લગ્નના નવ મહિના બાદ પ્રેગ્નેન્ટ છે શ્રદ્ધા આર્યા?

શેર કર્યો બેબી બમ્પ દેખાડતો વીડિયો
ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલા વીડિયોમાં બેબી બમ્પ જેવા દેખાતા પેટને પંપાળતી દેખાઈ શ્રદ્ધા આર્યા
મુંબઈ,કુંડલી ભાગ્યમાં પ્રીતાના પાત્રમાં જાેવા મળી રહેલી શ્રદ્ધા આર્યાના લગ્નને નવ મહિના થઈ ગયા છે. તેણે નવેમ્બર, ૨૦૨૧માં નેવી ઓફિસર રાહુલ નાગલ સાથે દિલ્હીમાં ધામધૂમથી લગ્ન કર્યા હતા. પતિની નોકરીના કારણે બંને લોન્ગ ડિસ્ટન્ટ્સ રિલેશનશિપમાં છે. જાે કે, તેઓ સમય મળતાં જ એકબીજાને મળવા દોડી જાય છે અને ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરે છે.
હાલમાં જ બર્થ ડે સેલિબ્રેટ કરનારી શ્રદ્ધા આર્યા તેના લેટેસ્ટ વીડિયોના કારણે ચર્ચામાં છે, જે તેણે ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કર્યો છે. વીડિયોમાં તે જે દેખાડી રહી છે તે જાેઈને પહેલા તો તેના ઈન્સ્ટ્રીના ફ્રેન્ડ્સ જ નહીં પરંતુ ફેન્સ પણ ખુશ થઈ ગયા પરંતુ અંતમાં જે દેખાયું તે જાેઈને તેઓ ચોંકી ગયા.
આ વાત તેમણે કોમેન્ટ સેક્શનમાં પણ કહી છે. શ્રદ્ધા આર્યાએ શેર કરેલા વીડિયોમાં તે બેબી બમ્પ જેવા દેખાતા પેટને ખૂબ જ પ્રેમથી પંપાળી રહી છે. ત્યારબાદ તે પોતાના પેટ પર હાથ મારે છે અને પેટ અંદર કરી લે છે. વીડિયો જાેઈને જેઓ તે પ્રેગ્નેન્ટ હોવાનું સમજી રહ્યા હતા તેઓ હેરાન થઈ ગયા. કારણ કે, હકીકતમાં તે બેબી બમ્પ નહીં પરંતુ તેણે પેટ ફૂલાવીને રાખ્યું હતું.
View this post on Instagram
વીડિયોના કેપ્શનમાં તેણે લખ્યું છે ‘હું પ્રેગ્નેન્ટ નથી મારું પેટ ફૂલી ગયું છે’. તેની કો-એક્ટ્રેસ માનસી શ્રીવાસ્તવે લખ્યું છે હું પણ, અંજુમ ફકીહે કોમેન્ટ કરી છે ‘એક સેકન્ડ માટે તો મને લાગ્યું કે હું હાલ જે વિચારી રહી છું તેના માટે આમીન. લવ યુ’. કૃષ્ણા મુખર્જીએ લખ્યું છે ‘એક સેકન્ડ માટે તો મને લાગ્યું કે તું પ્રેગ્નેન્ટ છે’. તો એક્ટર અધ્વિક મહાજને કહ્યું ‘તે તો ઝટકો આપ્યો’.
આ સિવાય ફેન્સ પણ શરૂઆતમાં તે પ્રેગ્નેન્ટ હોવાનું તેમને લાગ્યું હોવાનું કોમેન્ટ કરીને કહી રહ્યા છે. શ્રદ્ધા આર્યા સેલિબ્રિટી રિયાલિટી શો ‘ઝલક દિખલા જા ૧૦’મા ભાગ લેવાની હોવાની ચર્ચા જાગી હતી. જાે કે, તેના પર સ્પષ્ટતા કરતાં તેને કહ્યું હતું કે ‘મને ખબર છે કે મારા ફેન્સ ઉદાસ છે. પરંતુ હું શોમાં ભાગ લઈ રહી નથી. મહિનાના ૨૪ દિવસ ‘કુંડલી ભાગ્ય’ને આપ્યા બાદ લગ્નજીવનને માણવા માટે મારી પાસે માંડ છ દિવસ રહે છે.
હું તે સમય ક્યાંય બીજે ખર્ચવા માગતી નથી. હું બે શો કરીને મારું જીવન અઘરું બનાવવા નથી ઈચ્છતી. આ સિવાય, જાે મેં શોમાં ભાગ લીધો તો મારે જીતવો જ પડશે. આશા છે કે તમે સમજશો. શ્રદ્ધા આર્યા કરણ જાેહરની અપકમિંગ ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાણી’માં કામ કરી રહી છે. જેમાં આલિયા ભટ્ટ અને રણવીર સિંહ સિવાય ધર્મેન્દ્ર, જયા બચ્ચન અને શબાના આઝમી પણ મહત્વના રોલમાં છે.આ ફિલ્મમાં ટીવી એક્ટર અર્જુન બિજલાની પણ દેખાશે. ss1