Western Times News

Gujarati News

શું સૂર્યનો એક ભાગ તૂટી રહ્યો છે? ઉત્તર ધ્રુવ પર દેખાયું વમળ

નવી દિલ્હી, નાસાના જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપે આ અઠવાડિયાની શરૂઆતમાં વૈજ્ઞાનિકોને ચિંતિત કરતું એક અભૂતપૂર્વ અવલોકન કરતા દુનિયાભરમાં ખળભળાટ મચ્યો છે.

સોશિયલ મીડિયા પર રેગ્યુલર અપડેટ્‌સ શેર કરતા સ્પેસ વેધર ફિઝિસિસ્ટ ડૉ. તમિથા સ્કોવે ટિ્‌વટર પર લખ્યું કે ઉત્તર ધ્રુવ (સૂર્યનો ઉત્તર ધ્રુવ) પર એક હિસ્સો જાણે અલગ થઈ રહ્યો છે. આ એક વંટોળ/વમળ/ભંવરના આકારનું છે અને સ્પષ્ટ જાેઈ શકાય છે કે જાણે સૂર્યથી કંઈક અલગ થઈ રહ્યું છે. આ સૂર્યની સપાટીથી બહારની તરફ વિસ્તરતા સોલર પ્રોમિનન્સ એક વિશાળ અને તેજસ્વી જાેવા મળી રહ્યું છે.

આ વમળ સૂર્યની સપાટીની આસાપાસ લંગરાયેલા છે અને ગરમ બાહ્ય વાતાવરણમાં બહારની તરફ વિસ્તરી રહ્યાં છે, જેને કોરોના કહેવાય છે. આ બાહ્ય પ્રોમિનેન્સ(અવકાશ) બનવામાં એક દિવસ લાગે છે, પરંતુ કોરોનામાં મહિનાઓ સુધી ટકી શકે છે.

તેમાં પુષ્કળ પ્રમાણમાં હાઇડ્રોજન અને હિલીયમ હોય છે. ધ્રુવીય વમળ વિશે વાત કરીએ તો ઉત્તર ધ્રુવનું મટીરિયલ હમણાં જ મુખ્ય ફિલામેન્ટથી દૂર થયું છે અને હવે સૂર્યના ઉત્તર ધ્રુવની આસપાસ એક વિશાળ ધ્રુવીય વમળમાં પરિભ્રમણ કરી રહ્યું છે.

જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપના કારણે આ અવલોકન શક્ય બન્યું છે. તમિથા સ્કોવે નાસાના નાના વીડિયો સાથે કરેલ અવલોકનમાં જણાવ્યું કે સૂર્યના વાતાવરણની ગતિશીલતાની અસરો જે તેના ૫૫ ડિગ્રી અક્ષાંશથી ઉપર થઈ રહી છે તેના વિશે ઘણું કહી શકાય નહીં.

ડૉ. સ્કોવ દ્વારા અપડેટ બાદ ગેડે અહેવાલ આપ્યો હતો કે એક મધ્યમ કદના પરંતુ શક્તિશાળી સૌર જ્વાળાના શોર્ટ-રેડિયો તરંગોની અસર ૭ ફેબ્રુઆરીએ પેસિફિક મહાસાગર પર જાેવા મળ્યા હતા. કોલોરાડોના બોલ્ડરમાં નેશનલ સેન્ટર ફોર એટમોસ્ફેરિક રિસર્ચના સૌર ભૌતિકશાસ્ત્રી અને ડેપ્યુટી ડાયરેક્ટર સ્કોટ મેકિન્ટોશએ જણાવ્યું હતું કે તેમણે આવો વમળ આ પહેલાં ક્યારેય જાેયો નથી.

તેમણે કહ્યું કે સૂર્યના ૫૫-ડિગ્રી અક્ષાંશ પર કંઈક અજુગતું થઈ રહ્યું છે, જે ૧૧-વર્ષના સૌર ચક્ર સાથે સંબંધિત છે. તેમણે તેને વધતા સોલાર પ્લાઝ્‌મા તરીકે વર્ણવ્યું છે. જ્યારે આ ઘટના પર બીજી મૂંઝવણ છે, તે સૂર્યના ચુંબકીય ક્ષેત્રના વિપરીતતા સાથે પણ સંબંધિત હોઈ શકે છે.

વમળ સૂર્યના સૂર્ય ચક્ર સાથે પણ સંબંધિત હોઈ શકે છે, જે દર ૧૧ વર્ષ સુધી ચાલે છે, જેની અસર આ સ્થાન પર પડે છે. જાેકે ઘણા ભૌતિકશાસ્ત્રીઓ માને છે કે આ ઘટના અણધારી નથી. આવી ઘટના આ સ્થળે સૌર ચક્રમાં એક જ વાર બને છે.

વૈજ્ઞાનિકોએ કહ્યું કે આ ખૂબ જ વિચિત્ર ઘટના છે. સ્કોટ મેકિન્ટોશે Space.comને કહ્યું, એક મોટો પ્રશ્ન છે ‘કેમ’? શા માટે તે માત્ર એક જ વાર ધ્રુવ તરફ જાય છે અને પછી અદૃશ્ય થઈ જાય છે અને પછી જાદુઈ રીતે ત્રણ કે ચાર વર્ષ પછી બરાબર એ જ જગ્યાએ- એ જ પ્રદેશમાં પરત જાેવા મળે છે ?”SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.