Western Times News

Gujarati News

ઈશા દેઓલે કરાવી લિપ સર્જરી ! વિચિત્ર દેખાયો નવો લુક

મુંબઈ, બોલિવૂડ અભિનેત્રી ઈશા દેઓલ આ દિવસોમાં ચર્ચામાં છે. તાજેતરમાં જ ઈશા દેઓલે તેના પતિ ભરત તખ્તાનીથી અલગ થવાની માહિતી આપી હતી. ૧૧ વર્ષ સાથે રહ્યા બાદ હવે ઈશા અને ભરતનો સંબંધ તૂટી ગયો છે.

આ સમાચાર સામે આવ્યા બાદ ઈશાના ફેન્સને મોટો આંચકો લાગ્યો છે. આ દરમિયાન ઈશા દેઓલ ફરી એકવાર ચર્ચામાં છે. ઈશા દેઓલનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં ઈશાના હોઠ વિચિત્ર લાગી રહ્યા છે અને આ વીડિયો હાલ ઈન્ટરનેટ પર લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.

આ ક્લિપ જોયા બાદ લોકો ધરમેન્દ્રની દિકરી ઈશાને ટ્રોલ કરી રહ્યા છે. ઈશા દેઓલનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે મીડિયા સાથે વાત કરતી જોવા મળી રહી છે.

ઈશા દેઓલ અને તેની બહેન આહાના દેઓલ લોકસભા ચૂંટણી ૨૦૨૪ દરમિયાન મથુરામાં તેમની માતા હેમા માલિની માટે પ્રચાર કરતી જોવા મળી હતી. આ સમયનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં બધાની નજર ઈશાના હોઠ પર ટકેલી છે. લોકોએ આ ક્લિપ પર ટિપ્પણી કરતા ઘણી વાતો કહી. એક યુઝરે કહ્યું, ‘આ બધું તમે શું કર્યું?’SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.