મુકેશ અંબાણી ફેમિલીએ “વાહ વાહ રામજી, જોડી ક્યા બનાઈ” ગીત પર ડાન્સ કર્યો
નવી દિલ્હી, મુકેશ અંબાણી અને નીતા અંબાણીના ઘર એન્ટિલામાં હાલ ખુશીઓનો માહોલ જાેવા મળી રહ્યો છે. આગામી સમયમાં અંબાણી પરિવારને તેમની નાની પુત્રવધૂ મળી જશે. ઇશા અંબાણી અને આકાશ અંબાણીના ગ્રાન્ડ વેડિંગ બાદ હવે લોકોને અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના શાહી લગ્નની રાહ છે. અંબાણી પરિવારે આ લગ્નની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે.
Ambani family at the ‘engagement ceremony of Anant Ambani and Radhika Merchant at Antilia in Mumbai, this evening. #AnantAmbani #RadhikaMerchant #NitaAmbani #MukeshAmbani #IshaAmbani #AkashAmbani #AnantRadhikaEngagement pic.twitter.com/HBRYzKZqRl
— Pankaj Upadhyay (@pankaju17) January 19, 2023
એન્ટિલામાં હાલ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રિ-એન્ગેજમેન્ટ પાર્ટી ચાલી રહી છે. જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ પણ થઇ રહી છે. લગ્ન પહેલાં દરેક ફંક્શનમાં દુલ્હન રાધિકા મર્ચન્ટે પોતાના લૂકને રોયલ ટચ આપવામાં કોઇ કસર નથી છોડી.
પ્રિ-એન્ગેજમેન્ટ પાર્ટીના મહેંદી ફંક્શનમાં રાધિકા મર્ચન્ટે પિંક કલરનો લહેંગા સેટ પહેર્યો હતો. જાે કે, હાલમાં અંબાણી ફેમિલીની વધુ એક વ્યક્તિ અને દુલ્હનની નણંદ ઇશા અંબાણીની ચર્ચા પણ થઇ રહી છે, જેણે આ પાર્ટીમાં સિમ્પલ સૂટમાં લાઇમલાઇટ પોતાના નામે કરી દીધી. આ સેલિબ્રેશનની દરેક બાબત ખાસ છે, પરંતુ સૌથી વધુ ચર્ચા ફેશન એક્સપર્ટ્સ ઇશા અંબાણીની કરી રહ્યા છે.
હાલમાં જ ટ્વીન્સની મમ્મી બનનાર ઇશા અંબાણીએ આ ફંક્શન માટે ડિલેકેટ એમ્બ્રોયડરી આઉટફિટ પસંદ કર્યો હતો, જે તેના લૂકને ખાસ બનાવી રહ્યો હતો. ઇશાના થ્રી પીસ સૂટને ભારતની જાણીતા ફેશન ડિઝાઇનર અનુરાધા વકીલે ડિઝાઇન કર્યો છે. ઇશાએ જે આઉટફિટ પસંદ કર્યો હતો, તેમાં બેબી પિંક કલરનો સ્ટ્રેટફિટ કૂર્તાસાથે અલગ કલરનું પેન્ટ અને દુપટ્ટાને ટીમઅપ કરવામાં આવ્યો હતો.
રીંગ સેરીમની દરમ્યાન મુકેશ અંબાણીના આખા ફેમિલીએ સ્ટેજ પર “વાહ વાહ રામજી, જોડી ક્યા બનાઈ” ગીત પર ડાન્સ કર્યો હતો.
The Ambani family dances at the ring ceremony of Anant Ambani and Radhika Merchant #AnantRadhikaEngagement #AnantAmbani #RadhikaMerchant #NitaAmbani #MukeshAmbani #IshaAmbani #AkashAmbani pic.twitter.com/GIwT6NTok0
— Pankaj Upadhyay (@pankaju17) January 20, 2023
ઓવરઓલ આઉટફિટ્સ પર પ્રિસ્ટન ગોલ્ડન જરી થ્રેડથી મૈગામ વર્ક કરવામાં આવ્યું છે. આ સાથે તેમાં હેવી સ્ટોન પણ લગાવ્યા હતા. આઉટફિટમાં રેગ્યુલર ફિટ સ્ટાઇલમાં ડીપ યુ નેકલાઇન આપવામાં આવી હતી, જેની સાથે સ્લિવ્સને ૩/૪ લેન્થમાં રાખીને હેમલાઇન પર પહોળી બોર્ડર એડ કરવામાં આવી છે.
Ring Ceremony ! #AnantRadhikaEngagement #MukeshAmbani #NitaAmbani #AnantAmbani #RadhikaMerchant pic.twitter.com/ujwGnAzYAb
— Pankaj Upadhyay (@pankaju17) January 20, 2023
કૂર્તાની સ્લિવ્સમાં પણ નકશીદાર એમ્બ્રોયડરી કરવામાં આવી હતી. એલિગન્ટ લૂકવાળા આ આઉટફિટની સાથે ઇશા અંબાણીએ ગ્રીન રંગનો દુપટ્ટો પહેર્યો હતો, જેની સાથે રેગ્યુલર પેટર્નવાળું પેન્ટ પહેર્યુ હતું.
દુપટ્ટા અને પેન્ટ પર કૂર્તા પોર્શન જેવી જ એમ્બ્રોયડરી કરવામાં આવી હતી. ઇશાએ સ્ટાઇલિંગ ઉપર પણ પુરતું ધ્યાન આપ્યું છે, તેણે પોતાના લૂકને કમ્પલિટ કરવા એમારર્લ્ડ ગ્રીન પોલકી નેકલેસ પહેર્યો હતો અને તેની સાથે મેચિંગ ઝૂમકા અને કડાં એક્સેસરાઇઝ કર્યા હતા.SS1MS