીકે સોલી સોરાબજી, નાની પાલખીવાલા, વી. એમ. તારકુન્ડે, ફલી નરીમાન જેવા પ્રખર કાયદાવિદો હતાં તેમાની એક વ્યક્તિ એડવોકેટ તરીકે બોલે તો સમાજમાં અને સરકારમાં પડઘો પડતો આજે તો વકીલોમાં જૂથવાદ !!
કેટલાક તો કથિત રાજકીય વિચાર ધારાની કંઠી બાંધીને વકીલાત ચલાવતા હોવાનું મનાય છે ?! કોઈ લીગલ સેલમાં જોડાઈને રાજકીય ખીચડી પકવી રહ્યા છે ?! કહેવાય છે કે, રામયુગમાં “સંત બંધુ રામેશ્વર” પર રામને લંકા સર કરવા માટે પુલ બાંધવાની જરૂર પડી તે પૂર્વે સમૂદ્ર પર પુલ બાંધવા પુજા વિધિ કરવાની જરૂર પડી ત્યારે શ્રી નારદજીના કહેવાથી પૃથ્વી પર સૌથી વિદ્વાન બ્રાહ્મણ રાવણ હતો તેને પૂજા વિધિ કરવા આવવા કહ્યું
ત્યારે “રાવણે બ્રાહ્મણ બની પોતાનું કર્તવ્ય નિભાવ્યું હતું”!! આજે રાજકારણમા તો આવું જરાએ જોવા નથી મળતું ત્યારે પેલી બે કહેવતો યાદ આવે છે કે, “કુવામાં હોય તો હવાડામાં આવેને” !! અને બીજી કહેવત “ડાહી સાસરે ન જાય અને ગાંડીને શિખામણ આપે”!! (તસ્વીર સમાચાર ભરત ઠાકોર દ્વારા )
સુપ્રિમ કોર્ટ સમક્ષ પ્રતિભાશાળી વકીલોના એક જૂથે સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસશ્રી સમક્ષ રજૂઆત કરી ન્યાયક્ષેત્ર પર બિનતંદુરસ્ત દબાણો વધ્યા છે !! વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ સુર પુરાવ્યો !! આક્ષેપો – પ્રતિઆક્ષેપોમાં તથ્ય શું ?! એ તો ચીફ જસ્ટીસ શ્રી ધનંજયભાઈ ચંદ્રચુડ નકકી કરવા માટે સક્ષમ છે ?!
ઓસ્ટ્રેલિયન – સ્વીડીશ વૈજ્ઞાનિકે કહ્યું છે કે, “સત્ય સુધી નિઃસ્વાર્થપણે કેવી રીતે પહોંચવું એ વિજ્ઞાન શિખવે છે, એ શિખવે છે કે, વાસ્તવિકતાનો સ્વીકાર કેવી રીતે કરવો”!! જયારે રોમન તત્વચિંતક સેનકાએ કહ્યું છે કે, “જે માણસને ખબર જ નથી કે તેનું વહાણ કયા બંદરે જઈ રહ્યું છી એને માટે કોઈ પવન અનુકૂળ નહીં હોવાનો”!! આજકાલ ન્યાયાધીશોને સલાહ, સૂચનો કરનારાઓની ભારતમાં સંખ્યા વધી છે !!
ખરેખર ન્યાયાધીશોને સલાહ આપનારા ન્યાયશાસ્ત્રીઓએ ખુદ ન્યાયાધીશ બની જવું જોઈએ !! જેથી કોઈને સલાહ આપવાની જરૂર ન રહે !! તાજેતરમાં પ્રતિભાશાળી મનાતા કેટલાક વકીલોએ ભારતની સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ શ્રી ધનંજયભાઈ ચંદ્રચુડને પત્ર લખીને ન્યાયતંત્ર સામે કથિત સંભવિત દબાણ લાવવાના પ્રયાસ અંગે રજૂઆત કરી છે !! પરંતુ સમગ્ર ભારતના બગડેલા સામાજીક માહોલની ચિંતા આ ધારાશાસ્ત્રીઓ કેમ નથી કરતા ?! આક્ષેપો અને પ્રતિઆક્ષેપો વચ્ચે અદાલતોમાં બેસેલા ન્યાયવિદો બંધ મગજના હોવાની કથીત શંકા કોઈએ ન કરવી જોઈએ !!
કુવામાં હોય તો હવાડામાં આવે ને ?! બીજી કહેવત છે કે ‘ડાહી સાસરે ન જાય અને ગાંડીને શિખામણ આપે’આ બે કહેવતો જુના વડીલોએ બનાવેલી હોવાનું મનાય છી !! આજે દેશનો રાજકીય અને ન્યાય પ્રક્રીયા ક્ષેત્રનો માહોલ જોતા નિષ્પક્ષ, ચિંતનશીલ અને બાંહોશ વ્યક્તિને આ કહેવતો યાદ આવ્યા વગર રહેતી નહીં હોય ?! પરંતુ ભારતની સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ ધનંજયભાઈ સમક્ષ વકીલોના જુદા જુદા જુથો દ્વારા કરાતી રજૂઆતો પ્રત્યે ચીફ જસ્ટીસ ડી. વાય. ચંદ્રચુડ શું અવલોકન કરતા હશે ?!
ઈટાલીયન તત્વજ્ઞાની વૈજ્ઞાનિક ગેલિલિયોએ કહ્યું છે કે, ‘ઈશ્વરે આપણને સંવેદન, તર્ક અને બુÂધ્ધથી વિભૂષિત કર્યા છે, પરંતુ આપણે તેનો ઉપયોગ કરવાનું ભુલી ગયા છીએ. આજે એવા સાધનો છે, જે જ્ઞાનપ્રાપ્તિ માટે સૌથી મહત્વના છે’!! આજે ભારતની અદાલતોમાં જે નિષ્ઠાવાન, કાબેલ અને નિડર ન્યાયાધીશો છે એ ન્યાયવિદો બધું જ સમજે છે કે શા માટે રજૂઆત કરી રહ્યું છે ?! કોનો શું ઈરાદો છે ?!
તાજેતરમાં સુપ્રિમ કોર્ટના ન્યાયાધીશોએ બંધારણની કલમ-૩૭૦ પર ચૂકાદો આપ્યો !! ઈલેકટ્રોલ બોન્ડ પર ચૂકાદો આપ્યો !! ત્યારબાદ બ્લૂમબર્ગ કેસમાં વાણી સ્વાતંત્ર્યની તરફેણમાં ચૂકાદો આપ્યો હતો !! રાજકારણમાં ચાલતી હોર્સ ટ્રેડીંગ પર ચૂકાદો આપ્યો !! આ જોતાં લાગે છે કે દેશમાં ન્યાયતંત્ર શ્રી ધનંજયભાઈ ચંદ્રચુડના નેતૃત્વ હેઠળ બરોબર કામગીરી કરી રહ્યા છે !! કદાચ એવું બને કે કયારેક અવલોકન કરવાની ક્ષમતાનો કથીત અભાવ નીચલી અદાલતોમાં લોકશાહી અને નાગરિક સ્વાતંત્ર્ય વિરૂધ્ધ જોખમી આપી શકે છે ?! પરંતુ ગુજરાત અને સુપ્રિમ કોર્ટના ન્યાય ક્ષેત્ર કાંઈ ટીકા પાત્ર જણાતું નથી !!
આ લેખોમાં પ્રગટ થતાં વિચારો લેખકના પોતાના છે વેસ્ટર્ન ટાઈમ્સ તેની સાથે સહમત હોય તે જરૂરી નથી.